Abtak Media Google News

13 દિવસ બાદ ગુજરાતમાં 20ની અંદર મોત નોંધાયા: 225 દર્દીની હાલત નાજુક

ગુજરાતમાં કોરોનાની થર્ડ વેવ પુર્ણાહુતી તરફ જઈ રહી હોય તેમ એક માસ બાદ હવે પોઝિટિવ કેસની સંખ્યા 4 હજારની નીચે નોંધાઈ છે. તો બીજી તરફ હવે 20 દિવસ બાદ હવે મૃત્યુઆંક પણ 20ની નીચે ગઈ છે. જ્યારે હજુ 225 દર્દીઓ વેન્ટિલેટર પર સારવાર લઈ રહ્યા છે.

રાજ્યમાં સતત ચાર દિવસથી કોરોનાના નવા કેસ ઘટાડો થઈ રહ્યો છે. રાજ્યમાં 24 કલાકમાં 3897 નવા કેસ નોંધાયા છે. એક મહિના બાદ રાજ્યમાં 4 હજારથી ઓછા કેસ નોંધાયા છે. જ્યારે 19 દર્દીના મોત થયા છે. આજે 10,273 દર્દી સાજા થયા છે. જ્યારે રાજ્યનો રિકવરી રેટ વધીને 95.39 ટકા થઈ ગયો છે. જોકે સતત એક સપ્તાહથી નવા કેસ 10 હજારથી ઓછા નોંધાયા છે. તેમજ વેન્ટિલેટર પરના 225 દર્દીની સારવાર ચાલતી હોવાથી તેમની હાલત નાજુક જણાઈ રહી છે.

રાજ્યમાં નોંધાયેલા કેસમાંથી અમદાવાદમાં 1288 કેસ, વડોદરામાં 980 કેસ, સુરતમાં 284 કેસ, મહેસાણામાં 186 કેસ અને ગાંધીનગરમાં 167 કેસ નોંધાયા છે. અમદાવાદ શહેરમાં 6, વડોદરા શહેરમાં 4 મોત થયાં છે. જ્યારે સુરત જિલ્લામાં 2 મોત નોઁધાયા છે. તો વડોદરા, સુરત શહેર, રાજકોટ શહેર, રાજકોટ, ભાવનગર શહેર, અમદાવાદ અને ભાવનગર જિલ્લામાં 1-1 મોત નોઁધાયું છે. 5 જિલ્લા અને 5 મહાનગરમાં મોત નોઁધાયા છે. જ્યારે 28 જિલ્લા અને 3 મહાનગરમાં એકપણ મોત થયું નથી.

તો બીજી હક્વે સૌરાષ્ટ્રમાં પણ કોરોનાની થર્ડ વેવ હળવી થઈ છે. જેમાં રાજકોટ, ભાવનગર, જામનગર અને જૂનાગઢમાં કોરોના કેસ અને મૃત્યુદરમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. તો ગુજરાતમાં એકમાત્ર બોટાદ જિલ્લામાં કોરોનાનો ગઈ કાલે એકપણ કેસ ન નોંધાતા ભારે રાહતના સમાચાર માડી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.