Abtak Media Google News

રાજયના આઇએએસ અધિકારીઓની બદલી બાદ આઇપીએસ અધિકારીની બદલીની ચર્ચા ચાલી રહી છે. ત્યારે અમદાવાદ સુપ્રસિધ્ધ જગન્નાથ રથયાત્રા બાદ આઇપીએસ અધિકારીઓની મોટા પ્રમાણમાં બદલીનો ઘાણવો આવી રહ્યાના નિર્દેશ મળી રહ્યા છે. બદલીની સાથે કેટલાક પોલીસ અધિકારીઓને બઢતી પણ મળનાર છે.

કેન્દ્રીય ગૃહમંત્રી તાજેતરમાં ગુજરાતની મુલાકાતે આવ્યા ત્યાર ઉચ્ચ પોલીસ અધિકારીઓની બદલી અને બઢતીનું લીસ્ટ તૈયાર થયાનું સુત્રો જણાવી રહ્યા છે. જેમાં અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટના પોલીસ કમિશનરની બદલી થાય તેવા નિર્દેશ મળી રહ્યા છે.

રાજકોટના જિલ્લા કલેકટર અને મ્યુનિસિપલ કમિશનરની બદલી બાદ ત્રણ વર્ષ જેટલા સમયથી રાજકોટમાં પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવતા મનોજ અગ્રવાલની બદલી હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.

વિધાનસભા 2022ની ચૂંટણી યોજવામાં આવે તે પૂર્વે આઇએએસ અને આઇપીએસ અધિકારીઓની બદલી કરવામાં આવે તો ચૂંટણી દરમિયાન નવા પોસ્ટીંગ સાથેના શહેરથી પરિચીત થઇ શકે તેમ હોવાથી ચૂંટણી પૂર્વે જ બદલી કરવામાં આવતી હોય છે.સહિતના મુદે ધ્યાને રાખીને જગન્નાથ રથયાત્રા બાદ બદલીઓનો ઘાણવો કાઢવામાં આવનાર છે.

રાજયના ચારેય મહાનગરના પોલીસ કમિશનર ઉપરાંત રેન્જ આઇજી, એસપી અને ડીસીપીની બદલી થનાર છે. તેમજ ડીવાય.એસ.પી.કક્ષાના અધિકારીઓને બઢતી આપવામાં આવનાર છે.

ડીવાય.એસ.પીને બઢતી અપાયા બાદ પીઆઇ ટુ ડીવાય.એસ.પી. અને પી.એસ.આઇ ટુ પીઆઇને પણ પ્રમોશન સાથે બદલી કરવામાં આવનાર છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.