Abtak Media Google News

બુધવારે મમતા દિવસ અંતર્ગત કોરોનાની વેકિસન આપવાનું બંધ રખાયા બાદ આજે અને આવતીકાલે રસિકરણ બંધ

રાખવાની જાહેરાતથી વેપારીઓ મુંઝવણમાં: ત્રીજી લહેર પૂર્વે 100 ટકા વેકિસનેશનનો લક્ષ્યાંક પૂર્ણ ન થાય તેવી દહેશત

રાજકોટ સહિત રાજયની આઠ મહાનગરપાલિકા અને 18 શહેરોમાં વેપારીઓએ ફરજિયાત પણે 10મી જૂલાઈ સુધીમાં કોરોનાની વેકિસનનો એક ડોઝ લઈ લેવો તેવો ફતવો રાજય સરકાર દ્વારા પ્રસિધ્ધ કરવામાં આવ્યો છે. વેપારીઓએ ફરજિયાત વેકિસનેશનની મૂદત પૂર્ણ થવાની આડે હવે ત્રણ દિવસનો સમય બચ્યો છે. ત્યારે રાજયભરમાં આજથી બેદિવસ વેકિસનેશનની કામગીરી બંધ રાખવાની જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી છે. જો મૂદતમાં વધારો કરવામાં નહી આવે તો વેપારીઓ મુશ્કેલીમાં મૂકાય જશે.

કોરોનાને નાથવા એક માત્ર હથિયાર વેકિસનેશન છે. સંભવત ત્રીજી લહેર પૂર્વ રાજયમાં 100 ટકા વેકિસનેશનના લક્ષ્યાંક સાથે સરકાર કામગીરી કરી રહી છે. દરમિયાન છેલ્લા એક પખવાડીયાથી કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતને પર્યાપ્ત માત્રામાં વેકિસનનો જથ્થો ફાળવવામાં ન આવતો હોવાના કારણે કામગીરી ખોરંભે ચઢી જવા પામી છે. મમતા દિવસના રૂપકડા બહાના તળે બૂધવારે રાજયભરમાં વેકિસનેશનની કામગીરી બંધ રખાયા બાદ આજે અને આવતીકાલે સૌરાષ્ટ્ર સહિત રાજયભરમાં વેકિસનેશનની કામગીરી બંધ રાખવાની જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી છે.

રાજય સરકાર દ્વારા ગત 19મી ને વોક ઈન વેકિસનેશન ઓન ધ સ્પોટ રજીસ્ટ્રેશન અભિયાન શરૂ કર્યું હતુ. જેના કારણે લોકોમાં વેકિસનેશન માટેનો ઉત્સાહ વધ્યો છે. લોકો કોરોનાને નાથવા માટે રસી લેવા જાગૃત બન્યા છે. ત્યારે જ અણધડ આયોજનના પાપે રાજયમાં રસીની ભારે અછત સર્જાવા પામી છે. રાજકોટ સહિતના શહેરને રસિકરણ માટે આપવામા આવેલા દૈનિક લક્ષ્યાંકની સામે 50 ટકાનો પણ જથ્થો ફાળવવામાં આવતો નથી જેના કારણે છેલ્લા એક પખવાડીયાથી રસિકરણની કામગીરી દિવસ દરમિયાન માત્ર ત્રણથી ચાર કલાક જ ચાલે છે દર બુધવારે મમતા દિવસ અંતર્ગત સરકાર દ્વારા બે વર્ષ સુધીના બાળકો ધાત્રી માતાઓ અને સગર્ભા મહિલાઓને અલગ અલગ રસી આપવામાં આવતી હોવાના કારણે કોરોના વેકિસનેશનની કામગીરી બંધ રાખવામાં આવી હતી હવે દર બુધવારે વેકિસનેશન બંધ રહેશે તેવો નિર્ણય લઈ લેવામાં આવ્યો છે.

પરંતુ તેની સતાવાર ઘોષણા કરવામાં આવી નથી. બુધવારે વેકિસનેશનની કામગીરી બંધ રહ્યા બાદ હવે આજે અને આવતીકાલે રસીકરણ બંધ રાખવાની ઘોષણા કરવામાં આવી છે. શનિવારથી રાજયમાં ફરી વેકિસનની કામગીરી શરૂ કરવામાં આવશે. જો કે બે દિવસના બ્રેક બાદ રાજય સરકાર દ્વારા રાજકોટ સહિત સૌરાષ્ટ્રને પૂરતા ડોઝ ફાળવે છે કે કેમ? તેની સામે પણ સવાલો ઉભા થઈ રહ્યા છે.

કોરોનાનું સંક્રમણ ઘટતા રાજય સરકાર દ્વારા ગત 24મી જૂનના રોજ 36 પૈકી 18 શહેરોને રાત્રી કરફયુ સહિતની પાબંધીમાં છૂટછાટ આપવામાં આવી હતી જયારે રાજકોટ સહિત 8 મહાપાલિકા અને અન્ય 10 શહેરોમાં રાત્રી કરફયુના સમયમાં ઘટાડો કરવામાં આવ્યો હતો અને દુકાનો 9 વાગ્યા સુધી ખૂલ્લી રાખવાની છૂટ આપવામા આવી હતી. સાથોસાથ આ 18 શહેરોમાં વેપારીઓ વ્યાવસાયિક એકમોનાં સંચાલકો અને સ્ટાફે 30મી જૂન સુધીમાં કોરોનાની વેકિસનનો એક ડોઝ ફરજીયાત લઈ લેવો તેવો આદેશ કરવામાં આવ્યો હતો. જોકે ત્યારબાદ વેપારીઓ માટે ફરજિયાત વેકિસનની મૂદત 10મી જૂલાઈ સુધી લંબાવવામાં આવી હતી ગઈકાલે મમતા દિવસના કારણે વેકિસનેશનની કામગીરી બંધ રહી હતી હવે આજ અને આવતીકાલે રાજય સરકાર દ્વારા રસિકરણની કામગીરી બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છેઆવામાં વેપારીઓ અને સ્ટાફ માટે વેકિસન લેવા માટે માત્ર શનિવારનો દિવસ જ બચ્યો છે. બીજી તરફ રાજયભરમાં 31મી જૂલાઈ સુધી તમામ શહેરોમાં વેપારીઓએ ફરજિયાત વેકિસન લઈ લેવી તેવી પણ જાહેરાત કરવામાં આવી છે. પરંતુ જે રિતે રાજયમાં વેકિસનની અછત છે તે રીતે આ શકય નથી.

હવે વેપારીઓ માટે ફરજીયાત વેકિસનની મૂદતમાં સરકારે ના છૂટકે વધારો કરવો પડે તેવી નોબત આવી પડી છે. સતત ત્રણ દિવસ વેકિસનેશનની કામગીરી બંધ રહ્યા બાદ શનિવારથી સુચારૂ રીતે રસિકરણની કામગીરી ચાલશે કે કેમ તેની સામે પણ પ્રશ્ર્નાર્થ રહેલો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.