દેવભૂમી દ્વારકાના સી.સી.ખટાણા સહિત પાંચ ડીવાય.એસ.પી.ની બદલી

રાજ્યના ગૃહ વિભાગ દ્વારા મોડી સાંજે ડીવાયએસપી કક્ષાના પાંચ અધિકારીની બદલીના હુકમો કરવામાં આવ્યા છે.વધુ વિગત મુજબ સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી પૂર્ણ થતા મોટાપાયે પોલીસ ખાતામાં બદલીનો ગંજીપો ચીપવાની વાતુ વચ્ચે ગૃહ વિભાગ દ્વારા પાંચ ડીવાયએસપી કક્ષાના અધિકારીની બદલી કરવામાં આવી છે. જેમાં દેવભૂમી દ્વારકા ખાતે ફરજ બજાવતા સી.સી.ખટાણાને ગોધરા, વડોદરા પોલીસ તાલીમમાં ફરજ બજાવતા હીમાલા જોષીને ગોધરા મુખ્ય મથક ખાતે, ગોધરાના આર.આઈ.દેસાઈને મહેસાણા ખાતે ગોધરા મુખ્ય મથક ખાતે ફરજ બજાવતા એચ.એમ.કણસાગરાને વડોદરા પોલીસ તાલીમ શાળા અને મહેસાણાના રૂહીબેન પાયલાને ગાંધીનગર સીઆઈડી ક્રાઈમ પી.આર.સી. સેલમાં નિમણુંક આપવામાં આવી છે.