Abtak Media Google News

રાજકોટ યાર્ડમાં દરરોજ સરેરાશ ૧૨૦૦ ક્વિન્ટલ આવક: પ્રતિમણ રૂ. ૨૬૦થી ૪૫૦ સુધીના ભાવ

ચાલુ વર્ષે અતિવૃષ્ટિને પગલે ખેડુતોનો ડુંગળીનો પાક બગડી જવા પામ્યો હતો. જે સમયગાળા દરમ્યાન ડુંગળીના પાકની વાવણી, લલણી થાવી જોઈએ તેમાં આ વર્ષે અતિવૃષ્ટિથી મોડુ થયું છે.

છેલ્લા થોડા દિવસથી રાજકોટ શાકભાજી યાર્ડમાં નવી ડુંગળી આવક શરૂ થવા પામી છે. નવી ડુંગળીની આવક શરૂ થતા ભાવોમાં સતત ઘટાડો થઈ રહ્યા છે. સુત્રોમાથી મળતી વિગત મુજબ રાજકોટ શાકમાજી યાર્ડમાં દરરોજ સરેરાશ ૧૨૦૦-૧૨૫૦ કિવન્ટલની આવક થઈ રહી છે. હાલ ડુંગળીના પ્રતિમણ (૨૦ કિલો)નરા ભાવ રૂા. ૨૬૦-૪૫૦ સુધીના બોલાય રહ્યા છે. રાજકોટ માર્કેટ યાર્ડમાં રાજકોટ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી નવી ડુંગળી આવક ચાલુ થઈ છે. તેમજ હજુ આવક વધવાની સાથે ભાવોમાં સતત ઘટાડો થવાનું જાણવા મળ્યું છે.

ચાલુ વર્ષે અતિવૃષ્ટિને પગલે મોટાભાગનો ડુંગળીનો પાક નિષ્ફળ ગયો હતો જોકે ઘણા ખેડુતોએ ડુંગળીનું ફેર વાવેતર કરી સમયગાળા કરતા મોડો પાક લીધો છે. હાલ ડુંગળીનો જેમ જેમ પાક તૈયાર થઈ રહ્યો છે તેમ તેમ રાજકોટ માર્કેટ યાર્ડમાં નવી ડુંગળીની આવક થઈ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.