Abtak Media Google News

આગામી 16 જૂનથી 4 મહિના અભયારણ્ય પ્રવાસીઓ માટે બંધ

રણ સિવાય વિશ્વમાં ક્યાંય ન જોવા મળતા ઘૂડખર અભયારણ્ય વિસ્તારમાં કાળઝાળ ગરમી અને કમોસમી માવઠાથી પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. ત્યારે આગામી તા.16 જૂનથી ચાર મહિના અભયારણ્ય પ્રવાસીઓ માટે બંધ રહેવાનું હોવા છતાં હાલમાં પ્રવાસીઓની સંખ્યા નોંધપાત્ર ઘટી છે.

રણ સિવાય વિશ્વમાં ક્યાંય ન જોવા મળતા દુર્લભ ઘૂડખર અને વિદેશી નયનરમ્ય પક્ષીઓના ઝુંડ પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બને છે. કચ્છના નાના રણમાં વિદેશી નયનરમ્ય પક્ષીઓની સંખ્યા 350%ના વધારા સાથે 351196 સુધી પહોંચી છે. જ્યારે દુર્લભ ઘૂડખરો પણ 37%ના વધારા સાથે 6082એ પહોંચ્યા છે. બીજી બાજુ રણની મુલાકાતે આવતા પ્રવાસીઓમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે.

કચ્છના નાના રણમાં છેલ્લે 2019માં કરાયેલી પક્ષી ગણતરીની સંખ્યા 351196 સુધી પહોંચી હતી. એ જ રીતે રણ સિવાય વિશ્વમાં ક્યાંય ન જોવા મળતા દૂર્લભ ઘૂડખરની સંખ્યા સને 2014માં 4451 નોંધાઇ હતી. જે છેલ્લે અભયારણ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડામાં આ સંખ્યા 37%ના વધારા સાથે 6082એ પહોંચવા પામી હતી.

ઘૂડખર અભયારણ્ય વિસ્તારમાં કાળઝાળ ગરમી અને કમોસમી માવઠાથી પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો હોવાનું ખુદ અભયારણ્ય વિભાગે જણાવ્યું છે. કારણે રણમાં એકબાજુ અસહ્ય બફારા વચ્ચે કાળઝાળ ગરમી અને કમોસમી માવઠાના લીધે અભયારણ્ય વિસ્તારમાં આવનજાવનનો રસ્તો બંધ થતાં પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.