Abtak Media Google News

ટેક્સાસમાં એક લેન્ડસ્કેપર તરીકે કામ કરતી વ્યક્તિને, મોટા પ્રમાણમાં પાણી પીધા પછી હાર્ટ એટેક જેવા લક્ષણો સાથે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 74 વર્ષીય વ્યક્તિ જૂન મહિનાના ઉનાળાની ગરમીમાં કામ કરી રહ્યા હતા, જ્યારે પારો 37.7ઓઈ (100ઓઋ) થી વધુ હતો. આવા સમયે ખૂબ જ તરસ અનુભવતાં, તેમણે પાંચ કલાકમાં ત્રણ ગેલન એટલે કે 11 લીટર જેવું પાણી પી લીધું. તે પછી ટૂંક સમયમાં તેમને ઉબકા, થાક, છાતીમાં દુખાવો અને શ્વાસ લેવામાં તકલીફના લક્ષણો જણાઈ આવ્યા હતા.

કોને વધુ જોખમ ?

  • માનસિક વિકૃતિઓ ધરાવતા લોકો:માનસિક વિકાર, ખાસ કરીને સ્કિઝોફ્રેનિઆ ધરાવતા લોકો, વધુ પડતું પાણી પી શકે છે, જે હાયપોનેટ્રેમિયા અને પાણીના નશામાં ફેરવાઈ શકે છે.
  • રમતવીરો:સહનશક્તિ રમતગમતની ઘટનાઓ, લશ્કરી તાલીમ, અથવા અન્ય ઊંચી પરિશ્રમ પ્રવૃત્તિઓમાં ભાગ લેતા લોકો, પાણીના નશાનો સામનો કરી શકે છે.
  • ગઈંઇં (નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ હેલ્થ) ના સંશોધનો જણાવે છે કે આ સ્થિતિ દર વર્ષે લગભગ 3-6 મિલિયન અમેરિકનોને અસર કરે છે, અથવા ઓછામાં ઓછી 100 લોકોમાંથી એક વ્યક્તિને તેની અસર થાય છે.

પાણીના નશા કે પાણીના ઝેરથી શક્ય પરિણામો

વધુ પડતું પાણી કે પાણીનો નશો મગજમા સોજા, હુમલા, અને મૃત્યુ સુધીના ગંભીર પરિણામો લાવી શકે છે. આ પહેલા, એક મહિલાનું માત્ર 20 મિનિટમાં 64 ઔંસ એટલે કે 1.8 જેટલું પાણી પીવાથી મૃત્યુ થયું હતું.

પાણીનું ઝેર શું છે?

પાણીનું ઝેર ત્યારે થાય છે જ્યારે વધારે પડતું પાણી પીવાથી શરીરમાં મીઠું અને ઇલેક્ટ્રોલાઇટ્સ પાતળા થઈ જાય છે. અને કિડની તેને પેશાબ દ્વારા બહાર કાઢવામાં નિષ્ફળ રહે છે. આથી પેટનું ફૂલવું, પોલીયુરિયા, હાયપોનેટ્રેમિયા (135 ળઊિ/ક કરતાં ઓછી સીરમ સોડિયમ), સોજો અને નબળી ચયાપચય જેવી સમસ્યાઓ સર્જાય  શકે છે.

એક દિવસમાં કેટલું પાણી વધારે પડતું છે?

ઈઉઈ (રોગ નિયંત્રણ અને નિવારણ કેન્દ્રો) મુજબ, વ્યક્તિએ દિવસમાં કેટલું પાણી પીવું જોઈએ તે અંગે નિશ્ચિત માર્ગદર્શિકા નથી, પરંતુ ટૂંકા ગાળામાં વધારે પડતું પાણી પીવા અંગે સાવચેતી રાખવી જોઈએ. હાયપોનેટ્રેમિયાએ ઈલેક્ટ્રોલાઇટ અસાધારણતા છે, જે શરીરમાં સોડિયમની પાતળાઈને કારણે થાય છે. જો તમે એક કલાકની અંદર 3-4 લિટર પાણી પીતા હોય, તો તમારી કિડનીઓ વધુ પડતા પાણીને સંચાલિત કરવામાં અસમર્થ બની શકે છે. હીટવેવ દરમિયાન, વ્યક્તિએ લગભગ 8-10 ગ્લાસ પાણી પીવું શરીર માટે હિતાવહ છે, જે શરીરના ઇલેક્ટ્રોલાઇટ્સનું સ્વસ્થ સંતુલન જાળવવા માટે મહત્વપૂર્ણ છે.

પાણીના નશાના લક્ષણો

  • સુસ્તી અને થાક
  • સ્નાયુઓની નબળાઇ અથવા ખેંચાણ
  • બ્લડ પ્રેશરનો વધારો
  • બેવડી દ્રષ્ટિ
  • મૂંઝવણ
  • સંવેદનાત્મક માહિતી ઓળખવામાં અસમર્થતા
  • શ્વાસ લેવામાં તકલીફ
  • હીટવેવ પાણીના નશાનું જોખમ વધારે છે

ગરમ અને ભેજવાળી પરિસ્થિતિઓમાં, વધુ પડતી તરસ અને પાણીની ખોટ પડે છે. જેને પૂરું કરવા વધુ પાણીની જરૂર પડતી હોય છે. જેને લઇ વધુ પાણી પીવાય છે. આ સ્થિતિ કિડનીઓને અસર કરે છે અને ઇલેક્ટ્રોલાઇટ્સ, ખાસ કરીને સોડિયમનું પ્રમાણ ઓછું કરી શકે છે.

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.