Abtak Media Google News

લખનઉમાં ૧૨ કલાકની અડામણ બાદ ઠાર કરાયેલા ISISના આતંકી સૈફૂલ્લાહનું શબ પરિવારે ન સ્વીકાર્યું

ગઈકાલે ઠાર મરાયેલા આઈએસઆઈએસના આતંકીના પિતાએ મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કર્યો છે અને તે આતંકી તેમનો દિકરો ન હોવાનું કહ્યું છે.

ગઈકાલે લખનઉમાં ૧૨ કલાકની સશસ્ત્ર અડામણ બાદ પોલીસે આઈએસઆઈએસ સો સંકળાયેલા આતંકીને ઠાર કર્યો હતો. આ આતંકીનું નામ શૈફુલ્લાહ છે. તેના પિતા સરતાજ પુત્રની ગતિવિધિથી અત્યંત નાખુશ હતા. તેમણે પુત્રના મોત બાદ કહ્યું છે કે, ‘દેશ વિરોધી પ્રવૃતિ સો સંકળાયેલો વ્યક્તિ મારો પુત્ર ન હોઈ શકે, અમે દેશદ્રોહીનું સબ સ્વીકારશું નહીં, તેણે માત્ર અમારી સો જ નહીં સમગ્ર દેશ સો ગદારી કરી છે.’

આતંકી શૈફુલ્લાહના પિતા કાનપુરના જાજામુલા ખાતે રહે છે. તેમણે પુત્ર શૈફુલ્લાહની મોત બાદ ધ્રાસ્કો અનુભવ્યો હતો. તે ધ્રાસ્કો પુત્રના મોતનો નહીં પરંતુ તેની દેશ વિરોધી ગતિવિધિનો હતો. આતંકીની બહેન ઝરીન પણ તેની ગતિવિધિ અંગે સાંભળી સ્તબ્ધ ઈ ગઈ હતી. સરતાજે આ મામલે વધુમાં જણાવ્યું હતું કે, અમે ભારતીય છીએ, અમે ભારતમાં જન્મ લીધો છે, અમારા વડવાઓ પણ અહીં જુમ્યા હતા. ગદાર અમારો પુત્ર હોઈ શકે નહીં. તેનો અમારી સો કોઈ સંબંધ ન હોઈ શકે. શૈફુલ્લાહને તેના પિતા સરતાજે કામ ન કરતો હોવાના કારણે ફટકારતા છેલ્લા અઢી મહિનાથી તે ઘર છોડીને ચાલ્યો ગયો હતો. શૈફુલ્લાહની ઈચ્છા સાઉદી અરેબીયામાં ડ્રાઈવર તરીકે કામ કરવાની હતી.

આ મામલે સરતાજે કહ્યું હતું કે, સોમવારે મને શૈફુલ્લાહનો ફોન આવ્યો હતો, તેણે કહ્યું હતું કે, મને સાઉદી અરેબીયામાં નોકરી મળી ગઈ છે. શૈફુલ્લાહ કોલેજ ગ્રેજયુએટ હતો. ભોપાલ, ઉજ્જૈન ટ્રેન બ્લાસ્ટમાં તે સંકળાયેલો હોવાનું પોલીસે કહ્યું છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.