Abtak Media Google News

સૌરાષ્ટ્ર ના 41 સહિત ગુજરાત ભરમાં 160 જેટલા મામલતદાર અને ગુજરાત ભરના 32 જેટલા ચીફ ઓફિસરોની સામુહિક બદલી કરવામાં આવી હતી જેમાં મોરબી જિલ્લામાં ફરજ બજાવતા પાંચ મામલતદાર ની બદલી કરીને તેમના સ્થાને નવા મામલતદાર ની નિમણુંક કરવામાં આવી હતી.જેમાં મામલતદારની બદલીમાં જોઈએ તો મોરબી જિલ્લાના માળીયા(મી) માં ફરજ બજાવતા ડી.સી.પરમારની કોટડા સાંગાણી ખાતે બદલી કરી તેમની જગ્યાએ અંજારથી બદલી પામીને આવેલા એ.બી.મંડોરીને મુકવામાં આવ્યા છે અને મોરબીમાં ચૂંટણી મામલતદાર તરીકે ફરજ બજાવતા એચ.બી.પરસાણીયાની મોરબી કલેક્ટર કચેરી ખાતે બદલી કરવામાં આવી છે તેમની જગ્યાએ સાવરકુંડલા થી એફ.જે.માંકડાને મુકવામાં આવ્યા છે તથા મોરબી ગ્રામ્યમાં બી.જે.જાડેજાને જૂનાગઢ ખાતે બદલી કરીને તેમની જગ્યાએ જેતપુરમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા અને મામલતદાર તરીકે બઢતી પામેલા નિખીલ મહેતાને મોરબી મુકવામાં આવ્યા છે અને વાંકાનેર ના એસ.આર કેલૈયાની અમદાવાદ સાબરમતી ખાતે બદલી કરીને તેમની જગ્યાએ ગીરગઢડા થી યુ.બી.કાનાણી ને મુકવામાં આવ્યા છે તથા ટંકારાના એન.પી.શુક્લ ની બદલી કરીને તેમની જગ્યાએ લોધિકામાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા અને મામલતદાર તરીકે બઢતી પામેલા કેતન સખીયાને મુકવામાં આવ્યા છે. જ્યારે ચીફ ઓફિસરોની બદલીમાં મોરબી જીલાના હળવદ માં ચીફ ઓફિસર પાંચાભાઈ વી.માળી ની બનાસકાંઠા જિલ્લાના થરાદ ખાતે બદલી કરવામાં આવી છે જ્યારે વાંકાનેર ચીફ ઓફિસર તરીકે ફરજ બજાવતા તેજલબેન .કે.મૂંધવાને પંચમહાલ જિલ્લાના શહેરા ખાતે મુકવામાં આવ્યા છે અને હાલ આ બન્ને ખાલી પડેલી જગ્યામાં કોઈ ચીફ ઓફિસરની નિમણુંક કરવામાં આવી નથી જેથી થોડા સમય પહેલા જેમ આ બન્ને નગરપાલિકા ઈન્ચાર્જ માં ચાલતી હતી તેમ જ ચાલશે તેવી શકયતાઓ જણાઈ રહી છે.

મોરબી જિલ્લાના બે મદદનીશ સરકારી વકીલની બદલી: નવા પાંચની નિમણુંક

સમગ્ર ગુજરાત માં મદદનીશ સરકારી વકીલ ની આંતરિક બદલીઓ કરવામાં આવી છે જેમાં મોરબી માં ફરજ બજાવતા નેહાબેન વાઘજીયાણી ની ચોટીલા ખાતે તેમજ વાંકાનેર માં ફરજ બજાવતા સી એલ દરજીની ખેડા ખાતે બદલી કરવામાં આવી છે આ ઉપરાંત મોરબી જિલ્લામાં અન્ય જિલ્લાઓ માંથી પાંચ મદદનીશ સરકારી વકીલને મુકવામાં આવ્યા છે જેમાં ધોળકા થી સુપલ શાહ,હિંમતનગર થી ચિસ્તી મોહમદ આરીફ ઇસ્માઇલ મિયા તેમજ અમદાવાદ મેટ્રો માંથી હર્ષેન્દ્ર પંચાલ ને મોરબી શહેરમાં અને આણંદથી કિશોરકુમાર ફટાણીયાને મોરબી શહેરમાં તથા માંડવી કચ્છ થી નીતિન જોગીને ટંકારા મુકવામાં આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.