પહેલે ઈશ્ક દર્દીઓની સારવાર બાદમે: વડાલીમાં THO અને ડોકટર વચ્ચે ઈલુ-ઈલુને લીધે આરોગ્ય સેવા પર વ્યાપક અસર

હાલ વધતા જતા કોરોના વાયરસના કાળા કહેરે વિશ્વઆખાને હતપ્રત કરી દીધું છે. રસીકરણ ઝુંબેશ જોરોશોરમાં શરૂ છતાં કોરોના વાયરસની બીજી લહેર અતિ બિહામણી
સાબિત થઈ રહી છે. આ કપરાકાળમાં કોરોના વોરિયર્સ તરીકે ગણાતા ડોક્ટરો, આરોગ્ય તેમજ સફાઈ અધિકારીઓ દેવદૂત ગણાઈ ગણાઈ રહ્યા છે પરંતુ સાબરકાંઠાના વડાલીમાં થેરાસણા ગામે આનાથી તદ્દન વિપરીત પરિસ્થિતિ જોવા મળી રહી છે. કોરોના મહામારીમાં લોકોને ડોક્ટરો-આરોગ્ય અધિકારીઓની ખાસ જરૂર છે એવા સમયે વડાલીના આરોગ્ય અધિકારી અને આરોગ્ય કેન્દ્રના ડોકટર તેમના પ્રેમ પ્રકરણમાં વ્યસ્ત છે.

ટીએચઓ અને ડોકટર વચ્ચેના સંબંધોને કારણે સમગ્ર વિસ્તારની આરોગ્યલક્ષી સેવાઓ પર વ્યાપક અસર પડી રહી છે. જેના પગલે આજરોજ પાંચ ગામડાના સરપંચોએ કલેકટર કચેરી ખાતે લેખિત રજૂઆત કરતા સમગ્ર આરોગ્ય વિભાગમાં હડકંપ સર્જાયો છે.

જિલ્લા પંચાયત ખાતે આરોગ્ય વિભાગમાં પણ આ સમગ્ર પ્રકરણ મુદ્દે રજૂઆત કરવામાં આવી છે. જો કે અગાઉ લેખિત ફરિયાદ કરી હોવા છતાં આજદિન સુધી કોઈ નક્કર પગલાં ન લેવાતાં ગામજનો ઉપરાંત સ્થાનિક આશા વર્કર બહેનોમાં પણ રોષ પ્રવર્તયો છે. તો બીજી તરફ થેરાસણા ગામ સહિત આસપાસના ગામડાઓમાં કામ કરનારા આરોગ્ય કર્મચારીઓ પણ ડોકટર સામે વિવિધ આક્ષેપ કરી રહ્યા છે. આ મામલે સાબરકાંઠા જિલ્લા વિકાસ અધિકારી સહિત સાબરકાંઠા જિલ્લા કલેકટરન રજૂઆત કરવામાં આવી છે. જો આગામી સમયમાં નક્કર પગલા નહીં લેવાય તો હજુ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરીશું તેમ ચીમકી ઉચ્ચારી છે.

ખોટી મિટિંગો કરી કર્મચારીઓને કનડગત કરાતાં હોવાનો આક્ષેપ

આરોગ્ય કેન્દ્રના ડોકટર અને તાલુકા આરોગ્ય અધિકારી બંને ખોટી મિટિંગો બોલાવી આરોગ્ય કર્મચારીઓને કનડગત કરતા હોવાનો પણ આક્ષેપ મુકાયો છે. આશા વર્કર બહેનોના જણાવ્યા મુજબ તેઓને મિટિંગમાં વિવિધ મુદ્દે હેરાન પરેશાન કરાય છે. આરોગ્યલક્ષી સેવાઓના બહાના હેઠળ ખોટી મિટિંગ બોલવાય છે. આશા વર્કર બહેનોએ જણાવ્યું કે અમને નોકરી પરથી હાંકી કાઢવાની પણ ધમકીઓ અપાય છે. આ મામલે ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરવા સિવાય બીજો કોઈ રસ્તો નથી. અને જો ચોક્કસ પગલાં નહીં લેવાય તો ગાંધીનગર કક્ષાએ રજૂઆત કરવાની તૈયારી છે.

Loading...