Abtak Media Google News

સરકારી કચેરીમાં વપરાતા લેટરપેડ, સિકકા વગેરે બનાવટી બનાવી ડોકયુમેન્ટનો ખરા તરીકે ઉપયોગ: ટ્રાન્સપોર્ટરે અગાઉ પણ પ્રોસેસ ફી ન ભરી ઠગાઇ કરી’તી

મોરબી નજીકના મકનસર ગામ પાસે આવેલ સરકારી ખરાબાની જમીન હડપ કરવા માટે ટ્રાન્સપોર્ટર દ્વારા બોગસ દસ્તાવેજ ઉભો કરવામાં આવ્યો હતો જેની જાણ મોરબી જિલ્લા કલેકટર કચેરીમાં થતાં હાલમાં ટ્રાન્સપોર્ટની સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવવામાં આવી છે અને ટ્રાન્સપોર્ટરે સરકારી કચેરીમાં વપરાતા લેટરપેડ અને સિક્કા બનાવટી બનાવીને તેના આધારે ડોક્યુમેન્ટ કર્યું હતું જેનો ખરા તરીકે ઉપયોગ કરવા બદલ તેની સામે હાલમાં ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે

ટ્રાન્સપોર્ટની સાથે કૌભાંડમાં અન્ય શખ્સોની સંડોવણી હોવાની શંકા સાથે તપાસ શ‚ થતા ભૂમાફિયામાં ફફડાટ મચી ગયો છે.

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીમાં જસ્મીન લોજિસ્ટિક નામથી ટ્રાન્સપોર્ટનો ધંધો કરતા અને સામાકાંઠા વિસ્તારમાં આવેલ નટવર પાર્ક સોસાયટીમાં રહેતા અઝીઝભાઈ અબદુલભાઇ ઠેબા જાતે સંધી (૪૫) સામે હાલમાં ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સરકારી કચેરીના બનાવટી લેટરપેડ અને સિક્કા બનાવીને ડુબલીકેટ દસ્તાવેજ તૈયાર કર્યો હોવા અંગેની ફરિયાદ નોંધવામાં આવેલ છે જે અંગેની મળતી માહિતી મુજબ જસ્મીન લોજિસ્ટિક વાળા અઝીઝભાઈ અબદુલભાઇ ઠેબાએ સરકારી ખરાબાની મકનસર ગામ પાસે સર્વે નંબર ૧૩૩/૧ ની જમીન માંથી ૬૦ લાખ ચોરસ મીટર જમીનની માંગણી ઉદ્યોગના હેતુ સાથે કરી કરી હતી જોકે ઉદ્યોગના હેતુથી માંગવામાં આવેલ જમીનની પ્રોસેસ ફી ભરવા માટે થઈને ટ્રાન્સપોર્ટરને જે તે સમયે જાણ કરવામાં આવી હતી પરંતુ સમયસર ટ્રાન્સપોર્ટર દ્વારા પ્રોસેસ ફી ના નાણાં ભરપાઇ કરવામાં આવ્યા ન હતા જેથી કરીને તેના દ્વારા કરવામાં આવેલી અરજીને સરકારી દફતરે કરી દેવામાં આવી હતી

પરંતુ ત્યારબાદ સરકારી કચેરીમાં વપરાતા લેટરપેડ જેવો ડુબલીકેટ લેટર પેડ બનાવીને ડિસ્પેચ કલાર્ક મોરબી જીલ્લા અને ઓઆઇજીએસ ના બનાવટી સિક્કા બનાવીને તેનો ઉપયોગ કરીને સરકારી કચેરીમાં પ્રોસેસ ફી ના નાણાં જમા કરાવી દીધા હોવા અંગેનો ડોક્યુમેન્ટ ટ્રાન્સપોર્ટ દ્વારા ઉભું કરવામાં આવ્યું હતું જેમાં મોરબી જિલ્લાના નિવાસી અધિક કલેકટરની પણ ખોટી સહી કરવામાં આવી હોવાથી કરોડો રૂપિયાની જમીન હડપ કરવાના આ કૌભાંડની અંદર હાલમાં ટ્રાન્સપોર્ટની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે મોરબીના મામલતદાર ભરતકુમાર બચુભાઈ કાસુન્દ્રાએ ફરિયાદ નોંધાવી છે જેથી પોલીસે ગુનો નોંધીને આગળની તપાસ ડિવિઝનના પી.આઈ. પી.બી. ગઢવી દ્વારા ચલાવવામાં આવી રહી છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.