પતંગના દોરાથી ઘવાયેલા ૪૦૭થી વધુ પક્ષીઓની સારવાર-જીવતદાન

મકર સંક્રાંતિ પર્વે એનિમલ હેલ્પલાઈન દ્વારા

 

અબતક,રાજકોટ

રાજયભરમાં ઉતરાયણનાં તહેવાર ઉમંગપૂર્વક ઉજવાતો હોય છે પરંતુ આ દરમિયાન પતંગની દોરીથી પક્ષીઓને ઇજા થવાના અને મૃત્યુ થવાના સંખ્યાબધ્ધ બનાવો બનતા હોય છે. મકર સક્રાંતીનો આખો દિવસ જુદા જુદા વિસ્તારોમાંથી પક્ષીઓ ઇજાગ્રસ્ત થયાના ફોન એનીમલ હેલ્પલાઈનમાં સતત રણકતા રહયાં હતાં. જો કે કરૂણા અભીયાનને લઈને તેમજ તંત્રની કડક કાર્યવાહીને લઈને અને લોકોની સંવેદના વધુ જાગૃત થઈ હોવાના કારણે ગત વર્ષ કરતા ઓછા કેસ આ વખતે સારવારમાં આવ્યા હતાં. તા.૧૪ અને ૧૫ એમ બે દિવસમાં ૩૮૩ જેટલા કબૂતર, ૩ ખીસકોલી,૮ ચકલી, ૮ પોપટ, ૩ ચામાચીડિયું, ૨ પેઈન્ટેડ સ્ટ્રોક  સમગ્ર પણ ૪૦૭ જેટલાં અબોલ જીવો ઘવાઈને સારવારર્થે લવાયા હતાં. સાજા થઈ ગયેલા પક્ષીઓને ફરીથી મુકત ગગનમાં વિહાર માટે છોડી મુકાયા હતાં.રાષ્ટ્રસંત પરમ ગુરૂદેવ નમ્રમૂની મહારાજ સાહેબની પ્રેરણાથી અર્હમ યુવા સેવા ગ્રુપ અને કરુણા ફાઉન્ડેશનનાં સહયોગથી ૧૫૦ ફૂટ રીંગ રોડ ખાતે ગાંધીગ્રામ પોલીસ ચોકીની બાજુમાં, મોદી સ્કુલ પાસે પણ કંટ્રોલ રૂમ શરુ કરાયો હતો ત્યાં પણ ૫૨ જેટલા પક્ષીઓ સારવાર માટે આવેલા હતાં.

રાષ્ટ્રસંત પૂ.નમ્રમૂનિ મ.સા.ની પ્રેરણાથી અર્હમ યુવા સેવા ગ્રુપના સૌજન્યથી આજે પણ ડ્રોન દ્વારા  પક્ષીઓ બચાવવાની કામગીરી: ૩૦ ડોકટરો, ૪૦ પેરામેડીકલ તબીબી સ્ટાફ, ૧૫૦ કાર્યકર્તાઓ ખડે પગે

