કોરોનાને હરાવવા વેપારીઓ મેદાનમાં: ઉપલેટામાં ચાર દિવસ માટે સંપૂર્ણ લોકડાઉન

0
89

આજે ભાયાવદર- પાનેલી પણ જોડાશે 

ગઇકાલથી ઉપલેટાની તમામ બજારો સુમસામ: રવિવાર સુધી સંપૂર્ણ લોકડાઉન

શહેર તથા તાલુકાના ભાયાવદર, પાનેલી સહિતના મોટાભાગના ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાની બીજી લહેર બેકાબુ બનતા આરોગ્ય વિભાગ પણ મુઝાઇ જતા અપના હાથ જગન્નાથની જય ગઇકાલે ઉપલેટા શહેરની તમામ બજારો તથા આજથી ભાયાવદર, પાનેલી ની તમામ બજારો રવિવાર સુધી લોકડાઉન કરી કોરોનાની ચેનને તોડવા કમર કસી છે.ઉપલેટામાં નગરપાલિકા અને ચેમ્બર ઓફ કોમર્સમાં સંયુકર્ત ઉપક્રમે  ગઇકાલથી ચાર દિવસ માટે અપાયેલા સંપૂર્ણ લોકડાઉનમાં શહેરના તમામ વેપારીઓ જોડાયા હતા.

શહેરના રાજમાર્ગ, ભાદર રોડ, બસ સ્ટેન્ડ રોડ, નટવર રોડ, પોરબંદર રોડ સહીત તમામ નાના મોટા વેપારીઓ ચા દિવસના લોક ડાઉનમાં જોડાયા હતા અને સોમવારથી શહેરના તમામ વેપારીઓ સવારે 6 થી બપોરના બે વાગ્યા સુધી બજારો ખોલશે જયારે શાક માર્કેટ આ બંધમાં જોડાઇ નથી. 30 એપ્રિલ સુધી દરરોજ સવારે બપોરના બે વાગ્યા સુધી ખુલ્લી રહેશે. જયારે તાલુકાના પાનેલી અને ભાયાવદર ગામ પણ ગામ પંચાયત અને વેપારીઓના સહકારથી ત્રણ દિવસ માટે સંપૂર્ણ લોકડાઉન પાળવાનો નિર્ણય લેતા આજે પાનેલી અને ભાયાવદર શહેરના તમામ દુકાનો બંધ રહેવા પામી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here