સ્માર્ટ સીટી સામે 310 હેકટર વિસ્તારમાં ટી.પી. સ્કીમને લીલીઝંડી

રૂડા દ્વારા 164મી બોર્ડ બેઠક સંપન્ન

રીંગરોડ-ર પર ટી.પી. સ્કીમ મંજુર થતાં સ્માર્ટ સીટી વિસ્તારના સમાંતર વિકાસને મળશે વેગ

રૂ.48.75 લાખના ખર્ચે મોરબી હાઇવે રૂડાની હદમાં આવેલ રસ્તાની કામગીરી, રૂ.60.68 કરોડના ખર્ચે ગોંડલ હાઇવેથી ભાવનગર હાઇવે સહિતના વિવિધ કામોનો સૈઘ્ધાંતિક સ્વીકાર

 

અબતક, રાજકોટ

રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા તાજેતરમાં  164મી બોર્ડ બેઠક રૂડાના ચેરમેન અમિત અરોરાની અધ્યક્ષતામાં રૂડા ખાતે મળેલ હતી.

આ બેઠકમાં   સત્તામંડળની સુચિત યોજના નં.77 (વાજડીગઢ) બનાવવાનો ઇરાદો જાહેર કરવા નક્કી કરેલ છે. આ ટી.પી. સ્કીમ 310 હેક્ટર વિસ્તારમાં બનશે. આ ટી.પી. સ્કીમ રૂડા રીંગ રોડ-2 પર આવેલ સ્માર્ટ સીટી ની સામેની બાજુનો વિસ્તાર હોય, સ્માર્ટ સીટી વિસ્તારના સમાંતર વિકાસને વેગ મળશે.

અન્ય મુદ્દાઓમાં ક્ધસ્ટ્રકશન ઓફ 24.0 મી ડી.પી.રોડ ફ્રોમ સંતોષીનગર (છખઈ બાઉન્ડ્રી) થી મોરબી હાઇવે સુધીના રૂડાની હદ્દમાં આવેલ રસ્તાની કામગીરી રૂ.48,75,495=00 ના ખર્ચે કરવા તેમજ ક્ધસ્ટ્રકશન ઓફ રેલ્વે ઓવરબ્રિજ ભાવનગર રીબડા સ્ટેશન ઓફ રીંગ રોડ-2, ફેઝ-3 ચે.810.00 ફ્રોમ ગોંડલ હાઇવે ટુ ભાવનગર હાઇવેની રૂ.60.68 કરોડના કામની સૈદ્ધાંતિક મંજુરી અપાયેલ છે. તેમજ મહીકા ગામનાં ઓજી (માંડાડુંગર સોસાયટી વિસ્તાર) માં ગંદા પાણીના (સીવેજ) નીકાલ અર્થે સીવેજ કલેકશન નેટવર્ક, પમ્પીંગ મેન અને પમ્પીંગ સ્ટેશન બાંધી રાજકોટ મહાનગરપાલીકાના માનસરોવર પમ્પીંગ સ્ટેશન (ઇસ્ટ ઝોન)માં પહોચાડવા સુધીની કામગીરી જઉંખખજટઢની ગ્રાન્ટ માંથી અંદાજીત 1.87 કરોડના ખર્ચે ભુગર્ભ ગટરની કામગીરી કરવા નક્કી કરાયેલ. માલીયાસણ ગામે રૂડા દ્વારા વર્ષ-2000-2001 માં નિર્મીત ઉચીં ટાંકી, જે જર્જરીત હાલતમાં હોય તેને તોડી પાડી નવી 3.00 લાખ લીટરની ક્ષમતાની પાણીની ટાંકી બાંધવા અંદાજીત 41,66,500=00 ના ખર્ચે કામગીરી અંગે નો નિર્ણય કરેલ. ખઈંૠ પ્રકારના આવાસોને વહેલા તે પહેલાના ધોરણે ફાળવણી કરવા અંગે તથા ડ્રો દ્વારા ફાળવેલ લાભાર્થીઓને પસંદગીના નંબરવાળા આવાસ ફાળવવા નક્કી કરવામાં આવેલ છે તેમજ રૂડા ટ્રાન્સપોર્ટનગરના ખાલી પ્લોટોનો હરાજીથી નિકાલ કરવા લેન્ડ ડીસપોઝલ કમીટી દ્વારા લેવાયેલ નિર્ણયને બહાલી આપવામાં આવેલ છે. આ બોર્ડ બેઠકમાં રૂડા ચેરમેન તથા મ્યુનિસિપલ કમિશ્નરશ્રી અમિત અરોરા, રાજકોટ મહાનગરપાલિકાના સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, રિજિયોનલ કમિશ્નર (નગરપાલિકાઓ) વરૂણકુમાર બરનવાલ, રૂડાના સી.ઈ.એ.ચેતન ગણાત્રા, રાજકોટ મહાનગરપાલિકાના સીટી એન્જીનીયર એચ.યુ.દોઢીયા, કલેકટર કચેરીના ચીટનીશ એ.એમ.ત્રિવેદી તથા નગર નિયોજક જે.બી. પટેલ હાજર રહેલ હતાં.