Abtak Media Google News

10 લાખ લાભાર્થીઓ  પૈકી 9.96 લાખને વેકિસનના બંને ડોઝ આપી દેવાયા

કોરોના મહામારી સામે રક્ષણાત્મક એવા હાથવગા હથિયાર કોરોના વેક્સિનના 10 કરોડથી વધુ ડોઝ નાગરિકોને આપવાની સિદ્ધિ ગુજરાતે મેળવી છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નાગરિકોને કોરોના વેક્સિનેશનનું સુરક્ષા કવચ આપવા સતત કાર્યરત રહેલા આરોગ્ય કર્મીઓ અને ફ્રન્ટલાઇન વર્કર્સ, કોરોના વોરિયર્સને આ સેવા સિદ્ધિ માટે અભિનંદન પાઠવ્યા છે.

ગુજરાતમાં કોરોના વેક્સિનેશનનો પ્રારંભ સમગ્ર દેશ સાથે તા. 16 મી જાન્યુઆરી-ર0ર1થી કરવામાં આવ્યો હતો*. *તા.31 જાન્યુઆરી-ર0ર1થી ફ્રંટલાઇન વર્કર્સનું રસીકરણ શરૂ કરનારૂં ગુજરાત દેશમાં પ્રથમ રાજ્ય બન્યું હતું.

રાજ્ય સરકારે આ વેક્સિનેશન અભિયાનને ઝૂંબેશના સ્વરૂપમાં ઉપાડીને સ્પેશ્યલ સેશન, શાળા-કોલેજો શૈક્ષણિક સંસ્થાઓમાં ખાસ કેમ્પ, વૃદ્ધો અને અન્ય ગંભીર બિમારી ધરાવતા લોકોને નિયર ટુ હોમ સ્ટ્રેટેજી થકી પ્રાયોરિટી ધોરણે વેક્સિનેશન સહિત હર ઘર દસ્તક અભિયાનથી રાજ્યભરમાં રસીકરણથી બહુધા લોકો રક્ષિત થઇ જાય તેની સતત કાળજી લીધી હતી.

આ સઘન ઝૂંબેશ અને જનજાગૃતિના પ્રયાસો વેગવંતા બનાવી ગુજરાતમાં 18 વર્ષથી વધુ વયના 4 કરોડ 87 લાખ 11,681 એટલે કે 98.8 ટકા લાભાર્થીને પહેલો ડોઝ, 4 કરોડ પ9 લાખ 36 હજાર 481 એટલે કે પાત્રતા પ્રાપ્ત વયજૂથના 9પ.7 ટકાને બીજો ડોઝ આપી દેવાયો છે.

એટલું જ નહિ, તા. 3 જાન્યુઆરી-ર0રરથી 1પ થી 18 વર્ષની વયજૂથના બાળકોને કોવિડ વેક્સિન આપવાની કામગીરી શરૂ કરીને પાત્રતા ધરાવતા 3પ.પ0 લાખ બાળકોમાંથી 79.9 ટકા એટલે કે ર8,44,496ને પહેલો ડોઝ અને પર.ર ટકા એટલે કે 10,10,ર67ને બીજો ડોઝ આપીને સુરક્ષિત કરવામાં આવ્યા છે.

પ્રિકોશન ડોઝ આપવાની કામગીરી ગુજરાતમાં તા.10મી જાન્યુઆરી-ર0રરથી શરૂ કરીને રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા હેલ્થવર્કર, ફ્રન્ટલાઇન વર્કર્સ તથા 60 વર્ષથી વધુ ઉંમરના કોર્મોબીડ લાભાર્થીઓને આવરી લઇને 16 લાખ ર1 હજાર 138 પ્રિકોશન ડોઝ આપવામાં આવ્યા છે. સમગ્રતયા રાજ્યમાં 10 કરોડથી વધુ વેક્સિનેશન ડોઝ તા.8મી ફેબ્રુઆરી સુધીમાં આપી દેવાયા છે.

ગુજરાતે 10 કરોડ ડોઝ આપવાની આ સિદ્ધિ મેળવવા સાથે પ્રતિ દસ લાખ બે ડોઝના લાભાર્થીએ 9 લાખ 96 હજાર 7ર4 વેક્સિન ડોઝ આપીને આ ક્ષેત્રે પણ દેશના મોટા રાજ્યોમાં અગ્રેસરતા મેળવી છે.

અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે રાજ્યમાં વેક્સિન સ્ટોરેજ માટે રરપ0 સ્ટોર, રપ99 આઇસ લાઇન્ડ રેફ્રિજરેટર, 84933 વેક્સિન કેરિયર અને 4034 કોલ્ડ બોક્સ જેવા કોલ્ડ ચેઇન સાધન સમગ્રી ઉપલબ્ધ છે.

નાગરિકોને વેક્સિનેશન કવચથી આવરી લેવા 1ર હજારથી વધુ તાલીમબદ્ધ વેક્સિનેટરની સેવાઓ પણ ઉપલબ્ધ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.