Abtak Media Google News

તમામ શૈક્ષણિક રમકડાં બાળકની કલ્પનાશક્તિને ઉતેજન આપવા સાથે સમાજમાં સરળ પ્રત્યાયન કૌશલ્ય અને ક્રિયાઓને શિખવે છે: ચોકકસ વયે બાળકને યોગ્ય રમકડાં આપીને તેનો સર્વાંગી વિકાસ કરી શકાય 

બાળક સાથે બચપણને બચપણ સાથે રમકડાં જોડાયેલા છે. આદિકાળથી રમકડાનું મહત્વ ચાલતું આવ્યું છે. માટીના પછી લાકડાને પછી પતરા, લોખંડ, પ્લાસ્ટીક, રબ્બર વિગેરેના રમકડા આવવા લાગ્યા. બાળક જન્મે કે તેના કલરફૂલ ઘોડીયામાં ચકલા-પોપટને રંગબેરંગી ઘુઘરા સાથે ગોળ ગોળ ફરતા ઘુઘરા ઓપણે સૌએ જોયા છે ને ખુદ રમ્યા પણ છીએ. નાનકડી આંખો-કાન તો અવાજો, સંગીત, આકારો સાથે રંગેબેરંગી કલરો જોઇને મંદ મંદ હાસ્ય કરે છે. ત્યારે ધરતી પર સ્વર્ગ ખડું થઇ જાય છે. નાનકડા બાળકને રમવું અને ઊંઘ કરવી આ બે સિવાય કશું જ કરવાનું નથી હોતું.

દરેક બાળક સાથે પુથ્વી પર વસતાં તમામ બાળકને રમકડાં જરૂરી છે. આ રમકડાં ને કારણે તે ઝડપથી વિકાસ પાસે છે. આ અવસ્થામાં નાનકડું બાળક દર સેક્ધડે નવું નવું શિખે છે તેની આ રસપ્રદબાબતમાં મા બાપે તેની કાળજી સાથે આહાર ઉછેર બાબતે ધ્યાને રાખવું જરૂરી છે. આ રમકડાં જ બાળકોની ક્ષિતિજ ને વિસ્તૃત કરે છે. વિવિધ રમકડાંને કારણે તેનો માનસિક વિકાસ થાય છે. બાળ રમકડાંને કારણે તેમની દૃષ્ટિ અને શ્રવણ શક્તિનો વિકાસ સાથે સ્પર્શેન્દ્રિય લાગણીનો વિકાસ થાય છે.મે તમે અને આપણે સૌએ એ જોયુ હશે કે બાળકો રમકડાં સાથે થોડી વાર રમીને તરત જ બીજું ત્રીજું રમકડું પકડે છે કે તેની તરફ જવાની કોશિશ કરે છે કારણ કે તે ઝડપથી એક રમકડા પ્રત્યે રસ ગુમાવા દે છે. અમુક રમકડાં બાળકને ખુબ જ ગમતા હોવાથી તે જયારે રડે ત્યારે જો એ રમકડું તેને મળે તો તે શાંત થઇ જાય છે. નાનકડા બાળકની પંદર-ના પસંદ સાથે રસ, રૂચી, વલણોનો ખ્યાલ પણ આવા રમકડાથી જ આવતો હોય છે. ખાસ બાળ મનોવિજ્ઞાન કહે છે કે બાળક 90 ટકા જેટલું જ્ઞાન શિક્ષણ પ્રથમ પાંચ વર્ષમાંજ શીખે છે. આજે તો 21મી સદી માં ખુબ જ ખર્ચાળ આવતાં હોવાથી અમુક મા-બાપો ખરીદી પણ ના શકે છતા બાળકની ઇચ્છા માંગણીને અનુરૂપ દરેક મા બાપો રમકડાંની માંગણીની ઇચ્છાપૂર્તિ તો કરે જ છે. રમકડાં વિવિધ કલરોના આવતા હોવાથી બાળકને તેને પકડવા છોડવા કે હાથથી ઉપર નીચે કરવા સતત પ્રયત્ન શીલ રહે છે. એટલે જ રમકડાંમાં પણ થોડા હલન ચલનથી વિવિધ અવાજો થતાં બાળકને તેને પકડવા રસ પડે છે. મોટા ભાગનાં બાળકોને ઘૂઘરા એટલે જ વધુ ગમે છે. આજે ગુણવતાં સભર રબ્બરનાં રમકડાં આવે છે જે રમતાં બાળકને ઇનલ થવાની શકયતા નહિવત હોય છે. બીજી વસ્તુએ કે તે વજનમાં હલકાં હોવાથી નાનકડું બાળક સહેલાયથી ઉપાડી શકે છે.

