Abtak Media Google News

વિધાનસભાની ચૂંટણી પૂર્વે જીએએસ કડેરમાં સામુહિક બદલી: 64 અધિક કલેકટરો અને 79 નાયબ કલેકટરો બદલાયા

ગુજરાત વિધાનસભાની ચુંટણીના આડે હવે ત્રણ માસથી પણ ઓછો સમય ગાળો બાકી રહ્યો છે ત્યારે રાજય સરકારના મહેસુલ વિભાગ દ્વારા સૌરાષ્ટ્રના રર સહિત રાજયના 79 કલેકટર અને સૌરાષ્ટ્રના 13 સહિત રાજયના 64 અધિક કલેકટરની બદલી કરવામાં આવી છે. મોટા પાયે બદલીનો ધાણવો કાઢવામાં આવ્યો છે.

64 અધિક કલેકટરની બદલી કરાય છે જેમાં જેમાં રાજકોટ ઇરીગેશનનાં એન.આર. ધાધલને ભચાઉ , સુરેન્દ્રનગરનાં ડીઆરડીનાં ડી.આઇ. ભગલાણીને અધીક કલેકટર સુરેન્દ્રનગર, જામનગરનાં અધીક કલેકટર એમ.પી. પંડયાને કચ્છ- ભુજ , ગાંધીનગરનાં ડી.એમ. જોટાણીયાને અધીક કલેકટર દેવભુમી દ્વારકા, દેવભુમી દ્વારકા ડીઆરડીનાં બી.કે. ખેરને જામનગર અધીક કલેકટર તરીકે , પંચમહાલનાં અધીક કલેકટર એ.ટી. પટેલને બોટાદ ડીઆરડીમાં , રાજકોટ ડીઆરડીનાં આર.એસ. ઠુંમરને ઇરીગેશનનો એડીશ્નલ ચાર્જ , જામનગર મનપાનાં એ.કે. વસ્તાણીને અમરેલી ડીઆરડીમાં , સુરેન્દ્રનગરનાં અભીયારણનાં જે.આર. પરમારને દ્વારકા ડીઆરડીમાં , ગાંધીનગરનાં પી.જી. પટેલને જુનાગઢ ડીઆરડીમાં , રાજકોટ રીઝનલ મ્યુનિસીપલ કમિશ્નરનાં અધીક કલેકટર એન.એફ. ચૌધરીને જામનગર ડીઆરડીમાં , દેવભુમી દ્વારકાનાં જી.કે. રાઠોડને ભુજ ડીઆરડીમાં , જામનગર ડીઆરડીનાં આર.એમ. રાયઝાદાને સુરેન્દ્રનગર ડીઆરડીમાં , દ્વારકા જીલ્લા પંચાયતનાં ડેપ્યુટી ડીડીઓ વાય.ડી. શ્રીવાસ્તવને ગીર સોમનાથ ડીઆરડીમાં , જુનાગઢ ડીઆરડીનાં આર.જે. જાડેજાને આદીવાસી વિકાસ છોટાઉદેપુર, અમરેલી ડીઆરડીનાં વી.આર. સકસેનાંને ગાંધીનગર ખાતે બદલીનાં હુકમો કરવામાં આવ્યા છે.

જેમાં સૌરાષ્ટ્રના 22 સહિત 79 નાયબ કલેકટરોની બદલીના હુકમો કરવામાં આવ્યા છે. જેમાં રાજકોટ ગ્રામ્યમાં વિરેન્દ્ર દેસાઈની જગ્યાએ નવસારીના વિવેક ટાંક, મઘ્યાહન ભોજનના પી.એમ.મોણપરાના સ્થાને ભાવનગરના સુરજ સુથાર અને જસદણના કે.બી.ભટ્ટીને ગોંડલ ખાતે બદલી કરવામાં આવી છે. વધુ વિગત મુજબ રાજ્યના નાયબ કલેકટર કક્ષાના 79 અધિકારીઓના બદલીના હુકમ કરવામાં આવ્યા છે.

જેમાં બોટાદના જી.એન.દેસાઈને નર્મદા, મેંદરડાના સંકેત પટેલને પાટણ, રાજકોટ ગ્રામ્યના વિરેન્દ્ર દેસાઈને અમરેલી, ભાવનગરના સુરજ સુતારને રાજકોટ ગ્રામ્યમાં, વિરેન્દ્ર દેસાઈની જગ્યાએ નવસારીના વિવેક ટાંક, મઘ્યાહન ભોજનના પી.એમ.મોણપરાના સ્થાને ભાવનગરના સુરજ સુથાર અને જસદણના કે.બી.ભટ્ટીને ગોંડલ મુકાયા સુથારને રાજકોટ મઘ્યાહન ભોજનમાં, રાજકોટના પી.એમ.મોણપરાને ગાંધીનગર, સુરેન્દ્રનગર સ્ટેમ્પ ડ્યુટીના યોગીરાજસિંહને લીંબડી, લીંબડીના એચ.એમ.સોલંકીને અબડાસા, કચ્છના કે.જી.મીસ્ત્રીને અમદાવાદ જીલ્લા પંચાયતમાં, સાવરકુંડલાના એસ.ડી.ચૌધરીને ડાંગ, સુરેન્દ્રનગરના બી.જે.ઝાલાને પાટડી, જામનગરના હર્ષદીપ આચાર્યને હળવદ, અમરેલીના રાજેશકુમાર ચૌહાણને જુનાગઢ, જુનાગઢના રીનાબેન ચૌધરીને પુરવઠા વિભાગમાં, બોટાદના પુજાબેનને અમદાવાદ, જામનગરના કે.એલ.રાઠોડને વિસાવદર, વિસાવદરના પ્રશાંત માંગુડા ગાંધીનગર, અમદાવાદના ડી.ડી.શાહને જામનગર સીટી, જામનગરના આસ્થા ડાંગરને દેવભૂમી દ્વારકા, ભાવનગરના વી.એમ.રાજપુતને અમદાવાદ, ગોંડલના કે.ડી.જોષીને અમદાવાદ, અમરેલીના વી.પી.પટણીને અમરેલી ચુંટણી શાખામાં, દેવભૂમી દ્વારકાના કુંજાલ શાહને મહીસાગર અને ભચાઉના વી.આર.પ્રજાપતીને ગાંધીનગર ખાતે બદલી કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.