Abtak Media Google News

ગોંડલ માર્કેટ યાર્ડમાં ડુંગળીની ધૂમ આવક થઈ રહી છે ત્યારે યાર્ડ પાસે ડુંગળી ભરેલ ટ્રેક્ટર વેગનઆર કાર ઉપર પલ્ટી મારી જતા સર્જાયેલ અકસ્માતમાં કાર ચાલકનો ચમત્કારિક બચાવ થયો હતો , ટ્રેકટર રોડ ની સાઈડ માં ઉતારવા જતા વેગનઆર કાર પર પલ્ટી મારી ગયું હતું.

ગુંદાળા ચોકડી થી થોડે દુર રાહુલ ઝટજ શો રૂમ પાસે કાર અને ટેમ્પો વચ્ચે અકસ્માત ની ઘટના બની હતી અકસ્માત થતા જ કાર સળગી ઉઠી હતી અને કાર ચાલક સમય સુચકતા થી બહાર નીકળી જતા તેનો બચાવ થયો હતો, ગોંડલ યાર્ડ માં ડુંગળી ની આવક ને લઈને વાહનો ની લાંબી કતારો હાઇવે પર લાગી રહી છે ત્યારે ડુંગળી ભેરલ ટેમ્પો ચાલક લાઈન માંથી સાઈડ માં બહાર નીકળતા કાર સાથે અથડાયો હતો અને કાર માં આગ ભભૂકી ઉઠતા કાર બળી ને ખાખ થઈ જવા પામી અકસ્માત ની જાણ ગોંડલ ફાયર ને થતા ગોંડલ ફાયર ફાઇટરો ઘટના સ્થળે પોહચી આગ પર કાબુ મેળવ્યો હતો ગોંડલ પોલીસ ઘટના સ્થળે પોહચી તપાસ હાથ ધરી.

Img 20210127 Wa0177

હાઇવે ઓથોરિટીની સતત બેદરકારી

ગોંડલ ભરૂડી ટોલ પ્લાઝાથી લઈને પીઠડીયા ટોલ ટેક્સ સુધીની હાઇવે પર લાઈટો ના ટાવરો વધુ પડતા બંધ હાલત છે અનેક લોકો એ રજુઆત પણ કરી ચુક્યા છે પણ હાઇવે ઓથોરિટીના અધિકારીઓ નું પેટનું પાણી પણ હલી રહ્યું નથી.

યાર્ડમાં જણસીની આવક સમયે ટ્રાફિકની સમસ્યા સર્જાય છે

ગોંડલ માર્કેટયાર્ડ માં કોઈ પણ જણસી ની આવક શરૂ થાય ત્યારે યાર્ડની બહાર વાહનોની કતારો કરી દેવામાં આવે છે જેના પરિણામે ગુંદાળા ચોકડીથી યાર્ડ પાસેના હાઇવે પર કેટલાક આડેધડ વાહનો ખડકાઈ જાય છે પરિણામે લાંબો ટ્રાફિક જામ, ઇમરજન્સી વાહનો પણ ફસાઈ રહ્યા છે, યાર્ડમાં જણસીની આવક સમયે ટ્રાફિક પોલીસ રાખવામાં તેવી લોકોમાં માંગ ઉઠી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.