Abtak Media Google News
  • છ માસ દરમિયાનના જ ઇ-મેમોના દંડ વસુલ કરવાનું ટ્રાફિક પોલીસે મનાવ્યું લોક અદાલતમાં છ માસ દરમિયાનના 1.25 લાખ ઇ-મેમો સમાધાન માટે મુકાયા
  • ‘ 63 હજારને ઇ-મેમો મોબાઇલમાં મેસેજ કરી લોક અદાલતમાં એન.સી. કેસ મુકાયાની જાણ કરી: 62 હજારને સમન્સ દ્વારા જાણ કરાઇ’
  • ઇ-મેમો અંગે સ્પષ્ટતા કરવા ટ્રાફિક એસીપી વી.આર.મલ્લહોત્રાએ પત્રકાર પરિષદ યોજી

શહેરની સુખાકારી અને સગવડ માટે કોર્પોરેશન દ્વારા 70 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલા આઇ-વે પ્રોજેકટ શરૂ થયા બાદ આઇ-વે પ્રોજેકટનો કંટ્રોલ એન્ડ કમાન પોલીસે સંભાળી ટ્રાફિક નિયમનનો ભંગ કરતા વાહન ચાલકોને ઇ-મેમો ફટકારી અત્યાર સુધીમાં રૂા.180 કરોડ વસુલ કર્યા છે. અને એટલી જ રકમનો ઇ-મેમોનો દંડ વસુલ કરવાનો બાકી છે ત્યારે બાકી રહેલી રકમ વસુલ કરવા માટે ટ્રાફિક બ્રાન્ચ દ્વારા અવનવા નુસ્ખા અપનાવી રહી છે. જુના મેમોનો દંડ ભર્યા બાદ ડીટેઇન કરેલું વાહન મુકત કરવામાં આવતું હતું. ત્યાર બાદ ટ્રાફિક બ્રાન્ચ એસીપી મલ્લહોત્રાએ ઇ-મેમાનો દંડ વસુલ કરવા માટે વાહન ચાલકોના મોબાઇલમાં લોક અદાલતમાં એન.સી.કેસ કરવાની ઉચારેલી ચીમકીના પગલે સમગ્ર શહેરમાં દોડદામ મચી ગઇ છે. એસીપીના મેસેજના ઘેરા પ્રત્યાઘાત પડતા મેસેજ અંગે સ્પષ્ટતા કરવા માટે ટ્રાફિક એસીપી મલ્લહોત્રાએ પત્રકાર પરિષદ યોજી કેટલીક સ્પષ્ટતા કરી છે.

એસીપી મલ્લહોત્રાએ લોક અદાલતમાં કેસ અંગે સ્પષ્ટતા કરતા પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે પોલીસ દ્વારા છ માસ દરમિયાનના જ ઇ-મેમોના દંડ વસુલ કરે છે. ત્યાર પહેલાંના દંડ કોઇ સ્વૈચ્છાએ ભરે તો જ લેતા હોય છે. તેમ છતાં ટ્રાફિક બ્રાન્ચે આ અંગે બોર્ડ પણ લગાવવામાં આવ્યું છે. દંડ વસુલ કરવા પાછળ માત્ર ટ્રાફિક નિયમન કરવાનો છે અને ફરી ભુલ ન કરે તે માટે દંડ વસુલ કરવામાં આવે છે. ફરી દંડ ન ભરવો પડે તે માટે વાહન ચાલક જાગૃત રહે છે.

આઇ-વે પ્રોજેકટ શરૂ થયા બાદ શહેરના વાહન ચાલકોને અત્યાર સુધીમાં 24.63 લાખથી વધુ ઇ-મેમો મોકલવામાં આવ્યો છે. જે પૈકી 180 કરોડનો દંડ વસુલ કરવામાં આવ્યો છે. છ માસ પહેલાંના 23 લાખ ઇ-મેમોના વાહન ચાલક પાસેથી રૂા.147 કરોડ હજી વસુલ કરવાના છે. પંરતુ છ માસ પહેલાંનો દંડ વસુલ ન કરવા અંગે હાઇકોર્ટમાં પીઆઇએલ પેન્ડીગ છે. તેમજ રાજકોટના યુવા લોયર્સ દ્વારા વાહન ચાલકોમાં જાગૃતિ લાવવા ઝુંબેશ શરૂ કરી છ માસ પહેલાંનું સરકારી લેણું વસુલ કરવા પોલીસને સતા નથી તેવું સ્પષ્ટ કર્યુ હતું. આ અંગે એસીપી મલ્લહોત્રો પણ છ માસ દરમિયાનના 1.25 લાખ ઇ-મેમોના દંડ વસુલ કરવા માટે જિલ્લા કાનૂની સેવા સતા મંડળ દ્વારા તા.26 જુને લોક અદાલતનું આયોજન કયુ4 છે. લોક અદાલતમાં એક સાથે મોટી સંખ્યામાં ઇ-મેમોના પ્રિલીટીગેશનનો ઉકેલ આવી શકે તેમ હોવાથી 63 હજાર વાહન ચાલકને તેના મોબાઇલમાં એસએમએસથી લોક અદાલતની જાકારી આપી છે. જ્યારે 62 હજાર વાહન ચાલકોને પોલીસ દ્વારા સમન્સ મોકલીને જાણ કરવામાં આવી છે. ઇ-મેમો અંગે ખાસ ઝુંબેશ ચલાવતા યુવા લોયર્સ દ્વારા મોકલવામાં આવેલી લીગલ નોટિસ પણ એસીપી મલ્લહોત્રાએ જાહેરમાં વાચી સંભળાવી હતી અને લોક અદાલતમાં વાહન ચાલક દંડ ભરી શકે છે. અને એન.સી.કેસ લડવો હોય તો લડી પણ શકે છે તેમ જણાવ્યું હતું.

