Abtak Media Google News

સ્વાદીષ્ટ ભોજનની સાથે બાળકો માટે પ્લેય એરિયા તેમજ વિવિધ ફંકશન માટે પાર્ટી પ્લોટ સહિતની અનેક સુવિધા: રેસ્ટોરેન્ટની એન્ટીક થીમ લોકોનાં મન મોહી લેશે

રાજકોટની પ્રજા સ્વાદીષ્ટ ચટકારા માટે કદી પણ બાંધછોડ કરતી નથી. જેથી આવી સ્વાદપ્રિય રાજકોટીયન માટે અત્યાધુનિક વુડ સ્ટોન ધ મલ્ટીકયુઝન રેસ્ટોરન્ટનો પ્રારંભ થવા જઇ રહ્યો છે. આવતીકાલે  તા.૭-૭ ના રોજ કોઠારીયા ખાતેના સ્વાતી પાર્ક પાસે ૮૦ ફુટ રોડ પર શરુ થશે. આ તકે મુખ્યમંત્રીના પત્ની અને ભાજપ મહીલા મોરચાના પ્રભારી અંજલીબેન વિજયભાઇ રૂપાણી સહીતના ઉ૫સ્થિત રહેશે.

પત્રકાર પરિષદમાં માહીતી વુડ સ્ટોન ધ મલ્ટીકયુઝન રેસ્ટોરન્ટનાં રજનીભાઇ ઉઘાડ, રમેશભાઇ ઉઘાડ અને વિપુલભાઇ ઉઘાડે જણાવ્યું કે રાજકોટની પ્રજાને કશું અલગ આપવા માટે ધ વુડસ્ટોન ધ મલ્ટીકયુઝન રેસ્ટોરન્ટની શરુઆત કરવામાં આવી છે. કોઠારીયા રોડ પર આવેલ સ્વાતિ પાર્ક  પાસે રેસ્ટોરન્ટમાં નાનાથી લઇને મોટા સુધીના તમામ માટે અલગ અલગ ડીશો છે.

જેમાં પંજાબી, ચાઇનીશ, સાઉથ ઇન્ડિયા, ફાસ્ટફુડ સહીતની અનેક આઇટમનો સમાવેશ થાય છે. આ સિવાય ૭૫૦ વારમાં પથરાયેલી રેસ્ટોરન્ટમાં એક સાથે ૭૫ થી વધુ લોકો બેસી શકે તેવી વ્યવસ્થા છે. તેમજ પાર્ટી પ્લોટ અને બાળકો માટે પ્લેય એરિયા, અને વેઇટીંગ એરીયા સહીતની સુવિધા છે. જેથી અહિંસા આવતા લોકોને જરા પણ તકલીફ ન પડે અને ઘર જેવી અનુભવતી થાય તે પ્રકારે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

આવતીકાલ તા. ૭ ના શરુ થનારા રેસ્ટોરન્ટના પ્રારંભ વખતે મુખ્યમંત્રીના પત્ની અને મહીલા ભાજપના પ્રભારી અંજલીબેન ‚પાણી, મેયર બીનાબેન આચાર્ય, કોર્પોરેટર અને પૂર્વ રાજકોટ શહેર ભાજપ પ્રમુખ નીતીનભાઇ ભારદ્વાજ, ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઇ પટેલ, ખોડલધામ ટ્રસ્ટના પ્રેસિડન્સ પરેશભાઇ ગજેરા, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મીરાણી, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, અરવિંદભાઇ રૈયાણી, લાખાભાઇ સાગઠીયા સહીતના ઉ૫સ્થિત રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.