સંચાર, પ્રસારણ ક્ષેત્રમાં સંશોધન અને વિકાસને વેગ આપવા સુચનો માગતી ‘ટ્રાય’

ટેલીકોમ રેગ્યુલેટરી ઓથોરીટીએ વિઘાર્થીઓ સાથે યોજાયો વેબિનાર

દેશના સંચાર અને પ્રસારણ વિભાગમાં સંશોધન તથા વિકાસની ગતિને પ્રોત્સાહીત કરવા ટ્રાયે જનતાના સુચનો માગ્યા છે તેમ રાજકોટ શહેર જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળે જણાવ્યું હતું.

ગત તા.24,ફેબ્રુઆરી,2011 ના રોજ ટેલીકોમ રેગ્યુલેટરી ઓથોરેટી ઓફ ઈન્ડીયા (ટ્રાય),ન્ય દિલ્હીએ ઓનલાઈન નવી વિચારધારાને પ્રોત્સાહન આપવા ઉચ્ચ અભ્યાસ કરતા વિધાર્થીઓ સાથે સેમીનારનું આયોજન કર્યુ હતું.જેમાં ચર્ચાનો વિષય સંશોધન અને વિકાસની ગતીને પ્રોત્સાહિત કરવાનો હતો. આ સેમિનારમાં ટ્રાયના ચેરમેન ડો. ડી. પી. વાઘેલા (આઈ.એ.એસ.) ઉપસ્થીત રહયા હતા.દેશની આર્થિક વિકાસની વૃદ્ધિમાં ટેલીકોમ અને પ્રસારણ ઉદ્યૌગની ભૂમીકા ઉપર પ્રકાશ પાડતા ટ્રાયના ચેરમેનએ કહયું કે “ટેલીકોમ અને પ્રસારણ ક્ષેત્રે સ્વદેશી સંશોધન અને વિકાસ ખૂબજ આવશ્યક છે. આમ કરવાથી ઘરેલું ઉત્પાદનો વધશે અને વસ્તુઓની આયાતમાં ઘટાડો આવશે.

ડો. વાઘેલાના મતાનુસાર ટેલીકોમ અને પ્રસારણના ક્ષેત્રમાં ઘણી મોટી સંભાવનાઓ સંતાએલી છે. અને આવનારા ભવિષ્યમાં આપણા ભારત દેશને 500 કરોડની ઈકોનોમી બનાવવામાં મોટો ભાગ ભજવશે. ટેલીકોમ અને પ્રસારણની વૃદ્ધિ માટે ટ્રાયએ ખાતરી આપી હતી કે, શેક્ષણિક સંસ્થાઓ, સંશોધન સંસ્થાઓ અને ઉદ્યોગના પ્રતિનિધીઓ વચ્ચે સરકાર કામ કરશે. ટ્રાયના સેક્રેટરી એસ. કે. ગુપ્તાએ સંબોધન આપતા જણાવ્યું કે, શૈક્ષણિક અને ઉદ્યોગ ક્ષેત્રો સાથે મળી કામ કરવું પડશે. અને સરકારની મદદથી ટેલીકોમ અને પ્રસારણમાં સંશોધન અને વિકાસ પ્રત્યે કેન્દ્રીત અભીગમ હોવો જોઈએ.આ ઓનલાઈન વેબિનારમાં પ્રસાર ભારતી, સીડોટ, ટીએસડીએડઆઈ, આઈઆઈટી. કાનપર, આઈટીઆઈ,મદ્રાસ, આઈઆઈટી,દિલ્હી અને ટેલીકોમ સર્વિસ, પ્રસારણ અને કેબલના પ્રતિનિધિઓ જોડાયા હતા. શ્રોતાઓને વકતાઓ દ્વારા વિચાર વિમર્સ દરમ્યાન નીચેના સુચનો પ્રાપ્ત થયા હતા.ઉદ્યોગો દ્વારા સ્વદેશી પધ્ધતીઓ અપનાવવી અને સંશોધન અને વિકાસ સંસ્થાઓ અને સ્ટાર્ટઅપને સામાનની ખરીદીના ઓર્ડર આપવા. ઉપરાંત શૈક્ષણિક સંસ્થાઓ, સંશોધન સંસ્થાઓ અને ઉદ્યોગોનું મજબુત જોડાણ હોવું જોઈએ. આ ઉદેશોને હાસલ કરવા વગદાર સમિતિની રચના કરવામાં આવશે જેમાં શિક્ષણ ક્ષેત્રના ઉચ્ચ અધિકારી અને સંશોધન ક્ષેત્રના ઉચ્ચ અધિકારીઓ હશે.  આ લક્ષ્યાંકો પ્રાપ્ત કરવા સંબધે ટ્રાય દ્વારા શૈક્ષણિક સંસ્થાઓ, ટેલીકોમ અને પ્રસારણ ઉદ્યોગો સંશોધન કરતી સંસ્થાઓ, વિદ્યાર્થીઓ અને દેશની આમ જનતા પાસેથી ટેલીકોમ અને પ્રસારણ ક્ષેત્રે મૂલ્યવાન સૂચનો માંગવામાં આવ્યા છે. જેથી સૌએ આ વિષયે સુચનો પાઠવવા આહવાન આપવામાં આવે છે.