શુક્રવારે દુબઇ સાથે વેપાર સંધિ : સૌરાષ્ટ્રમાં આયાત-નિકાસ કરવા માટે મોટી તકો સર્જાશે

 

ભારત અને યુએઈ વચ્ચે દ્વિપક્ષી કરાર કયા બાદ એન્જિનિયરિંગ બ્રાસ સહિતના અને ક્ષેત્રને ફાયદો પહોંચશે

અબતક, નવીદિલ્હી

હાલ ભારત દેશ સમગ્ર વિશ્વમાં પોતાની આગવી છાપ ઉભી કરવા માટે સતત પ્રયત્ન હાથ ધરી રહ્યું છે એટલું જ નહીં ધંધા અને રોજગારમાં પણ અન્ય દેશોની સરખામણીમાં ભારતમાં વધુને વધુ સારી તકો સર્જાય તે માટે પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે. હાલ ભારત વિશ્વના અનેક દેશો સાથે નીકાસ અર્થે આગળ વધી રહ્યું છે. બીજી તરફ ભારત અને યુએઈ વચ્ચે પણ વ્યાપારિક સંબંધો ખૂબ જ ગાઢ પ્રસ્થાપિત થયેલા છે. ત્યારે આ સ્થિતિને વધુ મજબૂતી આપી શકાય તે માટે ભારત અને દુબઈ વચ્ચે શુક્રવારે દ્વિપક્ષીય કરાર થવા જઈ રહ્યા છે જેનાથી ભારત અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં આયાત અને નિકાસ માટેની એક સુંદર તક ઊભી થશે અને સામે દેશના અર્થતંત્રને પણ ખૂબ જ મોટો ફાયદો પહોંચશે.

બંને દેશો વચ્ચે જે કરાર થવા જઈ રહ્યા છે તે વર્ચ્યુઅલી યોજાશે. ગીતા રફ છેલ્લા લાંબા સમયથી ભારત અને ગલ્ફના દેશો સાથે વ્યાપારિક દૃષ્ટિએ ખૂબ જ સારા સંબંધો રહેલા છે પરંતુ હવે આ સંબંધો પર આધારિત હોવાથી બંને દેશોને તેનો યોગ્ય ફળ મળતું રહેશે. ભારત દેશ માટે સૌથી મોટી તક જે સામે ઊભી થશે તે બંને દેશો વચ્ચે ચીજવસ્તુઓની આદાન-પ્રદાન, દુબઇ મા રોકાણ સહિતના અનેક મુદ્દાઓ ભારત માટે અત્યંત ફાયદારૂપ નીવડશે. યુનાઇટેડ અરબ અમીરાત ભારત નું ત્રીજું સૌથી મોટું ટ્રેડિંગ પાર્ટનર છે અને બાઇલેટરલ ટ્રેડ થકી ગત વર્ષ 2019-20 માં 60 બિલિયન ડોલરનો વ્યાપાર પણ કર્યો હતો.

આ તકે જ્યારે બંને દેશો વચ્ચે કરાર થઈ રહ્યા છે, ત્યારે ભારત દેશની સાથોસાથ સૌરાષ્ટ્ર ને પણ તેનો ખુબજ મોટો ફાયદો મળશે કરાર દ્વારા પેટ્રોલિયમ ચીજવસ્તુઓ, જેમ્સ અને જ્વેલરી, બ્રાસપાર્ટ, એન્જિનિયરિંગ ચીજ વસ્તુઓ, ટેકસટાઇલ, કેમિકલ, મશીનરી પ્રોડક્ટ સહિત અનેક ક્ષેત્રે ખૂબ જ મોટું અને એક સુંદરતા ભારતને સાપડશે. હાલ બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય કરાર ઓ થવા જઈ રહ્યા છે તેને બાદ કરી ભારત અન્ય ટ્રેડ એગ્રીમેન્ટ પણ ગલ્ફ કોર્પોરેશન કાઉન્સિલ સાથે કરવા જઈ રહ્યું છે. હાલની સ્થિતિને ધ્યાને લઇ બંને દેશ વચ્ચેના વ્યાપારિક સંબંધો અનેક રીતે મજબુતી આપશે.