Abtak Media Google News

જહાં ડાલ ડાલ પર સોનેકી ચિડીયા કરતી હૈ બસેરા વહ ભારત દેશ હૈ મેરા

 

અબતક, રાજકોટ

આવતીકાલે ર6મી જાન્યુઆરી એટલે દેશનો રાષ્ટ્રીય પર્વ કે જે તહેવાર માટે સમગ્ર દેશવાસીઓ ગૌરવ લઇ શકે. ગામડા-તાલુકા – શહેર – જીલ્લા – રાજય સહિત સમગ્ર દેશમાં જેની ગરીમાપૂર્ણ ઉજવણી સાથે ઘ્વજવંદન, કલાના કરતબો, સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે સાથે મા ભોમની રક્ષા કાજે પ્રાણની આહુતિ આપનાર શહીદ વીર જવાનોને યાદ કરી તેને શ્રઘ્ધાંજલી અર્પણ કરવાનો આ તહેવારને વર્તમાન કોવિડ પરિસ્થિતિ ઘ્યાને લઇ માત્ર અર્ધીકલાકમાં વિવિધ કાર્યક્રમો સહિતની ગરીમાપૂર્ણ ઉજવણી કરવામાં આવશે.બસોથી પણ વધુ વર્ષો સુધી અંગ્રેજોની ગુલામીમાંથી દેશને મુકિત અપાવવામાં અને વીર શહીદો, ક્રાંતિવીરો, દેશદાજ જેના રોમે રોમ વણાયેલી હતી તેવા દેશભકતો વગેરે નામી-અનામી અસંખ્ય લોકોને ખરેખરનો યાદ કરી.

રાજકોટના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે શિક્ષણમંત્રી અને જીલ્લાના પ્રભારી મંત્રી જીતુભાઇ વાધાણી ઘ્વજ લહેરાવશે

વર્તમાન યુવા પેઢીમાં દેશભકિત-દેશદાજ, દેશપ્રેમ અને દેશભકિત પ્રગટે અને નવા રાષ્ટ્રનું નિર્માણ થાય તેવા પ્રયત્નો સમગ્ર દેશવાસીઓએ કરવા જરુરી છે.જો કે, દેશભકિતના અનેર ફિલ્મો સિરીયલો, વાર્તાઓ, લોકવાર્તાઓ, ગીતો, શૌર્યગીતો વગેરે વગેરે દ્વારા લોકોમાં દેશદાજ પ્રગટે તેવા સરકારના અથાગ પ્રયાસો આજ પણ થઇ રહ્યા છે.જો કે આવતીકાલે ર6મ જાન્યુઆરી ‘પ્રજા સત્તાક દિન’ ગણતંત્ર દિવસની ઉજવણી સમગ્ર દેશમાં ગરીમા પૂર્ણ ઉજવાશે. જો કે કોવિડ-19 ની વર્તમાન  પરિસ્થિતિ ધયાને લઇ માત્ર 3ર મીનીટમાં પ્રજાસત્તાકદિનની ઉજવણી વિવિધ કાર્યક્રમો દ્વારા ગરીમા અને ગૌરવ પૂર્ણ ઉજવવામાં આવશે.

રાજયના તમામ જિલ્લાઓમાં પ્રભારીઓની અઘ્યક્ષામાં કોવિડ ગાઇડ લાઇનના ચૂસ્ત પાલન સાથે કરાશે પ્રજાસત્તાક પર્વની ગરીમાપૂર્ણ ઉજવણી

ગુજરાત રાજયની રાજયકક્ષાની ઉજવણી ગીર સોમનાથ જીલ્લામાં કરવામાં આવશે અને આ ઉજવણી પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના વરદ હસ્તે ઘ્વજ વંદન કરવામાં આવનાર છે. આ પ્રસંગે પરેડ, સાંસ્કૃતિક કાર્યક્રમો વિગેરે યોજાશે.જયારે રાજકોટ વહીવટી તંત્ર દ્વારા પ્રજાસત્તાક પર્વની ઉજવણી પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાશે. ત્યાં રાજયના શિક્ષણ મંત્રી અને રાજકોટ જીલ્લાના પ્રભારી જીતુભાઇ વાધાણીના વરદ હસ્તે ઘ્વજ વંદન રાખવામાં આવ્યું છે. જો કે, રાષ્ટ્રીય પર્વની સાંસ્કૃતિક કાર્યક્રમો અંગેની પૂર્વ તૈયારીઓ પણ થઇ ચૂકી છે. આવતીકાલે દશેના ગામડે ગામડે શહેર જીલ્લાઓમાં ‘જહાં ડાલ, ડાલ પર સોને કી ચીડીયા કરતી હૈ બસેરા વહ ભારત દેશ હમેરા’ મેરે દેશ કી ધરતી સોના ઉગલે, ઉગલે હીરે મોતી, મેરે દેશકી ધરતી, જેવા દેશ ભકિતના ગીતો ઉપરાઁત ઝવેરચંદ મેધાણી રચીત શૌર્ય ગીતો કસુંબીનો રંગ વગેરે જેવા અનેક ગીતોના ગુંજારવથી આભા મંડળ ગાજી ઉઠશે.

કવીની એક કહેવત પ્રમાણ ‘કચ્છડો બારે માસ’ ઇ- ઇચ્છની ખમીરવંતી ધરામાં ભૂજની આર.આર. લાલન કોલેજના વિશાળ પટાંગણમાં આવતીકાલે કચ્છ જીલ્લાના પ્રભારી મંત્રી કિર્તીસિંહ વાધેલાના વરદ હસ્તે ઘ્વજવંદનનું આયોજન કરવામાં આવ્યું છે.આવતીકાલે સમગ દેશવાસીઓના હૈયા આનંદ, ઉમંગ થી છલકાતા જોવા મળશે. ઉપરાંત કયાંક શરણાયુના સૂર તો કયાંક ઢોલનો ધબકાર તો કયાંક પાશ્ર્વત્ય વાદ્ય માંથી નિકળતા સંગીતની સુરાવલીમાં પણ દેશભકિતનો રંગ નીતરતો જોવા મળશે તો આવો આપણે સૌ સાથે મળીને આપણા રાષ્ટ્રીય પર્વને ગરીમા પૂર્ણ ઉજવીએ.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.