અભિષેક બચ્ચનની ફિલ્મ “ધ બિગ બુલ”નું ટ્રેલર રિલીઝ, આ ભારતીય યુટ્યૂબર સાથે છે ખાસ કનેકશન

અભિષેક બચ્ચનની સૌથી વધુ રાહ જોવાયેલી ફિલ્મ ‘ધ બિગ બુલ’નું ટ્રેલર આજે રિલીઝ થયું છે. 3 મિનિટ 8 સેકન્ડનું આ ટ્રેલર સોશ્યિલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. અભિષેક બચ્ચનના ચાહકો એના લુક અને અંદાજને ખુબ પસંદ કરી રહ્યાં છે. ઇલિયાના ડિક્રુઝ પણ પત્રકારના અવતારના ખુબ સારી લાગે છે.

“ધ બિગ બુલ”ના ટ્રેલરમાં ફરી એક વાર અભિષેક બચ્ચનનો સ્વેગ એના ચાહકોએ પસંદ કર્યો છે. સાથે કેટલાક દમદાર ડાઈલોગ પણ ટ્રેલરમાં સાંભળવા મળી રહ્યાં છે. આ સાથે અભિષેકને ઇલિયાનાની જોડી ચાહકો વખાણી રહ્યાં છે.

 

 

View this post on Instagram

 

A post shared by Abhishek Bachchan (@bachchan)


“ધ બિગ બુલ”નું ટ્રેલર યુટ્યૂબર કેરી મિનાટીના ચાહકો માટે ખાસ છે. આ ટ્રેલરના બેકગ્રાઉન્ડમાં કેરી મિનાટીનું એક ગીત “યલગાર” સાંભળવા મળીયું છે. થોડા સમય પેલા જ કેરી મિનાટીનું ગીત “યલગાર” રિલીઝ થયું હતું. આ ગીતને ચાહકોએ પસંદ કરિયું હતુંને યૂટ્યૂબ પર ટ્રેંડ પણ થયું હતું.

16 માર્ચના દિવસે આ ફિલ્મનું ધમાકેદાર ટીઝર રિલીઝ થયું હતું. ફિલ્મમાં 1987માં મુંબઈમાં થયેલા સૌથી મોટા કૌંભાડની કહાની દેખાડવામાં આવી છે. થોડા સમય પેહલા જ ફિલ્મો થિયેટરમાં રિલીઝ થવાનું શરૂ થયું છે, જ્યાં “ધ બિગ બુલ” OTT પ્લેટફોર્મ ડિઝની પ્લસ હોટસ્ટાર પર 8 એપ્રિલે રિલીઝ થશે.