Abtak Media Google News

પખવાડીયા પૂર્વે કોરોનાથી સંક્રમીત થયા હતા ઓકિસજન લેવલ ઘટી જતા સિવિલ બાદ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા: આજે સવારે અંતિમ શ્ર્વાસ લીધા: કોર્પોરેશનમાં કોરોનાથી ટેકનિકલ સ્ટાફનું પ્રથમ મોત

કોરોના કાળ બનીને રાજકોટમાં ત્રાટકયો છે રોજ સરેરાશ ૧૫ વ્યકિતઓનાં કોરોનાથી મોત નિપજી રહ્યા છે રાજકોટ મહાનગરપાલિકાની ટાઉન પ્લાનીંગ શાખામાં હેડ સર્વેયર તરીકે ફરજ બજાવતા ડી.ડી. પરમાર આજે સવારે કોરોના સામેનો જંગ હારી ગયા હતા પખવાડીયા પૂર્વે તેઓ કોરોનાથી સંક્રમીત થયા હતા દરમિયાન ઓકિસજન લેવલ ઘટી જતા તેઓને થોડા દિવસ પહેલા સિવિલ હોસ્પિટલમાં અને ત્યારબાદ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જયાં સવારે તેનો જીવનદિપ બુઝાઈ ગયો હતો તેઓએ લોકડાઉન દરમિયાન બે માસ સુધી કોરોનાલક્ષી કામગીરી પણ કરી હતી. કોર્પોરેશનના ટેકનિકલ સ્ટાફનું કોરોનાથી પ્રથમ મોત નિપજયું છે.

કોર્પોરેશનની અલગ અલગ શાખાના ૧૫૦ જેટલા કર્મચારીઓ કોરોનાથી સંક્રમીત થયા છે. ટાઉન પ્લાનીંગ શાખામાં હેડ સર્વેયર તરીકે ફરજ બજાવતા ડી.ડી. પરમારને કોરોના થયો હતો હૃદયરોગ સહિતની બિમારીઓ પણ હતી. તેઓને સારવાર અર્થે સીવીલ હોસ્પિટલમાં દાખલ કરવામા આવ્યા હતા. દરમિયાન ઓકિસજન લેવલ ઘટી જવાના કારણે થોડા દિવસ પૂર્વે ખાનગી કોવિડ હોસ્પિટલમા દાખલ કરવામાં આવ્યા હતા. જયાં સારવાર કારગત ન નીવડતા આજે સવારે ડી.ડી. પરમારનું કોરોનાથી નિધન થયું હતુ સાથી કર્મચારીનાં અકાળે અવસાનથી ટીપી શાખામાં ઘેરા દુ:ખની લાગણી વ્યાપી જવા પામી છે. કોરોનાની કામગીરી કરતા કર્મચારીના મોતથી કોર્પોરેશનમાં ડરનું લખલખુ પ્રસરી જવા પામ્યું છે.

શહેરમાં ગઈકાલે કોરોનાના ૧૦૬ કેસ નોંધાયા હતા દરમિયાન આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં કોરોનાના વધુ ૪૩ પ્રોઝિટિવ કેસો નોંધાયા છે. આ સાથે શહેરમાં કોરોના કેસોની સંખ્યા છ હજારને પાર થઈ જવા પામી છે. અને કોરોનાના કુલ કેસનો આંક ૬૦૨૭ પહોચ્યો છે. આજ સુધીમાં ૪૮૩૫ દર્દીઓ કોરોનાને મ્હાત કરવામાં સફળ રહ્યા છે. શહેરમાં પોઝિટિવીટી રેઈટ ૨.૮૨ ટકાએ આવ્યો છે. જેની સામે રિકવરી રેઈટ ૮૦.૭૯ ટકા છે. આજે રાજકોટ શહેર અને જિલ્લામાં કોરોનાથી આઠ વ્યકિતઓના મોત નિપજયા હતા આજે કાલાવાડ રોડ પર શ્રીનાથ પાર્ક, ટાગોર રોડ પર શિવધરા એપાર્ટમેન્ટ, જંકશન પ્લોટમાં રેફયુજી કોલોની, એસ્ટ્રોન સોસાયટી, ન્યુ સુભાષનગ, મવડી પ્લોટમાં ચંદ્રેશનગર, રૈયા રોડ પર આલાપગ્રીન પેડકરોડ પર ચંપકનગર અને હુડકોમાં ભવનાથ પાર્ક સહિત ૯૫ વિસ્તારોને માઈક્રો ક્ધટેઈનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.