Abtak Media Google News

વાંકાનેર શહેરમાં છેલ્લા ઘણા સમયથી મુખ્ય માર્ગો પર અવારનવાર ટ્રાફિક જામ તથા હોવાથી વાંકાનેરના અને ગ્રામ્ય વિસ્તારના લોકો માટે અવરજવર માટે શિરદર્દ સમાન એટલે ટ્રાફિક જામ થતું હોવાથી ઇમરજન્સી ૧૦૮ ને પણ નીકળવું ભારે કઠીન બને છે ત્યારે વાંકાનેરમાં રખડતા ઢોર અને આડેધડ ખડકી દેવાતા વાહનોથી અન્ય વાહનચાલકો અને રાહદારીઓને પસાર થવું ભારે પરેશાની રહે છે ત્યારે વાંકાનેર શહેર ના મુખ્ય માર્ગો એવા પુલ દરવાજા દાણાપીઠ હાઈવે ચોકડી વિસ્તારમાં સતત વાહનોના સાઇલેન્ટ ટી ટી ટી અને પી પી પી લોકો ના માઈન્ડ પર પણ રોગનો રોગ થવાનો ભય રહે છે ત્યારે આડેધડ ખડકાયેલા વાહનોથી વાંકાનેરના વાહનચાલકોને ટ્રાફિક સેન્સ ની તાતી જરૂર છે તેઓ હાલ ના દ્રશ્યો તસવીરમાં દેખાડે છે જેમાં વાંકાનેરના ફુલ દરવાજે એસ.ટી.બસની સતત અવરજવર હોય તેથી અકસ્માતનો ભય રહે છે ત્યારે આડેધડ ખડકાયેલા વાહનોને પાર્કિંગ વ્યવસ્થા અને વાહનચાલકોને ટ્રાફિક સેન્સ આપવું જરૂરી બન્યું હોય તેમ વાંકાનેરમાં સતત ટ્રાફિકથી અકસ્માતનો ભય રહે છે ત્યારે વાંકાનેરના નેશનલ હાઈવે પર રખડતા ઢોરના ત્રાસથી અવાર નવાર આખલાયુદ્ધ આ દૃશ્યો પણ રહેતા હોય જેના કારણે ગંભીર અકસ્માત ભય રહ્યો છે ત્યારે સ્વચ્છ ભારત અભિયાન અને વિકાસની વાતો કરનાર આપણા રાજકીય નેતાઓએ વાંકાનેરની આ ટ્રાફિક સમસ્યા અને રખડતા ઢોરની સમસ્યાનો ઉકેલાવો જોઇએ તેવી લોક લાગણી અને માંગણી ઉઠવા પામી છે

વાંકાનેર શહેર ના ઘણા બધા વિસ્તારોમાં કચરા ગંદકીથી લોકો પરેશાન છે તો તેવા વિસ્તારોમાં તત્કાલ નગરપાલિકાએ ખરા અર્થમાં સ્વચ્છ ભારત અભિયાન હાથ ધરી સફાઈ કામગીરીકરવી જોઈએ જેથી વાંકાનેર શહેર ના લોકોના આરોગ્યને કોઈ રોગનો ભોગ ન થવું પડે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.