સુરેન્દ્રનગર જિલ્લાના 33 પોલીસ કર્મચારીઓની બદલી

સુરેન્દ્રનગર જીલ્લા કલેકટરે બે દિવસ પહેલા નાયબ મામલતદારો અને કલાર્કની બદલીના આદેશ આપ્યા બાદ જિલ્લા પોલીસવડાએ પણ બદલીનો ગંજીપો ચીપ્યો છે, અને 30 જેટલા પોલીસ કર્મચારીઓની અરસપરસ બદલીના હુકમ કર્યા છે.

આ અંગેની વિગત એવી છે કે જિલ્લા પોલીસવડા મહેન્દ્રભાઈ બગડીયા દ્વારા જાહેર હીત અને વહીવટી સરળતા ખાતર 30 જેટલા પોલીસ કર્મચારીઓની બદલીના આદેશ કર્યા છે. સુરેન્દ્રનગર સીટી એ અને બી ડીવીઝન ઉપરાંત તાલુકાના વિવિધ પોલીસ મથકોમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ, હેડકોન્સ્ટેબલ સહીતના પોલીસ કર્મચારીઓની અરસ પરસ બદલી કરવામાં આવી છે.

આ બદલીથી કહી ખુશી કહી ગમનો માહોલ છવાયો છે. અગાઉ જિલ્લા કલેકટરે પણ નાયબ મામલતદારો અને કલાર્કોની બદલીના આદેશ કર્યા હતા.