સૌરાષ્ટ્ર-કચ્છના 7 સહિત રાજ્યના 39 પી.આઇ.ની બદલી

રાજકોટના એસ.એન.ગડુ ગાંધીધામ, દેવભૂમી દ્વારકાના વી.વી. વાગડીયા અને ગીર સોમનાથના વી.આર. રાઠોડ રાજકોટ શહેર ખાતે બદલી

આઇપીએસની બદલીઓની ચર્ચા વચ્ચે રાજ્યના પોલીસ વડા દ્વારા 39 પોલીસ ઇન્સ્પેક્ટરોની બદલીના હુકમો કરવામાં આવ્યા છે. જેમા રાજકોટના એસ.એન.ગડુ ગાંધીધામ, દેવભૂમી દ્વારકાથી વી.વી.વાગડીયા અને ગીર સોમનાથથી વી.આર.રાઠોડ રાજકોટ શહેર ખાતે નિમણૂક આપવામાં આવી છે.

વધુ વિગત મૂજબ રાજ્યના પોલીસ વડા આશિષ ભાટીયા દ્વારા મોડી સાંજે 39 પી.આઇ.ની બદલીના હુકમો કર્યા છે. જેમાં રાજકોટ શહેરના એસ.એન.ગડુને ગાંધીધામ, જૂનાગઢના પી.એન.ગામેતીને સાબરકાંઠા, ગીરસોમનાથના વી.આર.રાઠોડ, દેવભૂમી દ્વારકાના વી.વી.વાગડીયાને રાજકોટ શહેર તથા મોરબીના એચ.એન. રાઠોડને અમદાવાદ, જામનગરના એસ.એચ.રાઠોડને વડોદરા, અમરેલીના જી.આર.રબારીને પાટણ, ભુજના પી.એચ.લખધીરકાને મોરબી, મહેસાણાના પી.એ.પરમારને દ્વારકા , એન.એસ. ચૌહાણ તાપી , એસ.જી.ચૌધરીને જામનગર અને ખેડાના એચ.સી.ઝાલાને અમદાવાદ ખાતે નિમણૂક આપવામાં આવી