Abtak Media Google News
  • રાજકોટ દક્ષિણ મામલતદાર રાઠોડ, ગ્રામ્યના કથીરિયા, જસદણના માકડીયા, કોટડા સાંગાણીના વસોયા, લોધિકાના જોશી, પડધરીના કવાડિયા અને એડીશનલ ચિટનીશ કરમટાની બદલી
  • રાજકોટ પીઆરઓમાં માકડીયા, , જસદણમાં સોલંકી, આઈઓરામાં કાકડીયા, લોધિકામાં વસોયા, ગ્રામ્યમાં કરમટા, રૂડામાં લુક્કા, કોટડા સાંગાણીમાં પરમાર, એડિશનલ ચિટનીશમાં પંડ્યા અને પડધરીમાં ચુડાસમાને મુકાયા

રાજ્યના મહેસુલ વિભાગે વિધાનસભાની ચૂંટણી પૂર્વે બદલીનો મોટો ગંજીપો ચિપ્યો છે. જેમાં રાજ્યના 110 મામલતદારોની બદલી કરવામાં આવે છે. આ સાથે 40 નાયબ મામલતદારને પ્રમોશન પણ આપવામાં આવ્યા છે.

મામલતદારોની બદલીના ઓર્ડરોની વિસ્તૃત વિગતો જોઈએ તો જસદણના વી.આર.માકડીયાની પીઆરઓ રાજકોટ, સુરતના ડી.સી. સોલંકીની જસદણ, બોટાદના જે.વી. કાકડિયાની રાજકોટ આઈઓરા, કેશોદના એ.જી.ગજ્જરનક વેરાવળ, સાયલાના પી.બી. કરગટીયાની સુત્રાપાડા, સુત્રાપાડાના વી.એલ. ધાનાણીની વિસાવદર, પોરબંદરના એ.આર.ચાવડાની ડાંગ, બગસરાના એ.એન.શર્માની થાનગઢ, થાનગઢના આર.એસ.લાવડીયાની ગારીયાધાર, કોટડાસાંગાણીના જે.એસ.વસોયાની લોધિકા, લોધિકાના એન.સી. જોશીની ગિરગઢડા, તળાજાના જે.જે. કનોજીયાની જૂનાગઢ, મોરબીમાં ઇલેક્શનના એચ.ડી. પરસાણીયાની મોરબી કલેક્ટ્રેટમાં, મોરબી ગ્રામ્યના ડી.જે. જાડેજાની જૂનાગઢ, સાવરકુંડલાના એફ.જે. માકડાની મોરબી, વલ્લભીપુરના બી.ટી. સવસાનીની જામનગર ગ્રામ્ય, બાબરાના બી.એમ.રેવરની કાલાવડ, કાલાવડના એમ.પી. કતીરાની સાયલા, રાજકોટ એડીશનલ ચિટનીશ કે.કે. કરમટાની રાજકોટ ગ્રામ્ય, પડધરીના એમ.એમ. કવાડિયાની મેંદરડા, ચુડાના એ.એસ. ઝાપડાની ધ્રોલ, ધ્રોલના બી.એન. કંઝારીયાની વલ્લભીપુર, જામખંભાળીયાના કે.જી. લુક્કાની રૂડામાં, રાજકોટ દક્ષિણના એમ.વી. રાઠોડની અરવલ્લી, માળિયા મિયાણાના ડી.સી. પરમારની કોટડાસાંગાણી, વિસાવદરના કે.એસ.પટેલની મુળી, ગીર ગઢડાના યુ.વી. કાનાણીની વાંકાનેર, પોરબંદરના એ.બી. વ્યાસની બોટાદ, રાજકોટ ગ્રામ્યના કે.એમ. કથીરિયાની છોટાઉદેપુર, સુરેન્દ્રનગરના કે.ટી. પરમારની રાજકોટ એડીશનલ ચિટનિસ રાજકોટ અને ટંકારાના એન.પી. શુક્લાની બાબરા બદલી કરવામાં આવી છે.

આ ઉપરાંત જે મામલતદારોને પ્રમોશન આપવામાં આવ્યા છે. તેઓમાં ભાવનગરના નાયબ મામલતદાર રણજીતસિંહ મોરીની કઠલાલ, બોટાદના વી.સી. ડાભીની તળાજા, ભાવનગરના કે.જી. ચુડાસમાની પડધરી, જામનગરના વી.આર. વરુની ઓખા, ગિરસોમનાથના આર.બી. ડોડીયાની પોરબંદર, બોટાદના કે.વી. સાનીયાની મહેસાણા, જામનગરના એચ.સી. જાડેજાની અમદાવાદ, બોટાદના આર.એન. પરમારની ઔડા, ભાવનગરના વી.બી. પટેલની સુરતને મામલતદાર તરીકે બદલી સાથે બઢતી આપવામાં આવી છે.

રાજકોટ જિલ્લાના કેતન સખીયા અને નિખિલ મહેતાને મામલતદાર તરીકે મળી બઢતી

મહેસુલ વિભાગે રાજ્યના 40 નાયબ મામલતદારોને મામલતદાર તરીકે પ્રમોશન આપ્યા છે. જેમાં રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકામાં ફરજ બજાવતા કેતન સખીયા તેમજ રાજકોટ કલેક્ટર કચેરીના નિખિલ મહેતાને પ્રમોશન આપવામાં આવ્યું છે. કેતન સખીયાને ટંકારા મામલતદાર બનાવવામાં આવ્યા છે. જ્યારે નિખિલ મહેતાને મોરબી ગ્રામ્ય મામલતદાર તરીકે પોસ્ટિંગ આપવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.