ઇ-મેમોમાંથી સરકારી વાહનોને કેમ મુક્તિ?

સમાન કાયદો અને સમાન ન્યાય દેશના બંધારણના આમુખમાં લખવામાં આવ્યો છે. કમનશીબે આ બંધારણ રાજકોટના સરકારી વાહન ચાલકોને લાગુ નથી પડતું આઇ-વે પ્રોજેકટ શરૂ થયા બાદ અત્યાર સુધીમાં એક પણ સરકારી વાહનને ઇ-મેમો મોકલવામાં આવ્યો નથી અને 180 કરોડ અન્ય વાહન ચાલકો પાસેથી ટ્રાફિક બ્રાન્ચે સમાધાન શુલ્ક વસુલ કરી બેધારી નિતિ અંગે ટ્રાફિક એસીપી મલ્લહોત્રાએ પત્રકારોના પ્રશ્ર્નનો જવાબ દેવાનું ટાળ્યું હતું.

કોર્પોરેશનના પણ 200 ઇ-મેમાની વસૂલાત બાકી સૌથી વધુ મવડી ચોકડીએ 187 ઇ-ચલણ ઇશ્યૂ કરાયા

કોર્પોરેશન દ્વારા એપ્રિલ માસથી લઇ અત્યાર સુધીમાં કુલ 220 ઇ-મેમો ઇશ્યૂ કરવામાં આવ્યા છે. જેની રકમ 46,400 જેવી થવા પામે છે. જો કે, માત્ર 20 લોકોએ જ કોર્પોરેશનના ઇ-ચલણ સામે દંડની રકમ ભરપાઇ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. એચ.જે. સ્ટીલ સર્કલ, ભક્તિનગર સર્કલ, જામટાવર ચોક, જિલ્લા ગાર્ડન ચોક, જંક્શન પ્લોટ, મવડી ચોકડી, પેડક રોડ પાણીના ઘોડા પાસે અને રૈયા ચોકડી સહિતના વિસ્તારોમાં 220 લોકોને ઇ-ચલણ ફટકારવામાં આવ્યા છે. જેમાં સૌથી વધુ ઇ-ચલણ મવડી ચોકડીએ 187 અપાયા છે. પાણીના ઘોડા પાસે 23 લોકોને ઇ-ચલણ મળ્યા છે. દરમિયાન આજ સુધીમાં માત્ર 20 લોકોએ જ ઇ-ચલણની દંડની રકમ ભરપાઇ કરી છે. જેમાં તમામ મવડી ચોકડીએ દંડાયા લોકોના પૈસા આવ્યા છે. આજની તારીખે 200 ઇ-મેમા પેન્ડિંગ છે અને તેની રકમ 42,400 જેવી થવા પામે છે.

ઇ-મેમોના પ્રશ્ને વાહન ચાલકોની વ્હારે આવતા ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ

03 4

રાજકોટમાં ઇ-મેમોનાં મામલે લોક અદાલતમાં કેસની એસીપી મલ્હોત્રાની ચીમકી બાદ લોકોમાં દોડધામ મચી ગઇ છે. ત્યારે રાજકોટની જનતાના પ્રશ્નોને લઇ ધારાસભ્ય ગોવિંદ પટેલ વાહન ચાલકોની વ્હારે આવ્યા છે. રાજકોટવાસીઓને ધારાસભ્ય ગોવિંદ પટેલે હૈયા ધારણા આપતા ઇ-મેમોના પ્રશ્નને ગૃહ મંત્રાલય સુધી પહોચાડવા માટે ખાતરી આપી છે.

સામાન્ય પ્રજાને થતી મુશ્કેલીઓને ડામવા ઇ-મેમોના મામલે ગૃહમંત્રી હર્ષ સંધવી સાથે ચર્ચા વિચારણા પણ કરી છે. એટલું જ નહિ પરંતુ રાજકોટવાસીઓને પડતી ઇ-મેમોની મુશ્કેલીઓને લઇ આગામી સમયમાં ગૃહમંત્રી હર્ષ સંઘવી સાથે બેઠક પણ કરશે તેવું ધારાસભ્ય ગોવિંદ પટેલે જણાવ્યું હતું. ગોવિંદ પટેલના કહ્યા મુજબ હાઈ-વે પ્રોજેક્ટ અને રસ્તા પ્રોજેક્ટને ઇ-મેમો સાથે કોઈ સંબંધ નથી.

ચૂંટણી આવતા નહિ પરંતુ શહેરીજનોને પડતી મુશ્કેલીઓ ડામવા માટે ધારાસભ્ય ગોવિંદ પટેલ આગામી સમયમાં ઇ-મેમોનો પ્રશ્ન ગૃહમંત્રી સમક્ષ રજૂ કરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.