દેવભૂમિદ્વારકા જિલ્લાના યાત્રાધામ દ્વારકામાં ટ્રાફીકની સમસ્યાના ઉકેલ માટે તેમજ ટ્રાફીકના નિયમનુ ચુસ્તપણે પાલન કરવા ટ્રાફિકની ટીમ સક્રિય બની છે. ભદ્રકાલી ચોક પાસે જીલ્લા ટ્રાફિક પોલીસની ટીમ દ્રારા ટ્રાફીકની ડ્રાઈવમાં ટ્રાફીકના નિયમભંગ કરનારો દંડાયા હતા. જેમા જિલ્લા ટ્રાફિક પોલીસ સર્વેલન્સ સ્ટાફ અને જાંબાજ પોલીસ સબ ઇન્સ્પેક્ટર વી. એમ. સોલંકી, એએસઆઈ, કે. એમ. ચાવડા, દેવરાજભાઇ પંડત અને શક્તિસિંહ જાડેજાની સહ3તની ટીમ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી હતી. 17 વાહનોને ડિટેન કરવામાં આવ્યા હતા.
ત્યારે શહેરમાં વાહન પાર્કીંગ તેમજ ટ્રાફીકના નિયમ અંગે ટ્રાફીક પોલીસ દ્વારા ખાસ ડ્રાઈવ રાખવામાં આવતી હોય છે. દ્વારકામાં ટ્રાફીકની ખાસ ડ્રાઈવ કરીને ટ્રાફીકના નિયમોનો ભંગ કરનાર સામે દંડાત્મક કાર્યવાહી કરી હતી. દેવભુમિ દ્વારકાના જીલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય દ્વારા ધાર્મિક નગરી દ્વારકામાં ટ્રાફીક અંગે કડક કાર્યવાહીની સુચના મળતા ડીવાયએસપી સાગર રાઠોડ દ્વારા ટ્રાફીક પોલીસને ટ્રાફીકના નિયમોનુ પાલન કરવા તેમજ નિમયોનો ભંગ કરનાર સામે દંડાત્મક કાર્યવાહી કરવાની પીઆઈ આકાશ બારસીયાને સુચન કર્યુ હતુ.