વિકસતા વિશ્ર્વે આજે પાંચ વર્ષથી નાના બાળકો મોબાઇલ પણ રમવા લાગ્યા છે. આજના બાળકો ઇન્ફરમેશન ટેકનોલોજી સાથે ગુગલ યુગમાં વિકસી રહયા છે. જેથી અગાઉની જેમ મોડા નહી પણ વહેલો વિકાસ થઇ રહ્યો છે. ધ્વની સ્પંદન માટે ઘૂઘરાને ખંજરી ઓલટાઇમ ફેવરીટ રહ્યા છે. બાળક જન્મે ત્યારથી મા-બાપ અને તેના નજીકનાં લોકો સાથે સંપર્કમાં આવે છે. મમ્મીનો સાડી, ડ્રેસ કે વસ્ત્રોનો કલર ઓળખે છે. રમકડાંના કલરથી જ તેની યાદ શક્તિ વિકસે છે.દુનિયાના કોઇપણ બાળકનું બાળપણ રમતો અને રમકડાં વિના અશકય છે. બાળક પોતાની આસપાસની વસ્તુઓમાંથી ઘણું શખે છે. તેને વૈવિધ્યપૂર્ણ જગત લાગે છે. સાથે લાગણી અને સરખામણી કરતા શીખે છે. આમુબાપુનું પર્યાવરણ જ તેના વિકાસમાં મદદરૂપ થાય છે. રમકડાં માત્ર મનોરંજન નથી તે એક તાલિમ છે ને બાળકને લાગણીઓને સમજવામાં અને વિકાસમાં મદદ કરે છે. કોઇપણ બાળક માટે રમકડાં પસંદગી સરળ કાર્ય નથી ખાસ કરીને બાળક દિવ્યાંગ હોય ત્યારે વિશેષ કાળજી લેવી પડે છે.

બાળકોને વાતચીત સાથે આત્મવિશ્ર્વાસ અને રમકડાં ઢીંગલા, ઢીંગલી, બાળકોના રૂમ વાસણો નરમ રમકડાં તેનો આંતરીક વિકાસ સાથે માનસિક વિકાસ કરે છે આજે તો બાળકોના વય કક્ષા પ્રમાણેના વિવિધ રમકડાં બઝારોમાં ઉપલબ્ધ હોય છે. નાના બાળકોને સોફર રમકડાં આપવા વિશેષ જરૂરી છે. આજે તો ‘ટેડી’નો જમાનો છે. તો બાર્બીગર્લના પણ કેઝ છે ટીવીની કાર્ટુન ચેનલનાં વિવિધ પાત્રોના ટોયસ પણ બાળકોને ગમે છે જેમાં ડક, મીકી, છોટા ભીમ, ટોમ એન્ડ જેરી જેવા વિવિધ રબ્બરનાં ટોયસ આવે છે. જેનો બાળકોમાં જબ્બર કેઝ છે.

નાના બાળકો અસામાન્ય ઝડપે વિકાસની ગતી કરે છે જેમાં રમકડાંને આધારે જ વાણા બુધ્ધી સાથે શરીરિક અને ભાવનાત્મક જરૂરિયાતો બદલાય છે. બાળકને કંટાળાજનક પુસ્તકો વાંચવા ગમતાં નથી તેથી ટીચીંગ લનીંગ મટીરિયર (ટીએલએમ)માં વિવિધ શૈક્ષણિક રમકડાંએ શિક્ષણમાં સ્થાન લઇ લીધું છે. આજે તો એનોટોમી રમકડાથી બાળક શરીર રચના પણ રાખી લે છે. રમકડાં ને શિક્ષણમાં જોડતા બાળકના રસ, રૂચિમાં ફેર સાથે આનંદ ઉમેરાતા તે ઝડપથી શીખે છે. યાદ પણ રાખી લે છે. આગામી નવી શિક્ષણ નિતિમાં પણ પ્રારંભિક બાળ શિક્ષણ સંભાળમાં શૈક્ષણિક રમકડાંને વિશેષ મહત્વ આપ્યું છે.

બાળકનાં રસ, રૂચિ, વલણો તેના રમકડાં પસંદગી ઉપરથી પણ નકકી થઇ શકે છે. પ્લે હાઉસમાં બાળક રમતાં રમતાં પ્રવૃતિ સાથે જેવા વિવિધ ગુણો રમકડાં માંથી શીખે છે. વિવિધ પ્રાણીઓ, વાહનો સાથે જંગલ અને આંગણાના પશુ પક્ષીઓ વિશેની માહિતી બાળક રમકડાંથી જ શીખે છે. કરો રમકડાં કૂચ કદમ’ રમતમાં બાળકો તેના જેવડા બાળકો સાથે રમે ત્યારે લીડરશીપ, ભાઇચારો, નિયમો, તકેદારી, સેકાગ્રત જેવા ઘણા ગુણો શીખે છે.

‘જંગલ કેરા પ્રાણીઓની છુક છુક ગાડી ચાલી”

કરો રમકડાં કૂચ કદમ…

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.