સ્માર્ટ સિટીને લાગુ ટી.પી. ૩૩ રૈયાનું ક્ષેત્રફળ ૨૨૪૯૩૪૦ ચો.મી

ટી.પી. સ્કીમ નં.૩૩ રૈયાની જમીન માલિકો  સાથે હિયરિંગ: એક માસમાં લેખિતમાં વાંધા-સુચનો આપવા તાકીદ કરતા મ્યુનિ.કમિશનર

મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલની અધ્યક્ષતામાં આજે મુસદ્દારૂપ નગર રચના યોજના નં.૩૩ રૈયાની જમીન માલિકો અને હિત સંબંધ ધરનારાઓ સાથે એક મિટિંગનવેસ્ટ ઝોન કચેરી ખાતે યોજવામાં આવી હતી. જેમાં  ૪૩ વ્યક્તિઓ હાજર રહ્યા હતા.  આ મીટીંગમાં  મ્યુનિ. કમિશનર તથા ટાઉન પ્લાનીંગ ઓફિસર દ્વારા યોજનાની દરખાસ્તોની વિસ્તૃત સમજણ આપવામાં આવેલ હતી.  લેખિત વાંધા-સુચનો એક માસની અંદર આપવા તાકીદ કરાય છે.

ટી.પી. ૩૩ રૈયાનું ક્ષેત્રફળ  ૨૨૪૯૩૪૦ ચોરસમીટર છે.જેમાં કુલ ૭૫ મુલખંડ અને ૧૮૬ આખરી ખંડ  આવેલા છે આ યોજનામાં ટી.પી. રોડ  : ૩,૫૮,૯૫૧ ચો.મી. છે .યોજનામાં ૨૪ મીટર,  ૧૮ મીટર ,૧૫ મીટર ,૧૨ મીટર અને ૯ મીટર પહોળાઇના રોડ આવેલા છે.આખરીખંડો કુલ ૧૮,૮૪,૯૭૫ ચોરસમીટરના છે.જેમાં સોશીયલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના ૮ પ્લોટ ૫૮,૦૪૫ ચોરસ મીટરના છે.જયારે બગીચા,ઓપન સ્પેસ,પાર્કિંગના ૨૫ પ્લોટ્સ ૫૭,૪૮૫ ચોરસમીટરના છે.

એસ.ઈ.ડબલ્યુ.એસના ૮ પ્લોટ્સ ૧,૧૫,૬૪૭ ચોરસ મીટરના છે. રહેણાક વેચવા માટે  ૬ પ્લોટ્સ ૮૬,૧૩૩ ચોરસમીટરના છે. કોમર્શીયલ વેચવા માટેના ૭ પ્લોટ્સ ૮૬,૦૭૦ ચોરસમીટર છે.

મુખ્ય વિકાસકામો પર નજર કરવાં આવે તો ડેવલપમેન્ટ પ્લાન માં ૪ ડી.પી. ઝોનિંગ મુજબ વિશાળ પહોળા ટી.પી.રોડ નું આયોજન,પ્રથમ રીંગ રોડ થી બીજા રીંગ રોડ નું સીધુંજ જોડાણ જેમાં રામાપીર ચોકથી અટલસરોવર સુધી સીધું નીકળી શકશે.નગર રચના યોજના નં.૩૨ રૈયાને લાગુ સ્માર્ટ સીટી નોડથી નજીક આવેલો છે.