Abtak Media Google News

કોરોના કાળ છતાં બાગાયતી પાક ‘ઓલટાઇમ હાઇ’: ગત વર્ષ 327 મિલિયન ટન ઉત્પાદન થયું

શાકભાજી ઉત્પાદનમાં વર્ષ ર019ની સરખામણીએ વર્ષ ર0ર0માં પ મિલિયન ટનનો ઉછાળો

કોરોનાને કારણે છવાયેલી વૈશ્ર્વિક મહામારીની આર્થિક, સામાજીક, ઔદ્યાગિક એમ તમામ ક્ષેત્રે નકારાત્મક અસરો ઉપજી છે. લોકડાઉન દરમિયાન ઔદ્યોગિક એકમો સદંતર બંધ રહેતા માઠી અસર થઈ હતી પરંતુ આ દરમિયાન પણ કોઈ ક્ષેત્ર ધમધમતું રહ્યું હોય તો એ છે કૃષિ આજે પણ આશરે 55 થી 60 ટકા લોકો ખેત ક્ષેત્રમાંથી રોજગારી મેળવે છે. ત્યારે કૃષિ પ્રધાન દેશ ભારતમાં આ ક્ષેત્રનો નટેકનોલોજીયુકતથ ઉપયોગ થાયતો ફરી હરિયાળીક્રાંતી સર્જાઈ શકે છે. અત્યાધુનિક સાધનસરંજામના જ ઉપયોગથી આજે કોરોનાકાળ દરમિયાન પણ ખેત ઉત્પાદકતામાં નોંધપાત્ર વધારો થયો છે. ખેત ઉત્પાદનો તો ઠીક ફળ-ફુલમાં પણ ટોચની ઉત્પાદકતા નોંધાઈ છે.

Screenshot 1 13

ફળ,ફુલ જેવા બાગાયતી પાકોમાં વર્ષ 2019-20ની સરખામણીએ વર્ષ 2020-21માં પાંચ મીલીયન ટનનો વધારો થયો છે. ગત વર્ષમાં બાગાયતી પાકોનું ઉત્પાદનસ્ત્રઓલ ટાઈમ હાઈથ રહ્યું છે. કોરોનાકાળ છતાં પણ નરેકોર્ડ બ્રેક પ્રોડકશનપ ભારતની ખેતક્ષેત્રની ક્ષમતાને એક નવી ઉંચાઈએ પ્રદર્શિત કરે છે. વર્ષ 2020માં બાગાયતી પાકોનું 327 મીલીયન ટન ઉત્પાદન થયું છે.

કૃષિ વિભાગના અહેવાલ અનુસાર, શાકભાજી, ફળ-ફુલ ઔષધિય છોડના જૂનથી જુલાઈ માસ દરમિયાનનું ઉત્પાદન 2 ટકા વધ્યું છે. એમાં પણ ખાસ ગત વર્ષે બટેટાના ઉત્પાદનમાં 10 ટકાનો વધારો થયો છે. જે નોંધપાત્ર છે. જોકે, ગરમમસાલાના ઉત્પાદનમાં ઘટાડો નોંધાયો છે. ફળોના ‘રાજા’ ગણાતી કેરીમાં પણ વર્ષ 2020માં 4 ટકાનો વધારો નોંધાયો છે. જેનું ઉત્પાદન 21 મીલીયન ટન થયું હતુ હજુ આ વર્ષે પણ ફળ-ફળાદી અને શાકભાજીનાં ઉત્પાદનમાં વધારો થાય તેવી આશા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.