Abtak Media Google News
  • ટેક સ્ટાર્સ સ્ટાર્ટઅપ આયોજીત પીડીપીયુ યુનિવર્સિટી ગાંધીનગર ખાતે નોન સ્ટોપ  54 કલાકની સ્પર્ધામાં છાત્રોએ અદભૂત ડિવાઈઝ બનાવ્યું: ફિઝિકસ ભવનના ચિંતનભાઈ પંચાસરા અને ડો.મનન ગલની તેજસ્વી સિધ્ધિ, આત્મનિર્ભર ભારત તરફની ઉડાન
  • હૃદયરોગ અને જટિલ રોગોની માહિતી દરેક સેક્ધડે નિષ્ણાત ડોકટરને મળી રહે અને વિજાણુ શાસ્ત્રના ગેજેટથી સારવાર આપી શકાય તેવી સિસ્ટમ પણ તૈયાર કરાઈ

ભારત સ્ટાર્ટઅપ અને ઈનોવેશન દ્વારા અનેકવિધ ક્ષેત્રે દિવસેને દિવસે પ્રગતિ કરી રહ્યું છે. આરોગ્યથી માંડીને એજ્યુકેશન, ફાઇનાન્સ થી લઈને ખેતી સુધી ભારતીય સ્ટાર્ટ અપ પારંપરિક ઉદ્યોગમાં ક્રાંતિ લાવી રહ્યા છે. આવા સ્ટાર્ટ અપ અને ઇનોવેશનને પ્રોત્સાહિત કરવાના હેતુસર ગાંધીનગર ખાતે સળંગ ત્રણ દિવસ (54 કલાક) નો કાર્યક્રમ ટેકસ્ટાર્સ સ્ટાર્ટઅપ વીકેન્ડ યોજવામાં આવ્યો હતો. જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ભૌતિક શાસ્ત્ર ભવનના સંશોધકોએ તેમના ઇનોવેશન દ્વારા વજ્ઞક્ષજ્ઞફિિુ પુરસ્કાર મેળવ્યો હતો.

ટેકસ્ટાર્સ સ્ટાર્ટઅપ વીકેન્ડનું આયોજન આંતરરાષ્ટ્રીય સ્ટાર્ટઅપ કમિટી દ્વારા કરવામાં આવ્યું હતું જે સળંગ 54 કલાક સુધી ચાલ્યું હતું. આ કાર્યક્રમ માટે લજ્ઞજ્ઞલહય ફોર્મ ના માધ્યમથી 100 ઉપરાંત વિદ્યાર્થીઓનું ચયન કરવામાં આવ્યું હતું. ટેકસ્ટાર્સ સ્ટાર્ટઅપ વીકેન્ડમાં વિદ્યાર્થીઓ પોતાનું નવું સ્ટાર્ટઅપ વિકસાવી શકે અને બધાની સામે મૂકી શકે તે પ્રકારની વ્યવસ્થા હતી. એક ટીમમાં સાથે મળીને વિદ્યાર્થીઓ પોતાના વિચારને અનુરૂપ પ્રોટોટાઈપિંગ કરી, બિઝનેસ મોડલ બનાવી, આ મોડલ માર્કેટમાં કેવી રીતે મૂકી શકાય તે અંગે વિચારણા તેમજ ચકાસણી કાર્યક્રમ દરમિયાન જ કરે તે પ્રકારના લક્ષ્ય સાથે આ કાર્યક્રમ યોજાયો હતો. આ 54 કલાક દરમિયાન ટીમને પ્રોટોટાઈપ બનાવવા જરૂરી અદ્યતન મશીનરી, સાધનો, વસ્તુઓ વગેરે ઉપલબ્ધ કરાવવામાં આવ્યું હતું. ઉપરાંત ટીમ્સને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવા માટે 25 જેટલા નિષ્ણાતો-મેન્ટર્સ હાજર હતા.

