Abtak Media Google News

મુખ્ય નિર્વાચન અધિકારી પી.ભારતી અને અધિક નિર્વાચન અધિકારી  આર.કે.પટેલે: વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જરૂરી માર્ગદર્શન આપ્યું

આજરોજ હેમુગઢવી હોલ ખાતે મુખ્ય નિર્વાચન અધિકારી  પી. ભારતીના માર્ગદર્શન તળે રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિધાનસભાની ચૂંટણી સંબંધિત સૌરાષ્ટ્ર-કચ્છના મતદાર નોંધણી અધિકારી અને નાયબ ચૂંટણી અધિકારીઓનો તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. કલેકટરશ્રી અરૂણ મહેશ બાબુના અધ્યક્ષ સ્થાને યોજાયેલાં આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર કચ્છના 12 જિલ્લાના નાયબ ચૂંટણી અધિકારીઓ સહિત આશરે 90 જેટલા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Dsc 6012

આ તાલીમ કાર્યક્રમમાં અમદાવાદ જિલ્લાના અધિક જિલ્લા ચૂંટણી અધિકારી  સી.એ. ગાંધી દ્વારા પ્રેઝનટેશનના માધ્યમથી ચૂંટણી અધિકારીઓને મતદાર યાદી, નામ નોંધણી, નામ કમી, જરૂરી સુધારા વધારા, EPIC સંબંધી પ્રશ્નોના નિકાલ સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરીને માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું.

Dsc 6029

આ ઉપરાંત નાના લાગતાં ઈશ્યુઓ પરત્વે ગંભીરતા દાખવી તાત્કાલિક નીકાલ કરવાનું સુચન કર્યું હતું, વધુમાં 18 વર્ષ પૂર્ણ કરતાં નવા યુવાઓની મતદાર નોંધણીની ઝુંબેશ શરૂ કરવાની પ્રેરણા આપી હતી. આ સાથે મહિલા મતદારોની સંખ્યા વધે તે માટે વિવિધ વિસ્તારોનો સર્વે કરીને મહિલાઓને મતદાર યાદીમાં સામેલ કરવાની કામગીરી હાથ ધરવા કહ્યું હતું.

આ ઉપરાંત મુખ્ય નિર્વાચન અધિકારી  પી.ભારતી અને અધિક નિર્વાચન અધિકારી  આર.કે.પટેલ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાઈને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ તકે ગાંધીનગર કચેરીના નાયબ સચિવ  એમ.બી.દેસાઈ અને અને આઈ.ટી.નિષ્ણાંત પ્રિતેષભાઈ ટેલર દ્વારા તાલીમ આપવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.