- PSS યોજના હેઠળ APMC કેન્દ્ર પરથી ટેકાના ભાવે તુવેર ખરીદીનો પ્રારંભ
- APMC અને તાલુકા સંઘના ચેરમેન દિ૫ક માલાણીના હસ્તે તુવેર ખરીદી કેન્દ્રનો પ્રારંભ
- પ્રતિ મણ રૂ 1510ના ભાવથી ખરીદી કરાઇ
સાવરકુંડલા : સરકારશ્રીની પી.એસ.એસ. યોજના હેઠળ ટેકાના ભાવથી મગફળી, મગ, અડદ, ચણા, તુવેર, સોયાબિન વિ. ની ખરીદી કરવામાં આવે છે. તે મુજબ ટેકાના ભાવથી તુવેર ખરીદવાનું સરકાર દ્વારા નકકી કરવામાં આવતા તે માટે પ્રસ્થાપિત સિસ્ટમથી ખરીદી કરવાની નીતી અન્વયે ભારત સરકારની નોડલ એજન્સી-નાફેડ અને રાજયની નોડલ એજન્સી ગુજરાત સ્ટેટ કો-ઓ૫. માર્કેટીંગ ફેડરેશન લી. (ગુજકોમાસોલ)ને રાજયના મોટા ભાગના જીલ્લામાં ખરીદી કરવાની કામગીરી સોંપેલ છે. તે અંતર્ગત ગુજકોમાસોલના ચેરમેન અને રાષ્ટ્રીય ક્ષેત્રે સહકારી નેતૃત્વ સંભાળી રહેલા માનનિય દિલી૫ સંઘાણીના માર્ગદર્શન નીચે ગુજકોમાસોલ તરફથી વિવિઘ કેન્દ્રો મંજુર કરી ખરીદી કરવામાં આવશે.
જે મુજબ સાવરકુંડલા કેન્દ્ર માટે તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘને મંજુરી મળતા આજ રોજ સાવરકુંડલા APMC કેન્દ્ર ખાતે સાવરકુંડલા APMC અને તાલુકા સંઘના ચેરમેન દિ૫ક માલાણીના વરદ હસ્તે ટેકાના ભાવથી તુવેર ખરીદી કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં આજ રોજ ત્રણ ખેડુત મુકેશ ડોબરીયા-જેજાદ, હસમુખ મુંજ૫રા –કૃષ્ણગઢ અને જીવન જયાણી-ગાઘકડાની તુવેર ટેકાના ભાવથી ખરીદી કરવામાં આવી હતી.
જેમાં સરકાર દ્વારા એક હેકટરે 60 મણ લેખે 200 મણ સુઘી પ્રતિમણ રૂા.1510/- ના ભાવથી ખરીદી કરવાનો નીતી વિષયક નિર્ણય કરેલ છે. આ પ્રસંગે APMC સાવરકુંડલાના વા. ચેરમેન મહેશ લખાણી, નગર પાલીકા પ્રમુખ મેહુલ ત્રીવેદી, જિલ્લા ભાજ૫ ઉપાઘ્યક્ષ શરદ પંડયા, તાલુકા ભાજ૫ પુર્વ પ્રમુખ જીવન વેકરીયા, શહેર ભાજ૫ પુર્વ પ્રમુખ પ્રવીણ સાવજ, APMC ડીરેકટર જસુ ખુમાણ, કલ્પેશ ઠુંમર, વેપારી મનુ પો૫ટ, મનુ સાવલીયા, ગુજકોમાર્શોલના અધીકારી, હેનીસરામાણી સહીત વેપારી મિત્રો, સહકારી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ ખરીદીનો શુભારંભ કરાવવાની વ્યવસ્થા માટે તાલુકા સંઘના કર્મચારી સતીષ મહેતા, ભાવેશ સંધાણી અને સ્ટાફગણ, તેમજ APMCના સેક્રેટરી જે.વી.માલાણી અને સ્ટાફગણે સહીયારી જહેમત ઉઠાવી હતી.
અહેવાલ : અરમાન ધાનાણી