Abtak Media Google News

આજકાલ રોડ અકસ્માતના કિસ્સાઓ વધતા જાય છે ત્યારે ભાવનગરમાં આજ રોજ વધુ એક ગમખ્વાર અકસ્માત થયો છે. ભાવનગર નજીક નવા બંદર રોડ પર ગમખ્વાર અકસ્માત સર્જાતા ઘટનાસ્થળે જ 4 લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે.

Screenshot 3

આજે વહેલી સવારે સ્વીફ્ટ કાર અને ડમ્પર વચ્ચે ગોઝારો અકસ્માત થયો હતો. અકસ્માતમાં કારમાં સવાર ચાર લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયા હતા. અકસ્માત બાદ જે દ્રશ્યો સામે આવ્યા છે તે ખરેખર ડરામણા છે. કારણ કે ટ્રકની ટક્કર એટલી જોરદાર હતી કે કારના ફૂરચા નીકળી ગયા હતા. બનાવને પગલે 108નો સ્ટાફ અને પોલીસ કાફલો દોડી ગયો હતો.

Screenshot 2
મૃત્યુ પામનાર તમામ યુવક 28 થી ૩૨ વર્ષના હોવાનું જાણવા મળ્યું છે. તમામ મૃતકો કરચલીયા પરા વિસ્તારના હોવાનું કહેવામાં આવી રહ્યું છે. અકસ્માત બાદ જે દ્રશ્યો ઊભા થયા હતા તેને જોઈને હાજર તમામ લોકો હચમચી ગયા હતા. ટ્રક સાથે ટક્કર બાદ કારનો બુકડો બોલી ગયો હોવાથી અંદર સવાર લોકોનાં મૃતદેહ ફસાયા હતા. જે બાદમાં મૃતદેહોને બહાર કાઢવા માટે ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી. તમામ મૃતદેહને બહાર કાઢીને પોસ્ટ મોર્ટમ માટે સરકારી હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.