Abtak Media Google News

મ્યુનિ.કમિશનર બંછાનિધિ પાની સવારે ૧૦:૦૦ કલાકે સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ દરખાસ્ત સ્વરૂપે બજેટ રજુ કરશે

રાજકોટ મહાનગરપાલિકાનું વર્ષ ૨૦૧૮-૧૯નું અંદાજપત્ર આવતીકાલે સવારે ૧૦:૦૦ કલાકે મ્યુનિ.કમિશનર બંછાનિધિ પાની સ્ટેન્ડિંગ કમીટી સમક્ષ રજૂ કરશે. બજેટ રજૂ કર્યા બાદ બપોરે ૧૧:૦૦ કલાકે કમિશનર પત્રકાર પરિષદને સંબોધશે.

નવા નાણાકીય વર્ષમાં રાજકોટવાસીઓ પર નવો કરબોજ લાદવામાં આવે તેવી પ્રબળ સંભાવના જણાય રહી છે. બજેટનું કદ ૩૦૦૦ કરોડ ‚પિયાની આસપાસનું રહેશે. નવા વર્ષથી કાર્પેટ એરીયા મુજબ મિલકત વેરાની આકારણીની પધ્ધતિની અમલવારી કરવાની હોય. મિલકત વેરામાં વધારાની સંભાવના નહીંવત છે. પરંતુ પાણી વેરામાં વધારો આવે તેવી શકયતા જણાય રહી છે. સ્ટેન્ડિંગ કમીટી સમક્ષ બજેટ રજૂ કર્યા બાદ એક વર્ષમાં મહાપાલિકાના આયોજન વિશે બજેટમાં શું શું જોગવાઈ કરવામાં આવી છે તે અંગે મ્યુનિ.કમિશનર બંછાનિધિ પાની પત્રકાર પરિષદમાં વિસ્તૃત માહિતી આપશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.