Abtak Media Google News

રોમાંચક અનુભવ, નિર્મળજલ, અદભુત વનરાય અને સોનેરી સુર્યકિરણોથી આહલાદક વાતાવરણ ધરાવતા દરિયાકિનારો સોનેરી રેતી અને શાંત વાતાવરણવાળા વિશ્વના સર્વશ્રેષ્ઠ અને અનોખા પર્યટનધામ આંદમાન અને નિકોબારમાં દર વર્ષે હજારો પ્રવાસીઓ મુલાકાત લે છે હવે અત્યારે આંદમાન-નિકોબારનો પ્રવાસ નવી સવલતો સાથે વધુ રોમાંચક થવા જઈ રહ્યો છે.

પ્રવાસીઓ માટે નવી પાંચ ઉપલબ્ધીઓ અલૌકિક પ્રર્યટન સ્થળની મુલાકાતને યાદગાર બનાવશે. આંદમાન-નિકોબાર ટાપુ પર ૪જી કનેકટીવીટીની સગવડ એરેટેલ દ્વારા ઉપલબ્ધ કરવામાં આવી રહી છે. પોર્ટેબ્લેર ખાતે ૪જી એરટેલ નેટવર્કની ઉપલબ્ધીની સુપરફાસ્ટ ઈન્ટરનેટ સેવાના કારણે હવે આંદમાનનો પ્રવાસ યાદગાર બનશે. બેરેન ટાપુ પર સ્કાય હોલની સુવિધા.

દક્ષિણ એશિયાના એકમાત્ર સક્રિય જવાલામુખી ધરાવતા બેરેન ટાપુ પર સ્ક્રાપ્ય હોલની સુિવધા ઉપલબ્ધ કરવામાં આવી છે. આ ટાપુ હવે વાઈફાઈથી સજજ થવા જઈ રહ્યું છે. એરટેલનું ૪જી નેટવર્કના કારણે હવે દુનિયાથી અલગ નહીં રહે. ૪જીના નેટવર્કથી આ સમગ્ર વિસ્તારમાં અલગ દુનિયાનો અનુભવ અને ઘરથી નજીકની સવલતોનો બેવડો આનંદ અપાવશે. પોર્ટ બેલરની સેલ્યુલર જેલ મુલાકાતીઓ માટે અદભુત અનુભવ કરાવનારી છે.

આ જેલમાં આપણા ઘણા સ્વાતંત્ર સેનાનીઓને આઝાદી પહેલા કાલાપાનીની સજાના ભાગરૂપે રાખવામાં આવતા હતા. આ વિસ્તારમાં હવે પ્રવાસીઓની નેટની સુવિધાથી વધુ અનુકૂળતા આવશે. ડોલ્ફીનની મુલાકાતે હવે ફેસબુક પર લાઈવ થઈ શકશે. આંદમાન-નિકોબારના પ્રવાસમાં હેવલોક ટાપુની મુલાકાત સૌથી વધુ રોચક બની રહેશે. આંદમાન દ્વિપ સમુહના ઉતર ભાગ અને લાલજીનો આખાત પ્રવાસીઓ માટે ખુબ જ રોચક જગ્યા છે. અહીં પ્રવાસીઓને શાંત વાતાવરણ અને નિલરંગી પાણીનો અદભુત નજારો જોવા મળે છે.

૧૯૪૧માં આવેલા ભુકંપથી હેવલોક ટાપુ વધુ રૂપ લઈને નિખરયું છે. અહીં સુંદર પક્ષીઓ, હરણ અને વનરાઈઓનો મોટો ખજાનો છે. દુનિયાથી અલગ વિસ્તારમાં હવે તમને ખોવાઈ જવાનો તમને ડર નહીં રહે. કેમ કે આખો વિસ્તાર હવે એરટેલના ૪જી નેટવર્ક પર ગુગલ મેપના સથવારે તમને દુનિયા સાથે જોડેલા રાખશે.

હેવલોક ટાપુ પર અનેક અદભુત અને રોમાંચક અનુભવ કરાવતા સ્થળો, સુંદર બીચ, હોટેલ, રેસ્ટોરન્ટની સગવડ અહીં સીફુડનો લ્હાવો લેવા જેવો છે. અહીં નેટની ઉપલબ્ધીના કારણે વધુ હાથવગુ થઈ રહ્યું છે. આંદમાન-નિકોબાર ટાપુ પર એરટેલના નેટવર્કથી હવે પ્રવાસીઓ માટે તમામ અગવડતાઓનો ઉકેલ આવી ગયો છે. એરટેલ ૪જી નેટવર્ક હવે આંદમાનને માનિતું અને સગવડભયુર્ં અને સુંદર બનાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.