Abtak Media Google News

રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત રાજકોટ પ્રાણી ઉદ્યાનનો સેન્ટ્રલ ઝૂ ઓથોરેટી ઓફ ઇન્ડીયાના માર્ગદર્શન મુજબ આધુનીક ઢબે વિકાસ કરાતા રાજકોટ ઝૂ હાલ સૌરાષ્ટ્રનાં પ્રવાસીઓ માટે ફરવા માટેનું ખુબજ ઉત્તમ સ્થળ બની ગયેલ છે. જાહેર રજા તથા તહેવારોના દિવસો દરમિયાન ઝૂ ખાતે મોટી સંખ્યામાં મુલાકાતીઓ પાર્કની મુલાકાતે પધારતા હોય છે. દર વર્ષે અંદાજિત 7.50 લાખ મુલાકાતીઓ ઝૂની મુલાકાતે પધારતા હોય છે.

2021ની તુલનાએ ડીસેમ્બર-2022માં પ્રવાસીઓમાં વધારો: 53 હજારથી વધુ મુલાકાતીએ વિઝીટ કરી

વન્યપ્રાણી વિનીમય યોજના હેઠળ રાજકોટ ઝૂ દ્વારા ભારતના અન્ય ઝૂ પાસેથી જુદી જુદી પ્રજાતીઓના પ્રાણી-પક્ષીઓ મેળવી ઝૂનો વિકાસ કરવામાં આવે છે. ડિસેમ્બ્ર-2022 દરમિયાન 53,086 મુલાકાતી 5ધારતા રાજકોટ મહાનગરપાલિકાને રૂા.13,10,950/-ની આવક થયેલ છે. જેમાંથી 9,833 સ્કૂલ-કોલેજના વિદ્યાર્થીઓ પ્રવાસ અર્થે પધારેલ છે. ગત ડિસેમ્બર-2021 દરમિયાન ઝૂ ખાતે 44,073 મુલાકાતી 5ધારતા રાજકોટ મહાનગરપાલિકાને રૂા.12,03,290/-ની આવક થયેલ હતી તેમ મેયર ડો. પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ, મ્યુનિ. કમિશનર અમિત અરોરા અને બાગબગીચા અને ઝૂ સમિતિના ચેરમેન અનીતાબેન ગોસ્વામીએ સંયુક્ત યાદીમાં જણાવ્યું હતું.

ડિસેમ્બર-2022, મુલાકાતીઓની વિશેષ સંખ્યા

દર વર્ષે દિવાળી વેકેશન પુર્ણ થતા સ્કુલ કોલેજો શરૂ થતાં જ ઝૂ ખાતે શાળા-કોલેજમાંથી વિદ્યાર્થીઓના પ્રવાસ શરૂ થઇ જાય છે. ઝૂ ખાતે રાજકોટ શહેર ઉપરાંત ગ્રામ્ય વિસ્તાર અને તાલુકા કક્ષાએથી મોટી સંખ્યામાં સ્કુલ-કોલેજના વિદ્યાર્થીઓ પ્રવાસ અર્થે ઝૂની મુલાકાતે પધારે છે.

મેયર ડો.પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન પુષ્કર પટેલ, મ્યુ.કમિશનર અમિત અરોરા અને બાગ બગીચા ઝૂ સમિતિના ચેરમેન અનીતાબેન ગૌસ્વામીએ જાહેર કર્યા આંકડા

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પણ સ્કુલ-કોલેજના બાળકો માટે પ્રવેશ દરમાં 50% ક્ધસેશન આ5વામાં આવે છે. એટલે કે પ્રવાસ દરમિયાન આવતા સ્કુલ-કોલેજના બાળકો ઉપરાંત સાથે આવેલ શિક્ષકો પાસેથી ફકત રૂા.05.00 પ્રવેશ શુલ્ક વસુલવામાં આવે છે. સામાન્ય રીતે રવિવાર અને તહેવારના દિવસો દરમિયાન પાંચ હજારથી પણ વધુ મુલાકાતીઓ પાર્કની મુલાકાતે 5ધારે છે.

હાલ ઝૂ ખાતે જુદી જુદી 60 પ્રજાતિઓનાં કુલ-521 વન્યપ્રાણી-પક્ષીઓ મુલાકાતીઓ માટે પ્રદર્શિત કરવામાં આવે છે. રાજકોટ પ્રાણી ઉદ્યાનનો આધુનીક ઢબે વિકાસ કરાતા મુલાકાતીઓની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો થયેલ છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.