મકર સંક્રાંતીએ પતંગના દોરાથી ઘવાયેલા પક્ષીઓની સારવાર માટે તા.૧૩, તા.૧૪ તથા ૧૫ વિવિધ કંટ્રોલમમાં રાજકોટ ખાતે વિશેષ કંટ્રોલરૂમ સવારે ૮ થી રાત્રીના ૮ સુધી શરૂ કરાયા. જેમાં ડો. નિકુંજ પીપળીયા, ડો. દિપ સોજીત્રા, ડો. અરવિંદ ગડારા, ડો. અરૂણ ઘીયાડ, ડો. હીરેન વીસાણી, ડો. વિવેક કલોલા તેમજ જુનાગઢ વેટરનરી કોલેજના નિષ્ણાંત ડોકટર્સ ડો.શિવાજી તાલેકર, ડો. કનક ગામેતી, ડો. નિલેશ પાડલીયા તથા આણંદ વેટરનરી કોલેજના નિષ્ણાંત ડોકટર્સ ડો.બ્રિજેશ આર. હુંબલ, ડો. માર્મીક ઢેબર, ડો. ગૌરાંગ માથુકીયા તથા ૨વી બારૈયા, વિકાસ મકવાણા, મયુર જાદવ, ચીરાગ જીવાણી,અંકુશ માયાણી, કમલેશ સોનાગરા સહીતની ટીમ સેવા આપી છે. સમગ્ર વ્યવસ્થા અંગે આણંદ વેટરનરી કોલેજના ડો. પી.વી. પરીખ, જુનાગઢ વેટરનરી કોલેજના ડો. પી.એચ. ટાંક તથા તેમની ટીમનો વિશેષ સહયોગ મળી રહયો છે. નાયબ પશુપાલન નિયામક ડો. ખાનપરા, ડી.સી.એફ. શ્રી રવીપ્રસાદ, નિવૃત ડી.સી.એફ. પી.ટી.શીયાણી, ડો. ભાવેશ ઝાકાસણીયા સહીતનાનો વિશેષ સહયોગ મળી મળ્યો હતો. સમગ્ર આયોજન અંગે રાજકોટના જીવદયા પ્રેમી કલેકટર અરુણ મહેશ બાબુએ સતત માર્ગદર્શન આપ્યું છે.વિવિધ સરકારી તંત્રો, સંસ્થાઓ, ફોરેસ્ટ ડીપાર્ટમેન્ટ, રાજકોટ મહાનગરપાલીકા, જિલ્લા પંચાયત પશુપાલન શાખા, પી.જી.વી.સી.એલ. સહીતનાં અનેકોનો પણ સહયોગ મળ્યો છે.આ કંટ્રોલરૂમની મુલાકાતે રાજકોટના જીવદયા પ્રેમી પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી,ધારાસભ્યો ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠીયા, પૂર્વ મેયર જનકભાઈ કોટક, પરેશભાઈ શિંગાળા, અર્હમ યુવા સેવા ગ્રુપની ટીમ, જીવદયા ગ્રુપની ટીમ, રાજકોટ મહાજન શ્રીની પાંજરાપોળની ટીમ, જીતુભાઈ વસા, મિલન કોઠારી, મનોજ ડેલીવાળા, તુષાર મહેતા, જીતુભાઈ વસા, વિનીતભાઈ વસા, ,પારસભાઈ મોદી, હેમાબેન મોદી, પ્રકાશભાઈ મોદી, ચંદ્રકાંતભાઈ શેઠ, ડી.એફ.ઓ. રવિપ્રસાદ, રાજકોટ મહાજન પાંજરાપોળનાં મુકેશભાઈ બાટવીયા, યોગેશભાઈ શાહ, સંજયભાઈ મહેતા, મનીષભાઈ ભટ્ટ, યોગેશ પટેલ, અર્હમ યુવા સેવા ગ્રુપના તુષારભાઈ મહેતા, સેતુરભાઈ દેસાઈ, જીવદયા ગ્રૂપના પ્રકાશભાઈ મોદી, હર્ષદભાઈ મહેતા, ભરતભાઈ બોરડીયા, રમેશભાઈ દોમડીયા, પ્રવિણભાઈ નીમાવત, હરેશભાઈ શાહ, વિનીત વસા, મનોજભાઈ ચૌહાણ, હોસ્પીટલ સેવા મંડળની સમગ્ર ટીમ, સુરેશભાઈ બાટવીયા, હિતેશભાઈ ખખ્ખર, એડવોકેટ કેતનભાઈ ગોસલીયા સહીતના અનેકો ઉપસ્થિત રહયાં હતાં.

આજે રાષ્ટ્રસંત પરમ ગુરૂદેવ નમ્રમૂની મહારાજ સાહેબની પ્રેરણાથી અને અર્હમ યુવા સેવા ગ્રુપના સૌજન્યથી ડ્રોન દ્વારા પણ લટકતા પક્ષીઓને લોકેટ કરી બચાવવા માટેની કામગીરી હાથ ધરાઈ છે. હજુ પણ ઘર પર, ટેરેસ પર, ઓફિસ પાસે, વિજળીના થાંભલા પર, જાહેર સ્થળોએ લટકતા દોરા પક્ષીઓ માટે ફાંસીના ગાળીયા સમુ કામ કરે છે જે હટાવી લેવા સંવેદનાસભર અપીલ અને અબોલ જીવોના પ્રાણદાનમાં ઉપયોગી થવા કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટએનીમલ હેલ્પલાઇનના મિતલ ખેતાણી, ઘનશ્યામભાઇ ઠકકર, ધિરેન્દ્રભાઈ કાનાબાર, પ્રતિકભાઇ સંઘાણી, વિષ્ણુભાઇ ભરાડ, રમેશભાઇ ઠકકર, એડવોકેટ કમલેશભાઈ શાહ, રજનીભાઈ પટેલ, ચંદ્રકાંતભાઈ શેઠ, અર્હમ ગ્રુપ, સહિતનાઓએ વિનંતી કરી છે. એનીમલ હેલ્પલાઈનની વિશેષ માહિતી માટે મિતલ ખેતાણી મો. ૯૮૨૪૨ ૨૧૯૯૯, પ્રતિક સંઘાણી મો.૯૯૯૮૦ ૩૦૩૯૩ પર સંપર્ક કરવા  એક યાદીમાજણાવાયું છે.