Abtak Media Google News

વાઈ-એચ-ર્મીગીના દર્દીઓ માટે વેગલ નર્વ સ્ટીમ્યુલેશન સચોટ ઉપચાર

અબતક, રાજકોટ

વાઈ એક ખૂબજ જાણીતો રોગ છે . આ બીજા ક્રમની સૌથી વધુ લોકોને અસર કરતી મગજની બિમારી છે . જેનાથી દર્દીને , તેના પરિવારને તેમજ હેલ્થકેર સીસ્ટમને પણ વ્યાપક પ્રમાણમાં માનસિક , શારીરિક તેમજ આર્થિક બોજ વેઠવો પડે છે . કેટલાક કિસ્સાઓમાં તો વાઈની અસરમાં દવાઓ પણ બિનઅસરકારક બની જાય છે ડ્રગ રેઝિસ્ટન્ટ એપિલેપ્સી – ડીઆરઈ એવી સ્થિતિ છે , જેમાં વાઈનો હુમલો થાય ત્યારે વાઈની બે કે તેથી પણ વધુ દવાઓ દર્દીને અસર કરતી . નથી.

વીએનએસ એટલે કે   વેગલ નર્વ સ્ટીમ્યુલેશન  ડ્રગ રેઝિસ્ટન્ટ એપિલેપ્સી જે વાઈ / ખેંચ / મિર્ગીની બે કે તેથી વધુ દવાઓ અજમાવવામાં આવ્યા છતાં જે લોકોને વાઈ / ખેંચ/મિર્ગી , એટલે કે વાઈના હુમલા આવતા જ રહે તેવા દર્દીઓના ઈલાજ માટેની સર્જરીનો એક ઉત્તમ વિકલ્પ છે . વાઈના હુમલા ઉપરાંત , ડીઆરઈના કારણે દર્દીને બીજી પણ ગંભીર કે ક્યારેક જીવલેણ બની જતી અન્ય તકલીફોનું જોખમ રહે છે . જેમકે , યાદશક્તિ ક્ષીણ થવી કે વિસ્મૃતિ થવી , અકસ્માતો / ઈજાઓ થવાનું વધુ પડતું જોખમ રહેવું , વારંવાર હોસ્પિટલમાં ફરજિયાત દાખલ થવું . આમ એક પ્રકારના સામાજિક ક્ષોભ તયા હતાશાની મનોદશા જેવી સ્થિતિના કારણે દર્દી અને તેમના પરિવારજનોની જીવનશૈલી મર્યાદિત અને દાજનક બની જાય છે

ડીઆરઈથી પીડાઈ રહેલા દર્દીઓમાં તેમની સર્જરી પહેલા તેના રોગની સ્થિતિના વિસ્તૃત આકલન માટે અને તેના મગજના કયા વિસ્તારો વાઈના હુમલા માટે કારણભૂત છે તે નક્કી કરવા વીડિયો ઈઈજી  કરવામાં આવે છે . કેટલાક કિસ્સાઓમાં વધુ પડતી ગંભીર આડ અસરોના કારણે અથવા તો બિમારી મગજના ખૂબ જ વ્યાપક ભાગમાં ફેલાયેલી હોવાથી તેને સર્જરીથી કાઢી શકાય તેમ ના હોય જેવા વિવિધ કારણોસર મગજનું ઓપરેશન ( બ્રેઈન સર્જરી ) કરવી શકય નથી હોતી

આવા કિસ્સાઓમાં વીએનએસ  એક વિકલ્પ તરીકે ઉત્કૃષ્ઠ મનાય છે . વીએનએસ એક બેટરી આધારિત ઉપકરણ છે , જે વેગસ નર્વના માધ્યમથી મગજને નાના જથ્થામાં પ્રમાણસર કરન્ટ આપે છે . એ રીતે , વાઈના હુમલાના નિયંત્રણમાં સુધારો થઈ શકે છે,

ગુજરાતમાં આ પ્રોસિજર સૌપ્રથમવાર ઝાયડસમાં ન્યૂરોસાયન્સ ટીમ દ્વારા એપિલેપ્ટોલોજિસ્ટ ડો . જાનકી લવિંગીયા તથા ન્યુરૌસર્જન ડાઁ . કલ્પેશ શાહના સુપરવિઝન હેઠળ સફળતાપૂર્વક હાથ ઘરવામાં આવી હતી . આ પ્રોસિજર જેના ઉપર કરવામાં આવી હતી તે ૧૭ વર્ષનો કિશોર ૫ વર્ષની વયથી જ વાઈનો દર્દી હતો . તેને વાઈને કાબુમાં લેવા માટે તમામ દવાઓનો પ્રયોગ કર્યા છતાં દરરોજ તેને અનેક વખત વાઈના હુમલા આવતા હતા . તેનું આકલન કરાતાં એવું જણાયું હતું કે તેના મગજમાં બન્ને બાજુએ નુકશાન થયેલું હતું . તેના ઉપર આ પ્રોસિજર કરવાનો હેતુ તેની સ્થિતિમાં અને તેના જીવનની ગુણવત્તામાં સુધારો કરી તેના જીવનમાં પરિવર્તન લાવવાનો હતો.

આ સફળતા સાથે એવી આશા બંધાય છે કે અહીં , વાઈના અનેક દર્દીઓને સચોટ નિદાન બાદ વીએનએસ (વીએનએસ ) દ્વારા રાવજીવન મળી શકશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.