આ 100થી વધુ વિદ્યાર્થીઓને 19 ટીમમાં (દરેક ટીમમાં 6) વહેંચી, દરેક ટીમ્સને પોતાનું મોડલ કાર્યક્રમના અંતે ભારતભરમાંથી આવેલા ઇન્વેસ્ટર્સ અને જૂરી મેમ્બર સમક્ષ રજૂ કરવાનું હતું. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ભૌતિક શાસ્ત્ર ભવનના વિદ્યાર્થીઓ મનન ગલ અને ચિંતન પંચાસરા ની ટીમે (સાથે અન્ય ચાર વિદ્યાર્થીઓ) લાઈફ બેન્ડ નું પ્રોટોટાઈપ બનાવ્યું હતું. આ લાઈફ બેન્ડ એ ઘડિયાળની જેમ હાથ પર પહેરી શકાય તે પ્રકારનું એક સલામતી બેન્ડ છે. આ બેન્ડ રાસાયણિક ઉદ્યોગો અને ખાણોમાં કામ કરતા કામદારો, પોસ્ટ ઓપરેટિવ દર્દીઓ, તરવૈયાઓ અને બીચ વિસ્તારની મુલાકાત લેતા મુલાકાતીઓ દ્વારા હવાની ગુણવત્તાની લીધે થતી સમસ્યાઓના નિરાકરણના હેતુથી બનાવવામાં આવ્યું હતું. દરેક જગ્યાએ પર્સનલ હેલ્થ મોનિટરિંગ હાલ ક્યાંય પણ ઉપલબ્ધ નથી. રાસાયણિક ઉદ્યોગોમાં ગેસ લીકેજની સમસ્યા ખૂબ મોટી છે, જેમાં ઘણા કામદારો પોતાના જીવ સુધા ગુમાવી બેસે છે. આ બેન્ડ હાથમાં પહેરી શકાય તેવું ઇલેક્ટ્રોનિક ડિવાઇસ છે જે અધ્યતન ટેકનોલોજીથી જેવી કે જીપીએસ, ઓક્સિમીટર વગેરેથી સજ્જ છે. ઉપરાંત કામદારોની બધી જ વિગત તેમના સુપરવાઇઝર સુધી પહોંચી રહે તે માટે ૠજખ મોડ્યુલ દ્વારા ઇન્ટરનેટની સુવિધા વગર જ માહિતી બીજી જગ્યાએ પહોંચી શકે તેવી સુવિધા ધરાવે છે. ઉપરાંત આ લાઇફ બેન્ડમાં  ઈમરજન્સી બટન છે જે દબાવવાથી બહારની વ્યક્તિને જાણ થઈ શકે છે અને મદદ મળી શકે. અમુક જોખમી ગેસનું પ્રમાણ અચાનક વધી જતા આ લાઇફ બેન્ડ વાઇબ્રેશન એલર્ટ આપે છે જેથી વ્યક્તિ યોગ્ય સમયે પોતાનો બચાવ કરી શકે. આ ઉપરાંત હૃદય રોગના ઓપરેશન બાદ દર્દીની સંભાળ ખૂબ જરૂરી હોય છે. આ લાઇફ બંધની મદદથી ડોક્ટર દૂરથી જ ઘણા બધા દર્દીઓનું નિરીક્ષણ કરી શકે છે . આમ આ લાઈફ બેન્ડ એ એક સમાજ ઉપયોગી ઇનોવેશન છે. આ ઇનોવેશનને ટેકસ્ટાર્સ સ્ટાર્ટઅપ વીકેન્ડમાં વજ્ઞક્ષજ્ઞફિિુ પુરસ્કાર મળ્યો હતો. આના ભાગરૂપે વિજેતા ટીમને પોતાનો વિચાર માર્કેટ સુધી પહોંચાડવામાં અને આગળ વધવા માટેની જરૂરી સુવિધા અને માર્ગદર્શન સતત મળતું રહેવાની જાહેરાત પણ કરાઈ છે. મનન ગલ અને ચિંતન પંચાસરાની આ સિદ્ધિ બદલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર કમલસિંહ ડોડીયા, કુલ સચિવ ડોક્ટર રમેશભાઈ પરમાર અને અને ભૌતિક શાસ્ત્ર ભવનના અધ્યક્ષ પ્રો. નિકેશ શાહ, પ્રધ્યાપકો ડો. પિયુષ સોલંકી, ડો. ડેવિટ ધ્રુવે વિગેરે એ શુભકામના પાઠવી હતી.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.