Abtak Media Google News

રાજકોટમાં એક રાતમાં શહેરના ૪ સહિત ૧૦ દર્દીઓના કોરોનાએ ભોગ લીધો

સૌરાષ્ટ્રમાં દિન પ્રતિદિન વધતી જતી કોરોનાની મહામારી વધતા હાલત વધુ કફોડી થતી જાય છે. સૌરાષ્ટ્ર કોરોનામાં હોટસ્પોટ ટ્રેકફ વળી રહ્યું હોય તેમ વધુ ૨૨૭ કેસ પોઝિટિવ અને ૨૦ દર્દીઓના વાયરસે ભોગ લીધો છે.

જ્યારે રાજકોટ શહેરમા એક રાતમાં ન હોસ્પિટલમાં સિટી વિસ્તારમાં ૪ સહિત કુલ ૧૦ દર્દીઓએ દમ તોડ્યો છે. દેશની સાથો સાથ સૌરાષ્ટ્રમાં કફોડી પરિસ્થિતિ થતા ચિંતાનો વ્યાપ વધ્યો છે.

સૌરાષ્ટ્રમાં અનેક જિલ્લાઓમાં કોરોના બેકાબુ બન્યો છે. વર્તમાન સમયમાં માત્ર પોઝિટિવ કેસ જ નહીં પરંતુ મૃત્યુ આંક પણ વધતા જોવા મળી રહ્યા છે. ગઈ કાલે સૌરાષ્ટ્રમાં રાજકોટ, જામનગર, જૂનાગઢ, મોરબી અને ભાવનગર સહિતના જિલ્લામાં પોઝિટિવ કેસની સાથે કોરોનાગ્રસ્ત દર્દીઓના મોત ની સંખ્યા પણ બેકાબુ બની છે.

રાજકોટમાં ગઈ કાલે શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં વધુ ૮૪ પોઝિટિવ કેસ નોંધાયા હતા. અને એક જ રાતમાં રાજકોટનાં રાશિકાન્તભાઈ ચમનભાઈ બારભાયા (ઉ.વ.૬૫), બાનુબેન ઇશાભાઈ ભાડુલા (ઉ.વ.૬૦), છેલાભાઈ વજુભાઇ પરમાર (ઉ.વ.૬૧) અને  અશોકભાઈ નાનજીભાઈ સારીયા (ઉ.વ. ૬૧) શહેરી વિસ્તારમાં મોત નિપજ્યા છે. જ્યારે બહારગામના સારવાર લેતા ગોંડલના હમીદાબેન કાસમભાઈ હાડા (ઉ.વ.૬૦), પડધરીના રહિમાબેન ગનીભાઈ માંડલીયા (ઉ.વ.૬૫), વિજયાબેન જેન્તીભાઈ કામરીયા (ઉ.વ.૪૯), ધ્રાંગધ્રાના દિલીપભાઈ ચંદ્રકાંતભાઈ દવે (ઉ.વ. ૬૧), થાનગઢના કાથડભાઈ વસ્તુરભાઈ ધાંધલ (ઉ.વ.૬૦) અને ટંકારાના શૈલેષભાઇ જાદવ(ઉ.વ.૩૮) નું અત્રે ચાલુ સારવારમાં મોત નિપજ્યું હતું. અન્ય જિલ્લામાં પણ કોરોનાનો ફફડાટ વધી રહ્યો છે. જામનગર જિલ્લામાં છેલ્લા બે દિવસમાં વધુ ૬ દર્દીઓના કોરોનાએ ભોગ લીધા છે. અને વધુ ૧૮ પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે જૂનાગઢમાં પણ કોરોના કાળમુખો બનતો રહ્યો હોય તેમ વધુ ૨ દર્દીઓના મોત અને વધુ ૧૭ પોઝિટિવ કેસ નોંધાયા છે. મોરબી જિલ્લામાં પણ ગઈ કાલે ૩ દર્દીઓએ સારવારમાં દમ તોડ્યો છે. અને વધુ ૧૪ પોઝિટિવ કેસ નોંધાયા છે.

રાજ્યમાં કોરોનાની મહામારી માં સૌથી આખરેમાં કોરોનાની ઝપટે ચડેલા અમરેલી પંથકમાં પણ કોરોના પરિસ્થિતિ હવે વકરતી જાય છે. અમરેલી જિલ્લામાં અનલોકની પ્રક્રિયા બાદ પોઝિટિવ કેસની સાથે મૃત્યુ આંક પણ બેફામ વધતો રહ્યો છે. ગઈ કાલે વધુ ૧૫ પોઝિટિવ કેસ નોંધાતા લોકોમાં ચિંતાનો વ્યાપ વધી રહ્યો છે.  તો બીજી તરફ ઝાલાવાડ પંથકમાં પણ કોરોનાના વધુ ૧૩ કેસ નોંધાયા છે. ભાવનગરમાં વધુ ૪૭ કોરોનાગ્રસ્ત જાહેર થયા છે અને એક દર્દીનું મોત નિપજ્યું છે. દ્વારકા અને પોરબંદર માં પણ વધુ ૪-૪ પોઝિટિવ કેસ નોંધાયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.