સૌરાષ્ટ્ર-કચ્છના 30 સહિત રાજયના 113 પોલીસ ઇન્સ્પેકટરની બદલી

  • રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના પી.આઇ. જે.વી. ધોળાની ભુજ, એ ડીવીઝનના સી.જી. જોષીની અમદાવાદ અને બી. ડીવીઝન ના એમ.સી.વાળાની સુરત ટ્રાન્સફર: શહેર 6 અને ગ્રામ્યમાં 3 ની નિમણુંક
  • વિધાનસભાની ચુંટણી આચાર સંહીતા અમલી બને તે પૂર્વે ચુંટણી પંચની માર્ગદર્શિતા હેઠળ બદલીનો ગંજીફો ચિંપતા ડી.જી.પી. આશિષ ભાટીયા

રાજયમાં સીનીયર આઇપીએસોની બદલીની  ચર્ચા  વચ્ચે મોડી સાંજે રાજયનાં પોલીસ વડા આશીષ ભાટીયા દ્વારા પોલીસ ઇન્સ્પેકટરોની બદલીનો ગંજીફો ચીપ્યો છે. જેમાં સૌરાષ્ટ્ર- કચ્છનાં 30 સહીત  113 પીઆઇની બદલીનાં હુકમો કરવામાં આવ્યા છે.  જેમાં રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચનાં પીઆઇ જે.વી. ધોળા સહીત  3ની બદલાયા છે. જયારે 6 પીઆઇની નીમણુંક કરવામાં આવી છે.

વધુ વીગત મુજબ વિધાનસભાની ચુંટણીને ગણતરીનાં મહીનાઓ બાકી છે. ત્યારે 3 વર્ષથી વધુ સમય ફરજ બજાવતા અધીકારીઓને અને કર્મચારીઓની ચુંટણી પંચની માર્ગદર્શીકા મુજબ  રાજયનાં  પોલીસવડા આશીષ ભાટીયા દ્વારા  મોડી સાંજે 113 જેટલા પોલીસ ઇન્સ્પેકટરોની બદલીનાં હુકમો કરવામાં આવ્યા છે.

રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચનાં પીઆઇ જે. વી. ધોળાને  ભુજ, એ ડીવીઝન પોલીસ મથકનાં પીઆઇ સી.જી. જોશીને અમદાવાદ શહેર, થોરાળા પોલીસ મથકનાં પીઆઇ એમ.સી. વાળાને સુરત શહેર, સુરેન્દ્રનગરનાં ડી.એમ. રાવલને પીટીસી જુનાગઢ, આર.જે. રામને પંચમહાલ, એમ.ડી. ચૌધરીને ગાંધીધામ , જુનાગઢ રેન્જનાં કે.કે. ઝાલાને  પંચમહાલ , એચ.આઇ. ભાટીને  વડોદરા શહેર, એન. આઇ. રાઠોડને  રાજકોટ શહેર, ગીર સોમનાથ જીલ્લાનાં એમ.જે. વાઘેલાને રાજકોટ શહેર, ભાવનગરનાં આર.આઇ. સોલંકીને  ભુજ , ડી.જી. પટેલને ગાંધીધામ , કે.ડી. ગોહીલને અરવલી , બોટાદનાં જે.વી. ચૌધરીને જામનગર, અમરેલીનાં એચ.કે. મકવાણાને નર્મદા, જામનગરનાં કે.એલ. ગાધેને સુરત  શહેર, કે. જે. ભોયે ને સુરત શહેર, યુ. એચ. વસાવાને  અમદાવાદ શહેર, દ્વારકાનાં  પી.બી.  ઝાલાને  અમદાવાદ શહેર, મોરબીનાં  વી.એલ. શાકરીયાને વડોદરા શહેર , ભુજ નાં કે.બી. વીહોલને સુરેન્દ્રનગર, ગાંધીધામનાં  એ.જી. સોલંકીને  બોટાદ , ગાંધીધામનાં ડી.એમ. ઝાલાને દ્વારકા , ગાંધીધામનાં  કે.પી. સાગઠીયાનેે અમદાવાદ શહેેર , ગાંધીધામનાં એસ.એસ. દેસાઇનેે ગાંધીનગર , દ્વારકાનાં બી.જી. ચેતરીયાને અમદાવાદ શહેર, ભુજનાં  એચ. એ ચાવડાને દ્વારકા, ભુજનાં આર.એસ. ચૌહાણને સુરેન્દ્રનગર  ખાતે બદલી  કરવામાં આવી છે.  જયારે  સુરતથી  જે.એસ. ગામીતને રાજકોટ શહેર , સુરતથી એન. એચ. મોર , અરવલીનાં  એ.જી. વસાવાને રાજકોટ શહેર,  ભરુચથી ડી.પી. રજયા ને રાજકોટ  શહેર, ગાંધીનગરથી જે. એચ. સીંધવ જુનાગઢ, ગાંધીનગરથી એચ.પી. ઝાલા જામનગર, સુરત  આર.પી. સોલંકીને રાજકોટ ગ્રામ્ય,  બનાસકાંઠા ડી.આર. ગઢવીનેે રાજકોટ ગ્રામ્ય,  આણંદનાં વાય. આર. ચૌહાણને જામનગર, એ.જે. ચૌહાણને ભુજ, આર.એન. ખાંટને  જુનાગઢ, મહેસાણાનાં એન. એ. વાળાને ભાવનગર , સાબરકાંઠાનાં પી. એલ. વાઘેલાને  જામનગર , પંચમહાલનાં જે.એન. પરમારને અમરેલી , અમદાવાદનાં એમ. એચ.  પુવારનેે સુરેન્દ્રનગર ,  અમદાવાદનાં એ.જી. જાદવને જુનાગઢ , અમદાવાદનાં આર. એમ. સરોદેને  સુરેન્દ્રનગર, અમદાવાદનાં એચ.એન. રાઠોડનેે જુનાગઢ , અમદાવાદનાં એ.ટી. પરમારને  જુનાગઢ વિભાગ , અમદાવાદનાં એમ. એ. દેસાઇને ભાવનગર , અમદાવાદ ગ્રામ્યનાં જે.એસ. ઝામરે ને સુરેન્દ્રનગર  અને  અમદાવાદ ગ્રામ્ય ડી.બી. વાળાને અમરેલી  ખાતે  નીમણુંક  આપવામાં આવી  છે.