નવસારી : અમદાવાદના વટવા ખાતે બુલેટ ટ્રેનની ચાલી રહેલી કામગીરી સમય ક્રેન તૂટી પડતા ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થયું હતું આકસ્માતને પગલે વડોદરા થી અમદાવાદ જવા વાળી ટ્રેન મોડી ચાલી હતી. જેના કારણે મુસાફરો અટવાયા હતા.
અમદાવાદના વટવા ખાતે બુલેટ ટ્રેનની ચાલી રહેલી કામગીરી દરમિયાન ગેન્ટ્રી ગેટ મુકવા દરમિયાન મોટી ક્રેન તૂટી પડી હતી. જેના કારણે ટ્રેનો પ્રભાવિત થઈ હતી. વડોદરાથી અમદાવાદ જવા વાળી ટ્રેનો હાલમાં પણ મોડી ચાલી રહી છે. જ્યારે આ અકસ્માત સર્જાતા ત્રણ ટ્રેનનો રૂટ પણ બદલવામાં આવ્યો હતો. મુંબઈથી આવી આગળ જતી 29 જેટલી ટ્રેન નો પ્રભાવિત થઈ હતી. મુંબઈથી અમદાવાદ તરફ જતી ટ્રેનના મુસાફરોને વડોદરા રેલવે સ્ટેશન ઉતારી દેવામાં આવ્યા હતા.
આ દુર્ઘટનાની સૌથી મોટી અસર અમદાવાદ-મુંબઈ રેલવે વ્યવહાર પર પડી છે. ત્યારે નવસારી સ્ટેશનેથી મુંબઈ તરફ જતી ત્રણ મહત્વપૂર્ણ ટ્રેનો રદ કરવામાં આવી છે. આમાં 19418 અમદાવાદ-બોરીવલી એક્સપ્રેસ, અમદાવાદ-મુંબઈ ડબલ ડેકર અને ગુજરાત એક્સપ્રેસનો સમાવેશ થાય છે. આ ઉપરાંત કચ્છ એક્સપ્રેસ સાડા ત્રણ કલાક અને અજમેર-દાદર એક્સપ્રેસ બે કલાક મોડી દોડી રહી છે.
મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રેલવે અધિકારીઓ પણ ટ્રેન વ્યવહાર ક્યારે સામાન્ય થશે તે અંગે કોઈ ચોક્કસ સમય જણાવી શકતા નથી. અમદાવાદ-મુંબઈ ડાઉન ટ્રેકની ટ્રેનો રદ થવાથી નવસારીથી મુંબઈ તરફ જતા મુસાફરોની મુશ્કેલીઓમાં વધારો થયો છે.
અહેવાલ: રામ સોનગઢવાલા