Abtak Media Google News

જીવનને કલાના રંગોથી રંગીને દરેક પ્રકારની કલાને નવોરુપ આપે તે સાચો કલાકાર: બીપીન વસાણી

સમગ્ર વિશ્વ કાલે તા.૨૭ માર્ચનો દિવસ વિશ્વ રંગભૂમિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. રંગભૂમિના મુળ આપણને વેદ- ઉપનિષદમાં જોવા મળે છે. આ ટેહલતો માનવ મહેરામણ એની પાત્ર સૃષ્ટિ છે. સર્જનહાર આ રંગભૂમિનો સુત્રધાર છે. વૃક્ષોના લીલા પાન પ્રભુ પરિચયના એક એક સંવાદ જેવા છે. કલા માટે કહેવાય છે કે કલાકાર અંદરની રચના જુએ છે બહારની નહિ…. નજર સમક્ષ ભજવવાની કલા અને એનો અભિનય એટલે રંગમંચ ઉપર આપવાની દરરોજની પરીક્ષા છે.

સારો અને સાચો કલાકાર એને જ કહી શકાય જેનો જન્મ જ કલાકાર બનવા માટે થયો હોય, એટલે જ કહેવાય છે કે કલાકાર બનતા નથી કલાકાર જન્મે છે. કલાની અને કલાકારની કિંમત ન આંકી શકાય. કલાકાર એટલો નીચો ન હોવો જોઇએ કે લોકો તેને થૂંકી નાખે અને કલાકાર એટલો ઉંચો પણ ના હોવો જોઇએ કે કલાપ્રેમી લોકો તેને માણી પણ ન શકે.

ભગવદ્દ ગોમંડલ  ગ્રંથના આધારે માની શકાય કે પૂર્વ ૧૨૮૦ માં ગુજરાતીમાં પહેલું નાટક લખાયેલ ત્યારબાદ ૧૮૫૧ નર્મદે બુઘ્ધિવર્ધક નામની સંસ્થા શરુ કરી એ જ અરસામાં શેકપીયર કલબની  સ્થાપના મુંબઇમાં થઇ. આ સમયને ગુજરાતી રંગભૂમિનો ઉદભવ સમય હોવાનું  આ ગ્રંથ લખે છે.

સમાયતરે દરેક કલાના ક્ષેત્રની ટેકનોલોજી બદલતી રહી છે. આધુનીક યુગ હાઇટેક ટેકનોલોજીનો યુગ માનવામાં આવે છે. મેકપ…. કેમેરા… લોાઇટસ… સાઉન્ડ…. લેપટોપ… પેનડ્રાઇવર…. ટેબલેટ…. પોર્ટેબલ…. હાડડિસ્ડ…. એડીટીંગ વિગેરેમાં અલ્ટ્રા મોર્ડન ડીઝીટલ ટેકનોલોજીનો ઉપયોગ થઇ રહ્યો છે. નવા ગાયકો મ્યુઝીક ટ્રેક ઉપર આસાનીથી ગીતો ગાઇ શકે છે.

ુજયારે રંગમંચ ઉપર કોઇપણ કલાકાર પોતાની કલા રજુ કરી રહ્યો હોય અને તેનાથી ભૂલ થાય તો એ ભૂલનો શ્રોતાઓએ પણ સ્વીકાર કરી લેવો પડે છે. કારણ કે, કોઇપણ રંગ મંચના કાર્યક્રમ લાઇવ હોય છે જે થયું તે થયું જ રંગભૂમિ માટે કહેવાય છે જાણ્યું એટલું જાજું અને માણી એટલી મોજ…

દરેક કલાકારોએ દર વર્ષે ૨૭ માર્ચે પોતાનાગામ કે શહેરના રંગમંચ ઉપર જઇ મસ્તક નમાવી પ્રાર્થના કરી અને વિશ્વ રંગભૂમિ દિવસ ની ઉજવણી કરવીજોઇએ.

અંતે તો મનુષ્ય જે જીવન જીવે છે એ પણ એક કલા જ છે. એટલું જ કહેવાય છે કે જીવન જીવવાની કલા એ શ્રેષ્ઠ કલા છે. કોઇપણ કલાકાર જીવનના છેલ્લા વિશ્વાસે એટલું કહે તો હોય છે તેમ રાજકોટના સ્ટેજ ફિલ્મ ટીવી આટીસ્ટ બીપીન વસાણી જણાવ્યું છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.