Abtak Media Google News

પ્રસાદ યોજના હેઠળ યાત્રાધામ સોમનાથમાં રૂ .૪૫ કરોડનાં ખર્ચે વિકાસ કામોનું          ઈ-લોકાર્પણ : જુનાગઢ-ઉપરકોટ કિલ્લો, રૈયોલિમાં ડાયનાસોર મ્યુઝિયમનું ઈ-ખાતમુહૂર્ત

ગુજરાત સહિત દેશમાં સર્વિસ સેક્ટરમાં સૌથી વધુ લોકોને રોજગારી આપતું ક્ષેત્ર પ્રવાસન ઉદ્યોગ છે. ગુજરાતની ઈકોનોમી ગ્રોથમાંપ્રવાસ ઉદ્યોગનો ખૂબ મોટો હિસ્સો છે. ગુજરાતે પ્રવાસનના વિકાસની દિશામાં છેલ્લા બે વર્ષમાં નોઁધપાત્ર પ્રગતિ કરી છે તેમ આજેગાંધીનગર ખાતેથી પ્રવાસન અને યાત્રાધામ વિકાસ બોર્ડના વિવિધ વિકાસ કામોના ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમુહૂર્ત પ્રસંગે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું. મુખ્યમંત્રી વિજયભાઇ રૂ પાણીના હસ્તે આજે ગાંધીનગર ખાતેથી કેન્દ્રની પ્રસાદ યોજના હેઠળ યાત્રાધામ સોમનાથમાં રૂ . ૪૫ કરોડનાખર્ચે પ્રવાસી સુવિધા વિકાસ કામોનું ઈ-લોકાર્પણ તેમજ ઉપરકોટ કિલ્લો-જૂનાગઢ, રૈયોલિ ખાતે ડાયનાસોર મ્યુઝિયમ ફેઝ-૨, ધોરડોફેઝ-૧, મદ્ રાજચંદ્ર સ્મારક ભવન  વવાણિયા તેમજ વીર મેઘમાયા સ્મારક પાટણ ખાતે કુલ રૂ . ૮૧ કરોડથી વધુના ખર્ચે તૈયાર થનાર વિકાસ કામોનું ઈ-ખાતમુહૂર્ત સંપન્ન કરાયું હતું. કેન્દ્ર સરકારના પર્યટન અને સાંસ્કૃતિક રાજ્યકક્ષાના મંત્રી  પ્રહલાદ સિંહ પટેલઆ ઈ-લોકાર્પણ પ્રસંગે દિલ્હીથી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા હતા.

મુખ્યમંત્રી કહ્યું હતું કે, કોરોના મહામારી વચ્ચે પણ ગુજરાતે નવી વ્યવસ્થા ઊભી કરીને વિકાસ કામો આગળ વધાર્યા છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આહવાન જાન ભી હૈ, જહાન ભી હૈને ગુજરાતે પ્રાધાન્ય આપીને વિકાસની દિશા કોરોના સંક્રમણ વચ્ચે સાવચેતીરાખીને આગળ વધી રહ્યું છે. ગુજરાતની વિકાસ યાત્રા આપણે આગળ વધારી રહ્યા છીએ. આજે આપણે કેન્દ્રની પ્રસાદ યોજના હેઠળસોમનાથ ખાતે યાત્રાળુઓની ઉત્તમ સુવિધાઓ માટે રૂા. ૪૫ કરોડના ખર્ચે વિકાસ કામોના ઈ-લોકાર્પણ દ્વારા સોમનાથના વિકાસમાં નવુંપીછું ઉમેર્યું છે. આ ઉપરાંત જૂનાગઢમાં આવેલા ૯૦૦ વર્ષ જૂના ઐતિહાસિક ઉપરકોટના કિલ્લાનું સર્વાંગી વિકાસ કરવામાં આવશે. જેથી તેને વૈશ્વિકપ્રવાસન સ્થળોમાં સ્થાન મળશે. જૂનાગઢ ખાતે ગિરનાર રોપ-વે પણ આવનાર ચારેક માસમાં કાર્યરત થશે. જેથી આનું પ્રવાસન રીતેમહત્વ વધશે. આના પરિણામે સૌરાષ્ટ્રમાં બીચ, સિંહ દર્શન, ગિરનાર પર્વત, સોમનાથ અને દ્વારકા યાત્રાધામ સહિતની આખી ટુરિઝમસર્કીટ તૈયાર થશે તેમ મુખ્યમંત્રીએ કહ્યું હતું.

મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, બાલાસિનોરના રૈયાલિ ખાતે ડાયનાસોરનું વર્લ્ડ ક્લાસ મ્યુઝિમય તૈયાર થઈ રહ્યું છે. જેના પરિણામેવિશ્વના સંશોધકો અહીં ડાયનાસોરના અવશેષો ઉપર સંશોધન કરવા આવશે. કચ્છના ધોરડોમાં અંદાજે રૂ . ૧૦ કરોડના ખર્ચે પાર્કિંગ, રસ્તા, ભવ્ય ગેટ જેવા વિકાસ કામો હાથ ધરવામાં આવશે. જેથી તેનો વધુ વિકાસ થશે જેના પરિણામે કચ્છમાં પણ વિવિધ સ્થળો જેવાકે માતાના મઢ, ધોરડો, નારાયણ સરોવર, સ્મૃતિવન, વીર બાળ સ્મારકને જોડતી આખી પ્રવાસન સર્કીટ ઊભી થશે. કેવળ જ્ઞાની અનેગાંધીજીના આધ્યાત્મિક ગુરુ એવા મદ રાજચંદ્રના જન્મસ્થળ વવાણિયામાં પણ તેમના જન્મ ભુવનની પ્રતીક રૂપે સ્મારકને અંદાજે રૂ.૬કરોડના ખર્ચે વિકસાવવામાં આવશે. આ ઉપરાંત પાટણના લોકો માટે પીવાનું પાણી મળી રહે તે માટે પોતાનું બલિદાન આપનાર વીર મેઘમાયા સ્મારક ભવનનું રૂ.૩ કરોડનાવધુના ખર્ચે વિકસાવવામાં આવશે. આ સિવાય પણ આ સ્મારકના વિકાસ માટે જરૂ રી વધુ રકમ પણ ખર્ચ કરવામાં આવશે. આમ ગુજરાતે કોરોના જેવી મહામારીમાં પણ પોતાની વિકાસ યાત્રા સતત આગળ થપાવી છે. આ ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમુહૂર્ત પ્રસંગેમુખ્યમંત્રીએ તમામને શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવ્યા હતા.

ઈ-લોકાર્પણ પ્રસંગે કેન્દ્રીય મંત્રી પ્રહલાદ સિંહ પટેલે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ગુજરાત સરકારે સોમનાથ યાત્રાધામનો પ્રસાદયોજના અંતર્ગત યાત્રીઓ માટે ઝડપી અને સુવિધા યુક્ત વિકાસ કામો પૂર્ણ કરવા બદલ રાજ્ય સરકારનો આભાર માન્યો હતો. રાજ્યમાં આવેલી ધોળાવીરા અને લોથલ જેવી ઐતિહાસિક સાઈટના વિકાસ માટે રાજ્ય સરકારના સહયોગની સરાહના કરીનેગુજરાતની પ્રવાસનના વિકાસ માટેની પ્રતિબદ્ધતાને બિરદાવતા આ પ્રસંગે સૌને અભિનંદન આપ્યા હતા. આ પ્રસંગે પ્રવાસન મંત્રી ઝવેરભાઈ ચાવડાએ સ્વાગત પ્રવચન કર્યું હતું. જ્યારે પ્રવાસન નિગમના એમ.ડી.  જેનુ દવેને આભારવિધિ કરી હતી. આ વિવિધ ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમુહૂર્ત કાર્યક્રમમાં યાત્રાધામ વિકાસ મંત્રી  દિલીપભાઈ ઠાકોર, રાજ્યકક્ષાના પ્રવાસન મંત્રી વાસણભાઈ આહિર, રાજ્યકક્ષાના યાત્રાધામ વિકાસ મંત્રી મતી વિભાવરીબેન દવે, સાંસદ અને વીર મેઘમાયા ટ્રસ્ટના અધ્યક્ષ કિરીટભાઈ સોલંકી સહિત વિવિધ ઈ-લોકાર્પણ-ઈ-ખાતમુહૂર્ત સ્થળોએ સાંસદઓ, ધારાસભ્યઓ, પદાધિકારીઓ ઉપસ્થિતરહ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, જૂનાગઢ જિલ્લા ખાતે આવેલ ઉપરકોટ કિલ્લામાં અલગ-અલગ સ્ટ્રકચરનું ક્ધઝર્વેશન, રિસ્ટોરેશન, કિલ્લા ખાતેલાઈટ એન્ડ સાઉન્ડ શો તતા અન્ય પ્રવાસી લગતી સુવિધાઓનો રૂ.૪૫ કરોડના ખર્ચે વિકાસ કરવામાં આવશે. કચ્છના ધોરડોમાં સફેદ રણ ખાતે પર્યટકોને ધ્યાનમાં રાખી રૂ.૧૦ કરોડના ખર્ચે પ્રવાસન નિગમ દ્વારા પ્રવાસીઓને રણમાં લઈ જવા માટે અને પાર્કિંગ સહિત વિવિધ સુવિધાઓનું આયોજન કરવામાં આવશે. રૈયોલિ, બાલાસિનોર ખાતે પ્રવાસન નિગમ દ્વારા રૂ.૧૮ કરોડનાખર્ચે અદ્યતન ટેક્નોલોજીથી સજ્જ ડાયનાસોર મ્યુઝિયમ ફેઝ-૨નું નિર્માણ કરવામાં આવશે. આ ઉપરાંત મોરબી જિલ્લાના વવાણિયાખાતે મદ્ રાજચંદ્રજીના જન્મ ભુવનની પ્રતિકૃતિરૂપ સ્મારક ભવનની વિવિધ પ્રવાસનને લગતી સુવિધાઓ માટે અંદાજિત રૂ ૬ કરોડથીવધુના વિકાસ કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.