અમદાવાદથી વડોદરાની મુસાફરી થશે મોંઘી : ટોલ ટેક્ષમાં રૂ.10નો વધારો

 

હવે અમદાવાદથી આણંદના સીંગલ ટ્રીપ 85 અને રીટર્ન ટ્રીપ 125 રૂપિયા થશે

વડોદરાથી અમદાવાદના કારના ટોલ ટેક્સમાં 10 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. ટોલના ભાવમાં વધારો થતા હવેથી કાર, જીપ, વાન અને  લાઈટ મોટર વ્હિકલ પ્રકારના વાહનોને અમદાવાદથી વડોદરા ટોલ ટેક્ષ સીંગલ 135 અને રીટર્ન 200 રૂપિયા થશે. અમદાવાદથી નડિયાદની સીંગલ ટ્રીપ માટે રૂ. 65 અને રીટર્ન ટ્રીપના રૂ. 95 થશે. અમદાવાદથી આણંદના સીંગલ ટ્રીપ રૂ. 85 અને રીટર્ન ટ્રીપ રૂ. 125 થશે. ઉલ્લખનીય છે આ ભાવ વધારાની જાહેરાત આઈઆરબી કંપની દ્વારા કરવામાં આવી છે.

અમદાવાદ-વડોદરા નેશનલ હાઈવે રઘવાણજના ટોલ નાકા પર પણ  કારના 105 રૂપિયા અને વાસદથી વડોદરા માટે વાસદના ટોલનાકા પર કારના હવેથી 150 રૂપિયા વસૂલવામાં આવશે. આ વધારા બાદ હવે પહેલી એપ્રિલથી વડોદરાથી આણંદ જો કાર લઈને જતા હશો તો ફાસ્ટટેગની ટોલ  ફી 50 રૂપિયા, નડિયાદ માટે 70 રૂપિયા, વડોદરાથી ઔડા રિંગ રોડના 130 રૂપિયા અને અમદાવાદ માટે 135 રૂપિયા ચૂકવવા પડશે.

આ ભાવ વધારા પહેલા અમદાવાદથી વડોદરાની ટોલ ટેક્સ ફી કાર, જીપ, વાન અને હળવા વાહન માટે સીંગલ ટ્રીપ રૂ. 125 અને રીટર્ન ટ્રીપ ફી રૂ.190 હતી. જોકે હવે વડોદરાથી આણંદ, નડિયાદ, ઔડા રિંગ રોડ અને અમદાવાદ માટેના ટોલમાં 5 રૂપિયાથી લઈને 10 રૂપિયા સુધીનો વધારો કરવામાં આવ્યો છે. અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પરથી રોજના હજારો વાહનો પસાર થતા હોય છે.

જેમાં ગૂડ્સ સર્વિસ, સરકારી ટ્રાન્સપોર્ટ, ખાનગી ટ્રાન્સપોર્ટ, પ્રાઈવેટ વ્હીકલ મોટી સંખ્યામાં પસાર થતાં હોય છે. ત્યારે આ ટોલ ટેક્સ ફીમાં વધારો થતા સામાન્ય માણસને મોંધવારીનો વધુ એક ઝટકો મળશે.