Abtak Media Google News

તાલીમ હંમેશા માણસને નવું શિખવે છે અને પરિસ્થિતિ અંગે એક નવો જ દ્રષ્ટિકોણ કેળવવામાં મદદરુપ થાય છે. આ ઉમદા ઉદેશ્ય સાથે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ રાજકોટ દ્વારા જે.જે. પાઠક પ્રાથમિક શાળા નં.૧૯ ખાતે અમેરિકન ઇન્ડિયા ફાઉન્ડેશનના ડિજીટલ ઇકવિલાઇઝર પ્રોગ્રામ અંતર્ગત મિડિયા સાક્ષરતા અને શિક્ષણની આધુનિક પધ્ધતિઓ અંગે એક તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ તાલીમમાં રાષ્ટ્રીય અભ્યાસક્રમ ફ્રેમવર્ક-૨૦૦૫ તથા મિડિયા સાક્ષરતા અને શિક્ષણની આધુનિક પધ્ધતિઓનો ઉપયોગ કરીને બાળકોમાં રહેલી જિજ્ઞાવૃતિને પારખીને તથા તેનામાં રહેલી મલ્ટીપલ ઇન્ટેલીજન્સને ઓળખીને વ્યક્તિગત શિક્ષણ તથા ડિજીટલ એજ્યુકેશન મારફતે બાળકોને કેવી રીતે સાચુ દિશાદર્શન કરી શકાય તે અંગેની તાલીમ ગાંધીનગરથી આવેલા તજજ્ઞો દ્વારા આપવામાં આવી હતી. આ તાલીમમાં વિવિધ શાળાના કુલ-૩૦ આચાર્યોની ઉપસ્થિતિથી સમગ્ર કાર્યક્રમ યોજાયો હતો.

આ પ્રસંગે ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુર અને શાસનાઅધિકારી દેવદ પંડ્યાએ ખૂબ સહકાર આપ્યો હતો. ડિઝીટલ ઇકવીલાઇઝર પ્રોગ્રામના પ્રોજેક્ટ મેનેજર શંકર શર્મા, રીઝનલ ઓફિસર, હાર્દિક સોનછાત્રા ટ્રેનર ચઁદુભાઇ રાઠોડ તથા સ્ટાફ મિત્રો અને શાળા નં.૧૯ના સ્ટાફના સહયોગથી આ તાલીમ સફળ રીતે પૂર્ણ થઇ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.