Abtak Media Google News

ત્રણ દાયકામાં ગીધની સંખ્યા ચાર કરોડથી ઘટીને ચાર લાખે પહોંચી ગઇ !

ગીધના અસ્તિત્વને ટકાવી રાખવા માટે પર્યાવરણનું સંતુલન ખૂબ જ જરૂરી

પ્રકૃતિ માટે કુદરતી સફાઇ કામદારની ભૂમિકા અને શબના કુદરતી નિકાલ માટે અતિ આવશ્યક એવા ગીધનો અસ્તિત્વ પર્યાવરણના સંતુલન માટે ખુબ જ જરુરી છે. પર્યાવરણના સફાઇ કામદાર એવા ગીધનું ભારતમાં અસ્તિત્વ જોખમમાં મુકાઇ ગયું હોય તેમ એક જમાનામાં ચાર કરોડ જેટલી સંખ્યામાં વસ્તા ગીધની સંખ્યા ત્રણ દાયકામાં સતત ધટીને અતયારે ૪ લાખ સુધી પહોંચી ગઇ હોવાનું પર્યાવરણ મંત્રી પ્રકાર જાવેડકરે જણાવ્યું હતું.

ભારતમાં જંતુનાશક દવાઓ અને પ્રસ્ટ્રીસાઇડના કારણે મૃત પશુઓના ઝેરી માંસ ખાવાથી ગીધના મૃત્ય થાય છે. અને આ રીતે ચાર કરોડમાંથી ગીધની વસ્તી ધટીને ચાર લાખ થઇ ગઇ છે. અમે ગીધની વસ્તી વધારવા માટે અને ગીધની પ્રજાતિ સુધારવા માટે આવશ્યક પગલા લઇ રહ્યા છીએ.

પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવેડકરે સંયુકત રાષ્ટ્ર મહાસંઘની COP/૧૩ ની વિચરતી પ્રજાતિઓ અને પશુ પક્ષીઓના સંરક્ષણ સંવર્ધન અંગેના તમામ પ્રયાસો ચાલી રહ્યા છે. પશુઓની સારવાર માટે વાપરવામાં આવતા ડાયરોફેમાક દવા મૃત પશુઓનું ભક્ષણ કરનાર ગીધ માટે જીવલેણ  સાબીત થાય છે.

7537D2F3 8

વિશ્ર્વના ૧૩૦ દેશોના પ્રતિનિધિઓ પશુ સર્વધક સરક્ષકો અને વન્યજીવ સ્વરક્ષણ માટે કામ કરતી આંતરરાષ્ટ્રીય સંસ્થાના પ્રતિનિધિઓની વિશેષ ઉપસ્થિતિમાં યોજાઇ રહેલ COP/૧૩ માં ગીધ સર્વધનનો મુદ્દો ચર્ચાનો મુખય કેન્દ્ર છે.

વન્યજીવન સૃષ્ટિ સરક્ષણ વાદીઓએ લાંબા સમયથી પશુઓ માટે વપરાતી ડાયકલોફેનિક આ દવા માત્ર તામિલનાડુમાં જ પ્રતિબંધ છે ૧૭મી ફેબ્રુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વીડીયો કોન્સફરન્સથી ગાંધીનગર માં યોજાનારી  COP/૧૩  સેમીનારનું ઉદઘાટન કરવામાં આવશે.

ક્ધવેનશન ક્ધઝવેશન ઓફ માઇગ્રેટી સ્પાઇઝ ઓફ વાઇલ્ડ એનિમલ, સી.એમ.એસ. એટલે કે જંગલી પશુઓની વિચરતી પ્રજાતિઓના સંરક્ષણ સર્વધન માટેની  સી.એમ.એસ. ની પ્રવૃતિ વિશ્ર્વની લુપ્તતાને આરે આવેલી પ્રજાતિઓના રક્ષણ સર્વધન માટે કાર્યરત છે.

ભારતમાં એક જમાનામાં ૪ કરોડ ગીધની વસ્તી હતી અત્યારે ત્રણ દાયકામાં આ વસ્તી ધટીને ૪ લાખ  સુધી સિમિત બની ગઇ છે. ગીધ માટે પશુઓને આપવામાં આવતી ડાયકલોફેનિક દવા ગીધ માટે ઘાતક પુરવાર થાય છે. ગીધને બચાવવા હોય તો તામિલનાડુની જેમ દેશભરમાં પશુઓની સારવાર માટે વાપરવામાં આવતી ડાયકલોફેનિક દવા પર સઁપૂર્ણ પ્રતિબંધ મુકવો પડશે.

ગીધના અસ્તિત્વને ટકાવી રાખવા માટે પર્યાવરણનું સંતુલન ખૂબ જ જરૂરી છે. ગીધને કુદરતી સફાઇ કામદાર માનવામાં આવે છે.ગીધની સંખ્યામાં ઘટાડો થતા વિશ્ર્વભરમાં વાહક જન્ય એટલે કે જે રોગ હવાથી ફેલાય છે તેમાં ખૂબ જ મોટો વધારો થયો છે. આ માનવ જીવનને તંદુરસ્ત રાખવા માટે ગીધ ખૂબ જ આવશ્યક છે એક સમયે ગીધની સંખ્યા માત્ર ભારતમાં જ ૪ કરોડ જેટલી હતી. પરંતુ પર્યાવરણનું સંતુલન ખોરવાતા અને જંતુનાશક દવાઓના બેફામ ઉપયોગના કારણે આજે ભારતમાં માત્ર ૫ લાખ ગીધ બચ્યા છે. મૃત પશુઓના ઝેરી માંસ ખાવાથી ગીધની સંખ્યા ઘટી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.