Abtak Media Google News

મુંબઇથી કચ્છ જતા પટેલ પરિવારને નડયો જીવલેણ અકસ્માત: બે ગંભીર રીતે ઘવાયા

માતાજીની આઠમ ભરવા જતા પરિવારમાં અરેરાટી

માળીયા-હળવદ હાઇવે પર આવેલા નવા ધનાળા ગામના પાટીયા પાસે વહેલી સવારે ટેલર અને કાર અથડાતા સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં મુંબઇના પટેલ પરિવારની બે મહિલા સહિત ત્રણ વ્યક્તિઓના ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે. બે ગંભીર રીતે ઘવાતા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે. પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોચી ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મુંબઇના પટેલ પરિવાર ફોરચ્યુનર કાર લઇ કચ્છના રાપર તાલુકાના દેસલપર ગામે જવા નીકળ્યા હતા. કાર હળવદ નજીક નવા ધનાળા ગામના પાટીયા પાસે પહોચી ત્યારે વહેલી સવારે ટેલર સાથે કાર ધડાકાભેર અથડાતા કાર ચાલકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા કાર પલ્ટી ખાઇ જતા ગોજારો અકસ્માત સર્જાયો હતો.

ગમખ્વાર અકસ્માતમાં કારમાં બેઠેલા સામુબેન વસ્તાભાઇ પટેલ, મોંધીબેન માતાભાઇ પટેલ અને રમેશભાઇ વસ્તાભાઇ પટેલના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા. ઋત્વીક માતાભાઇ પટેલ અને વસ્તાભાઇ નારણભાઇ પટેલ ગંભીર રીતે ઘવાતા બંનેને સારવાર માટે હળવદની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા છે.

જીવલેણ અકસ્માતના બનાવની પોલીસને જાણ થતા હળવદ પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોચી ત્રણેય મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડયા હતા. ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો. મુંબઇના પટેલ પરિવાર મુળ કચ્છના રાપર તાલુકાના દેસલપરના વતની હોવાથી તેઓ માતાજીની આઠમ ભરવા માટે આવી રહ્યા હતા ત્યારે તેઓને જીવલેણ અકસ્માત નડતા પટેલ પરિવારમાં શોક સાથે અરેરાટી મચી ગઇ છે.

મોરબી હાઇ-વે રક્ત રંજીત: ત્રણ અકસ્માતના બનાવમાં યુવાન સહિત ત્રણના મોત

રફળિયામાં કારની ઠોકરે યુવાનનું, વાંકાનેર પાસે અજાણ્યા વાહનની ઠોકરે એકનું મોત અને હળવદ પાસે કાળમુખા ટ્રેલરે બાઇક ચાલકનો ભોગ લીધો

મોરબી – વાંકાનેર હાઇવે ઉપર દરરોજ અનેક જીવલેણ અકસ્માતો સર્જાતા રહે છે ત્યારે ગઈકાલે રફળીયા નજીક સર્વિસ રોડ ઉપરથી પાનેલી તરફ જવા બાઈક રોડ ઉપર ચડાવતા જ કાર ચાલક કાળ બનીને આવતા બાઈક ચાલક યુવાનનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. વાંકાનેરમાં અજાણ્યા વાહનની ઠોકરે અને હળવદ પાસે કાળમુખા ટ્રેલરે બાઇક ચાલકનો ભોગ લીધો છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ મોરબી વાંકાનેર હાઇવે ઉપર ગઈકાલે વહેલી સવારે પાંચેક વાગ્યાના અરસામાં પાનેલી ગામે રહેતા કરણભાઇ શિવાભાઈ ખાણધર, (ઉ.વ.36) નામનો યુવાન પોતાનું હિરો કંપનીની સ્પ્લેન્ડર મો.સા. રજી. નં. જીજે.-03-સીએફ-2235 લઇ રફાળીયા ગામ ખોડીયાર માતાજીના મંદિર પાસે સર્વિસ રોડ ઉપર આવેલા કટથી પાનેલી તરફ જવા માટે આવતો હતો ત્યારે રોડ ઉપર ચડતા જ અજાણ્યા કાર ચાલકે હડફેટે લેતા આ યુવાનનું ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માતના આ બનાવ અંગે પાનેલી ગામે નવા પ્લોટમાં રહેતા મૃતકના પિતા શીવાભાઇ ડાહ્યાભાઇ ખાણધરે મોરબી તાલુકા પોલીસ મથકમાં અજાણી કારના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે.

બીજા બનાવમાં વાંકાનેરના પાડધરા ગામે રહેતા લાખાભાઇ મનજીભાઇ કુંઢીયા અને મોરબી મહેન્દ્રનગર નજીક મફતિયાપરામાં રહેતા સોનુભાઇ કુકાભાઇ આધરોજીયા ઉ.27 જીજે – 03 – એફબી – 6532 નંબરનું મોટર સાયકલ લઈને જતા હતા ત્યારે અજાણ્યા વાહને હડફેટે લેતા સોનુભાઇ કુકાભાઇ આધરોજીયાને ગંભીર ઇજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે લાખાભાઇ મનજીભાઇ કુંઢીયાને ઇજાઓ પહોંચી હતી.

જ્યારે ત્રીજા બનાવમાં હળવદ માળિયા હાઇ-વે રોડ એસબીઆઈ બેંકની સામેની સાઈડ કાળમુખા ટ્રેલર જીજે-12-એઝેડ-8299એ પુરપાટ ઝફપે આવી બાઇકને ઠોકર મારતા ગંભીર રીતે ઘવાયેલા યશ નામના યુવાનને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર કારગત ન નિવડતા યશનું મોત નિપજ્યું હતું. જેથી પોલીસે ટ્રેલર ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.