Abtak Media Google News

FCAT(Film Certificate Appellate Tribunal)ને કાયદા મંત્રાલયે અચાનક 6 એપ્રિલ 2021ના ​​રોજ બંધ કરી દીધું. કાયદા મંત્રાલયે એક નોટિસ જારી કરી હતી કે હવેથી જો ફિલ્મ નિર્માતા સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન(CBFS)ના કોઈપણ નિર્ણય સાથે અસંમત છે, તો તેઓએ FCATની જગ્યાએ હાઇકોર્ટમાં અરજી રજૂ કરવી. આ નિર્ણયનો ઘણાબધા ફિલ્મ નિર્માતાઓ સોશિયલ મીડિયા પર વિરોધ કરી રહ્યા છે. આ નિર્ણય વિશે સંપૂર્ણ માહિતી મેળવીયે અને FCAT અને CBFSની કામગીરી પણ સમજીયે.

CBFS સર્ટીફીકેટ શું છે?

ફિલ્મ નિર્માતાઓએ ફિલ્મ રજૂ કરવા માટે CBFS પાસેથી સર્ટીફીકેટ મેળવવું જરૂરી છે. જેના માટે નિર્માતાઓ તેમની ફિલ્મ CBFSના સભ્યોને બતાવે છે. જે પછી જ્યુરી ફિલ્મના વિષયવસ્તુના આધારે ફિલ્મને જોઈ કઇ સર્ટિફિકેટ આપવું એ નક્કી કરે છે. જો કોઈ ફિલ્મ જ્યુરી મેમ્બરને રિલીઝ કરવા લાયક ના લાગે તો તેઓ તે ફિલ્મને CBFS પ્રમાણપત્ર આપતા નથી. CBFS સર્ટીફીકેટ વગર ફિલ્મનિર્માતા ફિલ્મ રિલીઝ ના કરી શકે.

CBFS સર્ટિફિકેટના ત્રણ પ્રકાર છે

A સર્ટિફિકેટ – જો ફિલ્મમાં અપશબ્દો, અતિશય હિંસા, નગ્નતા, સેક્સ દ્રશ્યો શામેલ હોય, તો ફિલ્મને A સર્ટિફિકેટ આપવામાં આવે છે. જેનો અર્થ છે કે આ ફિલ્મ 18 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે છે. (દા.ત. ડેલી બેલી, બેન્ડિટ ક્વિન…)

U/A સર્ટિફિકેટ – જે ફિલ્મોમાં થોડી હિંસા અથવા અમુક પ્રકારના લવ દ્રશ્યો હોય છે, તો બોર્ડ તે ફિલ્મોને U /A સર્ટિફિકેટ આપે છે. જેનો અર્થ છે કે બાળકો માતાપિતાની પરવાનગી લઈ આ ફિલ્મો જોઈ શકે છે. (દા.ત.- અગ્નિપથ, પદ્માવત ..)

U સર્ટિફિકેટ- જે ફિલ્મો મનોરંજ આપે છે એમાં કોઈ ખરાબ શબ્દો અથવા દ્રશ્યો આવતા નથી તેવી ફિલ્મોને U સર્ટિફિકેટ આપવામાં આવે છે (દા.ત ગોલમાલ, બર્ફી ..)

FCAT શું કામ કરે

હવે કેટલીકવાર ફિલ્મ નિર્માતાઓ અને CBFSના સભ્યો વચ્ચે મતભેદો થાય છે. નિર્માતાઓનું માનવું છે કે, તેની ફિલ્મ સ્વચ્છ છે અને તમામ ઉંમરના દર્શકો તેને જોઈ શકે છે, તેથી તેની ફિલ્મને U સર્ટિફિકેટ મળવું જોઈએ. પરંતુ CBFS અનુસાર, ફિલ્મના કેટલાક દ્રશ્યો બાળકો માટે જોવા યોગ્ય નથી અને તેઓ આ ફિલ્મને U/A સર્ટિફિકેટ આપે છે. આવી સ્થિતિમાં, ફિલ્મ નિર્માતા FCATની મદદ લે છે. નિર્માતાઓ FCAT પાસે જઈ પોતાની વાત રજુ કરે છે. FCATની જ્યુરી ફિલ્મ જોઈ યોગ્ય ફેંશલો કરે છે.

એવી ઘણી ફિલ્મો છે જેને CBFSએ રિલીઝ કરવા અથવા A સર્ટિફિકેટ આપવા પર ઇન્કાર કર્યો હતો. નિર્માતા FCATના શરણે ગયા હતા, જ્યાં થી તેમને ન્યાય મળ્યો હતો. તેવી ફિલ્મોની યાદી કરીયે તો ઉડતા પંજાબ, હરામખોર, સાહેબ બીબી ઓર ગુલામ.

કાયદા મંત્રાલયે 6 એપ્રિલના રોજ FCATને બંધ કરી દીધું છે. CBFSના નિર્ણયથી જો ફિલ્મનિર્માતા નારાજ છે તો હવે તમને હાઈકોર્ટમાં અપીલ કરવાની રહશે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.